________________
૮૬૨
આસ્રવ-અધિકાર.
[ સ્વતીય રૂપ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતના તેઓ અધિકારી છે. આથી એમ ન સમજવાનું કે તેણે વિશેષ દયા પાળવા પ્રયત્ન જ ન કરે. એ તો જ્યાં સુધી તેણે સંસારના સર્વ પ્રકારના મેહ અને પ્રલેભનને સર્વથા ત્યાગ કરવા જેટલી આત્મશક્તિ ખીલવી નથી ત્યાં સુધી તે કેટલી દયા પાળી શકે તેનું આ નિરૂપણ છે. ગૃહ-વ્યવહાર ચલાવતી વેળાએ પણ એની મને વૃત્તિ તે અહિંસાના વિશેષ પાલન તરફ જ રહેવી જોઈએ. જેટલે અંશે બને તેટલે અંશે સ્વાર્થને ત્યાગ કરવા તેણે તત્પર બનવું જોઈએ. પિતાના સ્વાર્થની ખાતર તે કઈ પણ જીવનાં તાડન, તર્જન, છેદન, ભેદન, આક્રોશન વગેરે કલેશકારી વ્યવહારથી તેણે અલિપ્ત રહેવું જ જોઈએ. હા, કુટુંબ, સમાજ, દેશ કે ધર્મના રક્ષણ માટે કદાચ સ્થળ હિંસા કરવી પડે તે એથી એના સ્થળ વ્રતને હાનિ પહોંચતી નથી. અર્થાત્ ગૃહસ્થને જે સ્થળ હિંસાની છુટ મળેલી છે તે પિતાના સ્વાર્થની કે વિષયતૃષ્ણાની પૂર્તિ માટે નથી જ, પરંતુ એ પરાર્થક છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જૈનત્વ સ્વીકારવાથી ગૃહસ્થ રાષ્ટ્રના કામને રહેતું નથી અને તે ભારભૂત બને છે એ માન્યતા પાયા વિનાની છે, કેમકે એવું હિતકર રાષ્ટ્રનિમિત્તક કાર્ય નથી કે જે અણુવ્રતવારી ગૃહસ્થ ન કરી શકે. તીર્થકરેનું જીવન જન્મથી જ આદર્શજીવન છે, તે પણ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે તે યુદ્ધ કરીને છ ખંડો ઉપર વિજય મેળવ્યો તેમજ વળી શ્રી નેમિનાથે પણ યુદ્ધમાં ભાગ લીધા. પ્રથમ ચક્રવર્તી ભરત કે જેમનું વૈરાગ્યવાસિત જીવન સુપ્રસિદ્ધ છે તેણે દિગંબરો માને છે તેમ પ્રાણદંડ જેવી ઘાતક વ્યવસ્થા પણ દાખલ કરી હતી. અહિંસાનું ગૈારવ –
આ “ભારતભૂમિના બ્રાહ્મણ, બોદ્ધ વગેરે સર્વ ધર્મોએ અહિંસાદેવીની આરાધનાને ઉચ્ચ
૧ એ વાત નિસંદિગ્ધ છે કે આત્માને શાશ્વત આનંદ મળે તે માટે સંસારના સર્વે બંધનેથી તે મુક્ત થવો જ જોઈએ અને એ માટે અહિંસાનું સવગીય પાલન પરમ આવશ્યક છે, છતાં પણ દરેક પ્રાણીનું તેટલું ગજું નહિ હોવાથી પિતપતાની યોગ્યતા અને શક્તિ અનુસાર તેણે દયા પાળવા પ્રયત્નશીલ થવું જ જોઈએ એ આ કથનનો નિષ્કર્ષ છે; એથી તે શાસ્ત્રકારોએ અધિકારી અનુસાર અહિંસાના પ્રકારનું વર્ણન કર્યું છે..
૨ દીન, હીન અને શુભ આશયવાળા ઉપર પ્રહાર કરવો તે જેમ હિંસા છે તેમ દેશના શત્રુ સામે બાથ ભીડવામાં પાછી પાની કરવી તે પણ ગૃહસ્થની દૃષ્ટિએ હિંસા છે–અન્યાય છે. વળી અન્યાયનો પ્રતિરોધ કરવો જ જોઈએ, કેમકે એ ગૃહસ્થનું જીવનસૂત્ર છે. જો અન્યાયને અટકાવવામાં ન આવે તે ધર્મ, કર્મ, સમાજ અને સૃષ્ટિની વ્યવસ્થા બગડી જાય. વળી આ પ્રતિરોધ થાય તો જ દુર્બળાના ઉપર ગુજરતે સિતમ ઓછો કરી શકાય અને એ દ્વારા કથંચિત તેમને અભયદાન આપી શકાય કે જે દુબળાના આત્મવિકાસ અને ઉત્થાનનું અંગ બને. આથી એ ધ્યાનમાં રાખવું કે અધિકારની લોલુપતા, અવિવેક, મનોવિદ કે ઉચ્છંખલતાને અધીન થઈ દુર્બળાને સતાવવા એ પાપ છે-હિંસા છે-અન્યાય છે; બાકી શુભ ભાવ પૂર્વક કોઈ જીવને દુ:ખમાંથી મુક્ત કરવા માટે તેના ઉપર અનુચિત જુલમ ગુજારનારને હાથ બતાવવામાં ગૃહસ્થતા કલંકિત થતી નથી, પરંતુ ઉલટી તે વધારે ઝળકી ઊઠે છે. નિરર્થક-સ્વાર્થમૂલક વધને ગૃહસ્થને સાફ સાફ નિષેધ છે એ આ નિરૂપણનો સારાંશ છે. અર્થાત ગૃહસ્થ જેમ બને તેમ જીવહિંસાના ત્યાગ માટે પૂર ઉપયોગ રાખવો, પ્રમાદને દૂર રાખવા પ્રયત્ન કરવો, બળતણ, છાણાં વગેરે જોઈ ખંખેરીને વાપરવાં, દશ ઠેકાણે ચંદરવા બાંધવા, પાણી ગાળીને વા૫૨વું ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org