________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા
૮૬૧
રહી શકતા નથી. આથી તેમની દયા સાધુએથી અડધી એટલે દશ વસાની ગણાય. અન્ય શબ્દોમાં કહીએ તે ત્રસ અને સ્થાવર એ ખનેની દયા ન પાળી શકતાં ગૃહસ્થ કેવળ ત્રસની જ પાળી શકે તેમ છે એટલે વીસ વિશ્ર્વામાંથી અડધો અડધ દયાના તેઓ ભાગી છે. સ્થૂલ યાને ત્રસ જીવન વધ પણ સંકલ્પજન્ય અને આર’ભજન્ય એમ બે પ્રકારના છે. તેમાં સંકલ્પ પૂર્વક જાણી જોઇને આને હેણું એવા મનના સંકલ્પથી ઉત્પન્ન થતી હિંસાથી ગૃહસ્થ નિવૃત્ત થઇ શકે છે; આરભજન્ય હિંસાથી તે ખચી શકતા નથી, કેમકે શરીર અને કુટુંબના નિર્વાહ માટે તેને ખેતી કરવા જેવાં આરંભમય કા પણ કરવાં પડે છે અને એવાં કાય કરતાં દ્વીન્દ્રિયાદિ જીવાને તેને હાથે નાશ થાય છે. આથી પાંચ વસા જેટલી જીવદયા એને માટે રહી. સંકલ્પજન્ય હિંસા પણ અપરાધી અને નહિ અપરાધી આશ્રીને એ પ્રકારની છે. તેમાં નિરપરાધીની હિંસા કરવાથી ગૃહસ્થ નિવૃત્ત છે, નહિ કે અપરાધીની. આથી એની જીવદયા અહી વસા જેટલી સંભવે. નિરપરાધીના વધ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારના છે. તેમાં નિરપેક્ષથી એ બચી શકે, નહિ કે સાથેક્ષથી; કેમકે નિરપરાધી એવા બળદ, પાડા વગેરે વાહનને વિષે તેમજ ભણવામાં આળસુ એવા પુત્રાદિને વિષે તેને સાપેક્ષ વધ, અધાદિ સેવવા પડે છે. આથી એ સવ વસા જેટલી જ દયા પાળી શકે છે. અર્થાત્ સંકલ્પપૂવ ક યાને જાણી જોઇને નિરપરાધી નિરપેક્ષ ત્રસ જીવાની હિંસા ન કરવા
૧ ધરમાં ચેર્ ચેરી કરવા પેઠો હોય તે તેને છરાદા પૂર્વક મારી હઠાવવે। પડે, હિંસક જનાવરા કાઢી ખાવા આવે તે તેને મારવા પડે, કૂતરૂ' કરડવા આવ્યું... હાય તો તેને લાકડી મારી પાછુ હઠાવવું પડે, કાઇ બદમાસ સ્ત્રીની લાજ લૂટવા તૈયાર થયા હાય તેા તેને હાથ દેખાડવા પડે અને રાજાના સૈન્યમાં નાકરી હાય તા તેની આજ્ઞા થતાં હિંસા કરવી પડે. આ પ્રમાણે ગૃહસ્થ સાપરાધી સ્થૂલ હિંસાથી મુક્ત થઇ શકતા નથી.
૨ બળદ વગેરે ઉપર આપણે બેજો મૂકીએ છીએ અને તેએ બરાબર ન ચાલે તે તેમણે આપણું કશું બગાડવું ન હેાવા છતાંતેએ નિરપરાધી હોવા છતાં આપણા સ્વાતી ખાતર આપણે તેને મારીએ છીએ. એવી રીતે આપણા શરીરને કાઇ ભાગ સડી ગયા હાય-તેમાં કીડા પડવા હાય અને તે દૂર કરવા આપણે દવા લગાડીએ ત્યારે કવશાત્ એવા સડેલા ભાગમાં ઉત્પન્ન થયેલા જ઼ીડાએએ આપણા કશા અપરાધ ન કરેલા હોવા છતાં એ દવાથી તેમનેા નાશ થવામાં આપણે કારણભૂત બનીએ છીએ.
૩ હિંસાના વિવિધ પ્રકારો~~
સ્થાવર ( સૂક્ષ્મ )
Jain Education International
હિંસા
સંકલ્પજન્મ
ત્રસ ( સ્થૂલ )
સાપરાધી
આરભજન્ય
આપક્ષ
For Private & Personal Use Only
નિરપરાધી
નિપેક્ષ
www.jainelibrary.org