SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ८४४ ઘણા છ હિંસા કરે અને ફળ એકને ભોગવવું પડે એવું પણ કદાચિત બને છે. જેમકે, અપરાધ લેકે કરે અને તેનું ફળ તેના નાયકને ભેગવવું પડે, વળી કેટલીક વાર એક વાર કરેલી હિંસાનું ફળ એક જ વાર ભોગવવું પડે છે અને કેઈક વેળા ઘણી વાર. જેમકે શ્રીમહાવીર સ્વામીએ ત્રિપષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસું તપાવીને રેડાવ્યું હતું તેનું ફળ એ શય્યાપાલક અનેક ભ કરી જ્યારે ગોવાળીઓ થયો ત્યારે પ્રભુને ઉદયમાં આવ્યું અર્થાત્ તેમને આ ફળ ઘણા લાંબા વખતે અને તે પણ વળી એક જ વાર ભેગવવું પડયું. વિશેષમાં હિંસાનું ફળ ન પણ ભેગવવું પડે અર્થાત એથી કર્મબંધ ન પણ થાય જેમકે શ્રીવિણકુમાર જેવાએ શાસનની રક્ષા માટે નમુચિના પ્રાણ લીધા છતાં એ હિંસા તેમને કમબંધનું કારણ ન બનતાં નિરાનું કારણ બની.' હસ્તિતાપસવાદ સૂત્રકૃતાંગમાં જે વિવિધ વાદે ઉપલબ્ધ થાય છે તે પૈકી હસ્તિતાપસવાદનું સ્વરૂપ અત્ર આલેખવું પ્રાસંગિક સમજાય છે. આ આગમના ૪૦૩ મા પત્રમાં આ સંબંધમાં એ ઉલ્લેખ છે કે દયા પાલવા માટે કેટલાક આ પ્રમાણે કહે છે કે બાકી બધા ની દયા પળાય એ માટે વર્ષે વર્ષે એક એક મોટા હાથીને બાણ વડે મારીને અમે અમારે નિર્વાહ કરીએ છીએ. આ જાતની હિંસા કરનારાને નિર્યુક્તિકાર અને ટીકાકાર “હસ્તિતાપસ”ના નામથી ઓળખાવે છે. આ મતનું નિરસન આગળ ઉપર વિચારીશું. ૧ આ સમગ્ર વિવેચનનો સારાંશ આચાર્ય શ્રી અમૃતચંદ્ર નીચે મુજબ દિશે છેઃ अविधायापि हि हिंसा हिंसाफलभाजनं भवत्येकः । कृत्वाऽप्यपरो हिंसां हिंसाफलभाजनं न स्यात् ॥ एकस्याल्पां हिंसां ददाति काले फलमनन्यम् । अन्यस्य महाहिंसा खल्वफला भवति परिपाके ॥ कस्यापि दिशति हिंसा हिंसाफलमेकमेव फलकाले । अन्यस्य चैव हिंसा दिशत्यहिंसाफलं विपुलम् ॥ हिंसाफलमपरस्य तु ददात्यहिंसा तु परिणामे । इतरस्य पुनहिसा दिशत्यहिंसाफलं नान्यत् ॥ अवबुध्य हिंस्य-हिंसक-हिसा-हिंसाफलानि तवेन । નિરથમ પૂજનૈત્તિરશાશા ચકાતાં fસા II " અત્ર આ બધાં પવનો અર્થ ન લખતાં કેવળ છેલાનો જ લખીશું, કેમકે બાકીનાને અથ લગભગ ઉપર આવી ગયો છે. અંતિમ પદનો અર્થ એ છે કે જેની હિંસા કરાય છે તે “ હિંસ્ય ’ ગણાય છે. આ હિંસ્ય કેણુ છે, હિંસા કરનાર કેણુ છે, હિંસાનું શું સ્વરૂપ છે, હિંસાનાં ફળો કેવાં છે એને વાસ્તવિક બધ મેળવીને સદા યથાશક્તિ હિંસાને ત્યાગ કરવો જોઈએ. ૨ જુઓ સૂત્રકૃતાંગનું ૩૮૬ મું પત્ર. ૩ જુએ સૂત્રકૃતાંગનું ૪૦૪ મું પત્ર, 107 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy