________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા षिद्धनिषेधाचरणेन वा ग्रहणरूपत्वम् , कषायादिप्रमादकलुषितबुद्धया परकीयादत्ततृणादिरूपद्रव्यजातस्यादानरूपत्वं वा स्तेयस्य लक्षणम् । ( ૪૦૧)
અર્થાત્ અન્યની માલીકીનાં ધન, ધાન્ય ઈત્યાદિનું આક્રમણ દ્વારા ગ્રહણ કરવું તે “ તેય’ યાને “ચારી છે. અથવા ચોરી વગેરે જેવાં શાસ્ત્રમાં નિષેધ કરાયેલા આચરણથી અન્યનાં ધન, ધાન્યાદિનું ગ્રહણ કરવું તે “ચેરી” છે. અથવા કષાયાદિ પ્રમાદને લીધે બુદ્ધિ કલુષિત થવાથી પારકાના તૃણુ (જેવા બીનકીંમતી) વગેરે પદાર્થોનું તેના આપ્યા વિના–તેના માલીકની રજા વિના ગ્રહણ કરવું તે “ચારી છે. આને શાસ્ત્રકારે “અદત્તાદાન'ના નામથી ઓળખાવે છે. એટલે કે અણુદીધું લેવું તે “ચારી છે. અદત્તાદાનના ચાર પ્રકારે
(૧) સ્વામિ-અદત્ત, (૨) જીવ-અદત્ત, (૩) તીર્થંકર-અદત્ત અને (૪) ગુરુ-અદત્ત એમ અદત્તના ચાર પ્રકારો છે. જે વસ્તુને જે સ્વામી હેય-માલીક હોય તેની પરવાનગી વિના તે વસ્તુ લેવી તે “સ્વામિ-અદત્તાદાન છે અને તે વસ્તુ તે “વામિ-અદત્ત છે. જેમકે સોનું વગેરે. જીવે રાજીખુશીથી નહિ આપેલી વસ્તુ સ્વીકારવી તે “જીવ-અદત્તાદાન” છે અને તે વસ્તુ “જીવઅદત્ત” છે. જેમકે સચિત્ત ફળ વગેરે, કેમકે તે ફલાદિના જીવે પિતાના પ્રાણ તેને આપ્યા નથી. તીર્થકરે નિષેધ કરેલી વસ્તુનું ગ્રહણ તે “તીર્થકર-અદત્તાદાન” છે અને તે વસ્તુ “તીર્થકરઆદત છે. જેમકે આધાકદિ આહારને તીર્થકરે નિષેધ કર્યો છે તે એનું ગ્રહણ કરનાર સાધુ તીર્થકરઅદત્તાદાનને ભાગી છે. એવી રીતે અપ્રાસુક, અનંતકાય, અભજ્ય પદાર્થો તે ગૃહસ્થ આશ્રીને તીર્થંકર-અદત્ત છે. ગુરુએ જે વસ્તુ લેવા માટે આજ્ઞા ન આપી હોય તે વસ્તુ લેવી તે “ગુરુ-અદત્તાદાન છે અને તે વસ્તુ “ગુરુ-અદત્ત છે. જ્યાદિ પદાર્થ સર્વથા શુદ્ધ હોય, પરંતુ ગુરુની અનુજ્ઞા વિના જે તે ગ્રહણ કરાય તે તે “ગુરુ-અદત્ત” છે. અબ્રહ્મનું લક્ષણ
कषायादिप्रमादपरिणतात्मनो मोहोदये सति चेतनाचेतनस्रोतसोरासेवनरूपत्वं, मोहोदयजनितरागपरिणामवशात् परस्परं स्वयमेव
૧ અદત્ત એટલે નહિ આપેલું; અને આદાન એટલે ગ્રહણું. ૨ સરખા તત્વાર્થ (અ. ૭)નું નિમ્નલિખિત દશમું સૂત્ર
“ અદત્તાવા સેવા ” 8 જુએ અર્થદીપિકાનું ૭૦મુ પત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org