SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પરિગ્રહ એટલે શું ?-~~ મૂર્છા એ જ પરિગ્રહનું કારણ છે. એ ન હોય તા ધન, ધાન્ય વગેરે હાય તાપણ તે પરિગ્રહ નથી. કહ્યુ' પણ છે કે— આસવ-અધિકાર. " अपरिग्रह एव भवेद् वस्त्राभरणाद्यलङ्कृतोऽपि पुमान् । ममकारविरहितः सति ममकारे सङ्गवान् नग्नः ॥ " [ તૃતીય અર્થાત્ વસ્ત્ર, આભૂષણ વગેરેથી વિભૂષિત પુરુષ જો મમતાથી મુક્ત હાય તા તે પરિગ્રહ વિનાના છે, જ્યારે મમતાવાળા પુરુષ નગ્ન હૈાય તેપણ તે પરિગ્રહથી યુક્ત છે, આથી ધ્યાનમાં રાખવું કે સંયમમાં સહાયક એવાં વસ્ત્ર, કાંખમળ, પાઇપ્રેાંછન ( રજોહરણ) વગેરેમાં પણ જો મમતા હાય તા તે પરિગ્રહ છે જ અને તેને વિષે નિમાઁમત્વ હાય તે તે પરિગ્રહ નથી જ. પાંચ અત્રતાનું અવલાકન— હિં‘સાથી માંડીને તે પરિગ્રહ પ`તના પાંચ અત્રતાનું સ્વરૂપ ઉપલક દ્રષ્ટિએ વિચારતાં જુદું જણાય છે, પરંતુ બારીકાઇથી વિચારીએ તેા તેમાં કોઇ ખાસ ભેદ જણાતા નથી, કેમકે એ પાંચે અત્રતાના—એ પાંચ મહાદોષાના દોષપણાનુ કારણ રાગ, દ્વેષ અને મેહ છે. આ ત્રિપુટી જ હિંસાદિ મલિન વૃતિઓનુ વિષ છે; અને એથી જ એ વૃત્તિએ દોષરૂપ ગણાય છે--અન્નત તરીકે ઓળખાય છે. આથી કરીને કોઇ પ્રશ્ન કરે કે આ પ્રમાણે જ્યારે રાગ, દ્વેષ અને માહુ જ દોષરૂપ છે તેા પછી દોષ તરીકે હિંસા વગેરે પાંચ કે એથી ન્યૂનાધિક ભેદો વણુ વવાનું શુ કારણુ છે ? Jain Education International આના ઉત્તર એ છે કે રાગ, દ્વેષ અને માહ એ જ વાસ્તવિક રીતે મુખ્યપણે દોષ છે . અને એ દ્વેષથી વિરમવુ' એ એક જ મુખ્ય મત છે, છતાં રાગ વગેરેના ત્યાગ કરવાના ઉપદેશ આપપવાના હૈાય ત્યારે તજજન્ય પ્રવૃત્તિઓ સમજાવીને જ તે તે પ્રવૃત્તિએ અને તેના પ્રેરક રાગાદિને ત્યાગ કરવાનું કહી શકાય. સામાન્ય રીતે જનસમાજ સ્થૂલ દૃષ્ટિવાળા હોઇ તેને માટે બીજો ક્રમ શકય કે ઇષ્ટ નથી. રાગાદેિથી થતી અગણિત પ્રવૃત્તિઓ પૈકી હિંસા, અસત્ય ઇત્યાદિ મુખ્ય છે. અને એ જ પ્રવૃત્તિએ મુખ્યપણે લૌકિક કે પારલૌકિક ( આધ્યાત્મિક ) જીવનને ફોલી ખાય છે; વાસ્તે એ હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગેામાં વિભક્ત કરી પાંચ દોષો યાને અવ્રત તરીકે વર્ણવવામાં આવી છે. સમય અને ક્ષેત્ર આશ્રીને આની સંખ્યા અને નામેામાં ભેદ હોવાને પૂર્ણ સંભવ છે, એટલે એના માહમાં ન તણાતાં એ બાબતમાં કઠ્ઠાગ્રહી ન બનતાં એટલું જ મુખ્યપણે સમજી લેવુ જોઈએ કે એ દ્વારા રાગાદિ દોષના ત્યાગનું જ સૂચન છે. આથી કરીને હિંસા વગેરે પાંચ ઢાષામાં કયા દોષને મુખ્ય કે ગૌણ ગણવા, કચેા પહેલેા ત્યાગ કરવા લાયક છે અને કયા પછી એવા પ્રશ્ન માટે સ્થાન જ રહેતું નથી. અર્થાત્ હિંસાદિ દોષાની વિશાળ વ્યાખ્યામાં અસત્યાદિ અધા દોષો સમાઇ જ જાય છે. એવી જ રીતે અસત્યાદિ કે ચારી વગેરે કોઈ પશુ દોષની વિશાળ વ્યાખ્યામાં બધા દોષોના અંતર્ભાવ થઇ જ જાય છે. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy