SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. (૫૫ પરિગ્રહના નવ પ્રકાર– (૧) ધન, (૨) ધાન્ય, (૩) ક્ષેત્ર, (૪) વાસ્તુ, (૫) રૂપુ, (૬) સોનું, (૭) કુષ્ય, (૮) દ્વિપદ અને (૯) ચતુષ્પદ એમ પરિગ્રહના નવ પ્રકારે પણ સૂચવાયા છે; કેમકે ઉપરના ૬૪ પ્રકા ને આમાં અંતર્ભાવ થાય છે અને એથી તે શ્રાદ્ધપતિકમણુસૂત્ર (વંદિતુ સૂત્ર)ની ૧૮મી ગાથામાં પરિગ્રહ પરિમાણના નવ અતિચાર ગણાવ્યા છે. અત્ર કુયથી રૂપુ અને સેનું એ બે ધાતુઓ સિવાયની કાંસું, લે, તાંબુ, કલાઈ અને સીસું એ ધાતુઓ તેમજ માટીનાં વાસણ, કાષ્ઠ, હળ, ગાડાં, શસ્ત્ર, તથા માં, માંચી વગેરે ગૃહપશ્કર (રાચરચીલું) સમજવાં. દ્વિપદથી દાસ, દાસી, હંસ, મેર, મર, પોપટ, સારિકા, ચકર, કબૂતર વગેરે સમજવાં. પરિગ્રહ પરિમાણ વ્રતની સાર્થકતા– - ઘરમાં સો રૂપિયાના પણ ફાંફાં હોય અને આ વ્રત લેતી વેળા લાખ રૂપિયાને નિયમ લેવાય એટલે પછી એટલા મેળવવા માટે ઈચ્છાની વૃદ્ધિ થતી રહેવાને સંભવ છે તે પછી આ ત્રત લેવાથી શું લાભ? આને ઉત્તર એ છે કે સર્વે સંસારી જીવને ઈચ્છાની વૃદ્ધિ તે સદા પહેલેથી છે જ. આ સંબંધમાં નમિ રાજર્ષિનું નિમ્નલિખિત કથન સાક્ષી પૂરે છે – ..... "सुवण्णरुप्पस्स य पव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा हु आगासमा अणंतिआ॥" અર્થાત ખરેખર સેનાના તથા રૂપાના કૈલાસ જેવા અસંખ્ય પહાડ હોય તે પણ લેભી જનને તેથી કાંઈ તૃપ્તિ થતી નથી, કેમકે ઈચ્છા નક્કી આકાશ જેટલી અનંત છે. આથી કરીને અપરિમિત ઈચ્છાને પરિમિત બનાવવી તે લાભકારક છે, કેમકે જેણે આ પરિગ્રહ પરિમાણુરૂપ વ્રત લીધું નથી તેની ઈચ્છાની કંઈ સીમા નથી એટલે તેની ઈચ્છાની વૃદ્ધિની ગતિ અપ્રતિહત અને અખ્ખલિત છે, જ્યારે આ વ્રતને ગ્રહણ કરેલાની ઈચ્છાની તે અવધિ છે, તેની વૃદ્ધિ મર્યાદિત બની છે, કારણું અધિક ઈચ્છા માટેનું દ્વાર તેને માટે તે બંધ છે. આ પ્રમાણે વ્રતીની ઈચ્છાને વેગ અટકવાથી તે સંતોષી જીવન ગાળી સુખી બને છે. આવી પરિસ્થિતિમાં પણ આ. વતને અસાર્થક કેઈ ગણે–ખરે ? ૧ આના ચાર પ્રકાર છે. જેમકે ગણી શકાય તે “ ગણિમ '; સોપારી, નાળિયેર વગેરે. તેળી શકાય તે ધરિમ '; ગેળ, ઘી વગેરે. માપી શકાય તે “ મેય '; કાપડ, જમીન વગેરે. પરીક્ષા કરવા લાયક હોય તે “ પારિછેદ્ય '; માણેક, મોતી વગેરે. ૨ ધાન્ય ઉગાવવાનું સ્થળ. ૩ ધર, ગામ વગેરે. ४ “धणधन खित्तवत्थू रुप्पसुबन्ने अ कधि अपरिमाणे । કુપા ૩cuપંખી પૂહિક વિશે પદયં | ” [ ષષા ક્ષેત્રદાન થgવળયોw #camરિમા | " द्विपदचतुष्पदयोः प्रतिक्रमामि देवसिकं सर्वम् ॥ ] ૫ છાયાसुवर्णरौप्ययोश्च पर्वता भवेयुः स्यात खलु कैलाससमा असहख्येयाः । नरस्य लुब्धस्य न तैः किश्चित् इच्छा खलु आकाशसमाऽनन्तिका ॥ . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy