________________
૮૪૬
આસવ-અધિકાર.
[ તૃતીય
પ્રેરાય તેમજ એ દેરડાના કટકે કટકા કરી નાંખે તે આમાં બહારના પ્રાણને ઘાત નથી, છતાં એની અશુભ વૃત્તિને લીધે એ ભાવહિંસા ગણાય જ.
વિશેષમાં આ સંબંધમાં આપણે તંદુલ મત્સ્યનું ઉદાહરણું વિચારીશું. આ મસ્ય ચોખાના દાણા જેવા હોય છે અને મહામરછની પાંપણમાં તે ઉત્પન્ન થાય છે. મહામચછ કેટલાંક માછલાં ગળી જાય છે અને તેની સાથે થોડુંક પાણી તેના મુખમાં દાખલ થઈ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે તેના દાંતેને વિષે પિલાણ હોવાથી તેમાંથી પાણી સાથે ગળી જવાયેલાં કેટલાંક નાનાં નાનાં માછલાં પણું નીકળી જાય છે. આ જોઈને આ તંદુલ મત્સ્ય એવી રૌદ્ર ભાવના ભાવે છે કે જો હું મહામ૭ હેઉં તે એકે માછલાને આવી રીતે નીકળી જવા ન દઉં, પરંતુ બધાને સ્વાહા કરી જાઉં. આવે તેને દારુણ અધ્યવસાય તે જ ભાવહિંસા છે અને તેની ઉગ્રતાને લીધે તે એ મરીને સાતમી નરકે સિધાવે છે.
જોકે આ તંદુલમસ્ય કેઈને મારતો નથી અર્થાત્ એને હાથે કેઈના પ્રાણને આઘાત પહોંચતું નથી, છતાં એની રૌદ્ર ભાવના એ ભાવહિંસા ગણાય છે અને તે તીવ્ર સાંપરાયિક કર્મના બંધનું કારણ બને છે.
(૪) દ્રવ્યહિંસા તેમજ ભાવહિંસાને અભાવ
આને અર્થ એ છે કે દ્રવ્યથી પણ હિંસા નહિ અને ભાવથી પણ હિંસા નહિ. આવી સ્થિતિ શરીરધારી પ્રાણીઓ માટે અશકય છે. દશવૈકાલિકની ટીકાના ૨૪ મા પત્રગત નિમ્નલિખિત પંક્તિ આની સાક્ષી પૂરે છે –
નામતુ તિ | " આ સંબંધમાં એ ઉમેરવું પડશે કે શ્રીયશોવિજયકૃત ધર્મપરીક્ષા (પૃ. ૨૦૯)માં એ વૈઉલ્લેખ છે ખરે કે જે સાધુ-સંતનાં મન, વચન અને કાયની શુદ્ધિ હોય તે ભાવથી પણ હિંસા કરતો નથી તેમજ દ્રવ્યથી પણ હિંસા કરતું નથી, પરંતુ આ કથન શુદ્ધિની પ્રધાનતાને અનુલક્ષીને રહેવું જોઈએ એમ ભાસે છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે દ્રવ્યથી પણ અહિંસક એવા તે ચૌદમા ગુણસ્થાને આરૂઢ થયેલા, સર્વસંવરરૂપ અને શેલેશી અવસ્થાને વરેલા જીવન્મુક્ત પરમાત્મા છે તેમજ પરમુક્ત અશરીરી સિદ્ધ પરમાત્મા છે.
હિંસાના આ ચારે ભગની સ્થલ વ્યાખ્યા ટુંકમાં એમ રજુ કરાય કે અપ્રમત્ત ચોગ દ્વારા થતે પ્રાણને વિગ તે “વ્યહિંસા, પ્રમત્ત યોગ દ્વારા થતું પ્રાણને વિયેગ તે દ્રવ્ય-ભાવ-હિંસા,
૧ જુએ ઋષભ પંચાશિકાનું સ્પષ્ટીકરણું (પૃ. ૧૩૯-૧૪ ). ૨ જુઓ શ્રી હરિભદ્રસુરિકૃત હિંસાષ્ટકના સ્વપજ્ઞ ભાષ્યનું પાંચમું પત્ર. ૩ “ ન પ્રયતા માણસ મનાવાશzશ્વ સાક્ષઃ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org