________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા,
૮૪૭ પ્રમત્ત અવસ્થા દરમ્યાન તીવ્ર રૌદ્ર ધ્યાન દ્વારા અન્ય જીવને દુઃખી કરવાને કે તેને મારવાને કેવળ વિચાર કરે પરંતુ તેને અમલમાં ન મૂકે તે ભાવહિંસા અને સર્વસંવરરૂપ અવસ્થા તે સર્વથા અહિંસા છે.
હિંસાના સંકલ્પી આદિ ચાર પ્રકારે –
દિગંબર સંપ્રદાય મુજબ (૧) સંકલ્પી, (૨) આરંભી, (૩) ઉદ્યોગ અને (૪) વિરોધી એમ હિંસાના ચાર પ્રકારે છે. તેમાં નિરપરાધીને હાથે કરીને ઈરાદાપૂર્વક જાણ બૂઝીને પ્રાણ લે કે તેને દુઃખ દેવું તે “સંકલ્પી હિંસા છે. જેમકે કસાઈને હાથે થતે પવધ. રઈ કરવામાં, આવવા જવામાં વગેરે ક્રિયાઓમાં ઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં જે હિંસા થાય છે તે ‘આરંભી હિંસા છે. વ્યાપારાદિ કાર્યોમાં જે હિંસા થાય છે તે “ઉઘોગી હિંસા છે. દાખલા તરીકે અનાજને વ્યાપારી એમ ઈચ્છતે નથી કે અનાજમાં કીડા પડે અને મરે ઉલટે તે સાવધ રહે છે તે પણ તેમાં કીડા પડે છે અને મરે છે. એટલે કે અને ઉદ્દેશીને આ હિંસા “ઉગી હિંસા” છે. આત્મરક્ષા યાને આત્મીય રક્ષાને વાસ્તે જે હિંસા કરાય તે “વિરોધી હિંસા” છે.
ગૃહસ્થ માટે સ્થાવર જીવોની હિંસાને ત્યાગ શક્ય નથી. તે કેવળ ત્રસ જીવેની હિંસાને ત્યાગ કરી શકે તેમ છે. વળી તેમાં પણ ત્રસ જેવો આશ્રીને ઉપયુક્ત ચાર પ્રકારની હિંસામાંથી તે કેવળ સંકલ્પી હિંસાનો ત્યાગી બની શકે તેમ છે. ખેતી, લડાઈ વગેરેમાં થતી હિંસા તે સંકલ્પી હિંસા નથી. એથી કરીને અહિંસારૂપ આણુવ્રતધારી એ કાર્ય કરી શકે. આ વ્રતનું નિર્દોષ પાલન બીજી પ્રતિમામાં કરાય છે અને ખેતી વગેરેનો ત્યાગ આઠમી પ્રતિમામાં કરાય છે એવી દિગંબર માન્યતા છે. દરેક જૈન ગૃહસ્થ કંઇ પ્રતિસમય આઠમી પ્રતિમામાં હેત નથી. જેનોએ જે ખેતીનું કામ છોડી દીધું છે તે તેના જૈનત્વને આભારી નથી, કિન્તુ તે તેમની વ્યાપારી બુદ્ધિને અધીન છે એમ સૂચવાય છે. દક્ષિણ પ્રાંતમાં જૈનોને કેટલાક ભાગ તે હજી ખેતી વડે જીવનનિર્વાહ કરે છે.
ગૃહસ્થાશ્રમમાં સંભવતી હિંસાના બે વિભાગો પણ પાડી શકાય છે. જેમકે આરંભજન્ય અને અનારંભજન્ય. તેમાં આરંભજન્ય હિંસાથી ખાંડવું, દળવું, રસાઈ કરવી વગેરે ગુહિકર્મોનાં અનુષ્ઠાન તેમજ આજીવિકાથે દ્રવ્યનું ઉપાર્જન સમજવાં. આ હિંસાને ત્યાગ ગૃહસ્થજીવનની દષ્ટિએ પ્રાયઃ અશક્ય છે. અનારંભ જન્ય હિંસા ગૃહસ્થોને યોગ્ય એવા આરંભને છીને બાકીના માનસિક, વાચિક અને કાયિક સંકલ્પ દ્વારા થનાર ત્રસ જીના ઘાત સાથે સંબંધ ધરાવે છે. આનું બીજું નામ “સંકલપી હિંસા” છે.
૧ શ્રી અમિતગતિએ ઉપાસકાચારમાં કહ્યું પણ છે કે
'हिंसा द्वेधा प्रोक्ताऽऽरम्भानारम्भजवतो दक्षैः । गृहवासतो निवृत्तो धाऽपि त्रायते तां च ॥ गृहवाससेवनरतो मन्दकषायप्रतितारम्भः । आरम्मजां स हिंसां शक्नोति न रक्षितुं नियमात् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org