SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ ८४४ આસવ-અધિકાર. [ તૃતીય જેમણે મેહનીય કર્મને સર્વથા નાશ કર્યો છે તેવા કેવલી મહાત્માઓની હાલવા ચાલવાની, પગ ઉપાડવા મૂકવાની ઈત્યાદિ પ્રવૃત્તિ દરમ્યાન, એમને હાથે કાયાગની ચપલતાને લીધે કબુતર, કુકડા, તીતર કે બટેરના બચ્ચાના પ્રાણને વિનાશ થઈ જાય અથવા તો અનિમેષ દશાના અભાવને લઈને સ્વાભાવિક રીતે આંખ મીંચાય ઉઘડે તેવી તેમની પ્રવૃત્તિ દરમ્યાન તેમના દ્વારા અન્ય જીને આઘાત પહોંચે તો એથી તેઓ દ્રવ્યહિંસાના ભાગી બને છે, પરંતુ મોહનીય કર્મને ક્ષય થયેલ હોવાથી અશુભ પરિણામને–પ્રમાદને તેમનામાં સર્વથા અભાવ હોવાથી અને શુભ પરિણમને તેમનામાં પૂરેપૂરો સદભાવ હોવાથી તેમને વિષે ભાવહિંસા માટે સ્થાન જ રહેતું નથી. તેમના શુભ અધ્યવસાયને લઈને ઈર્યા પથિક કમ સિવાયના બીજા કોઈ કમને બંધ તેમને સંભવતે જ નથી; કેમકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય જેવાં નિમિત્તોને નાશ કર્યા બાદ તે તેઓ આ ઉચ્ચ દશાને પામ્યા છે. એટલે આવાં અશુભ નિમિત્તથી જે સાંપરાયિક કમને બંધ સંભવે છે તે નિમિત્તોને જ તેમણે જડમૂળથી ઉખેડી નાખ્યાં છે. આવી પરિસ્થિતિમાં તેમને વિષે દ્રવ્યહિંસા જ સંભવે, નહિ કે ભાવહિંસા, એ સ્વાભાવિક હકીકત છે. આ સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકારનું એ સૂચન છે કે જ્યારે ખરી રીતે હિંસાનું લક્ષણ જ આવા સ્થળમાં ચરિતાર્થ થતું નથી તે પછી એને દ્રવ્યહિંસા એવું પણ નામ કેમ જ અપાય ? કેમકે કેવલી પરમાત્મામાં નથી સંભવ પ્રમાદને કે પ્રમાદજન્ય રોગોને.જેઓ છઠ્ઠ ગુણસ્થાનમાં વતતા હોય તેમને આરંભિક અને માયાપ્રત્યયિક એ બંને ક્રિયાઓ સંભવે છે, પરંતુ જે વખતે તેઓ ઈસમિતિ પૂર્વક ઉપયોગ રાખીને ગમનાગમન કરતા હોય અને તેવા સમયમાં તેમને હાથે તેમના યોગ દ્વારા કઈ જીવની વિરાધના થઈ જાય તે પણ તે દ્રવ્યહિંસા સમજવી, કેમકે તે વખતે એ મહાત્મા જાણી જોઈને પ્રમાદ સેવતા નથી, તેમજ એમના અધ્યવસાય પણ આ સમયે સંકિલષ્ટ હોતા નથી. વિશેષમાં સાતમાથી અગ્યારમાં ગુણસ્થાને વર્તતા અપ્રમત્ત અવસ્થાવાળા મહાનુભાવોને વિષે કેવળ દ્રવ્યહિંસાનો સંભવ છે એમ એક દષ્ટિએ કહી શકાય. આ મહાત્માઓને न च तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि देशितः समये । यतः सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा ॥ ] યોગશાસ્ત્ર (પ્ર. ૧, શ્લો. ૩૬)ની સ્વપજ્ઞ ટીકામાં પણ કહ્યું છે કે કઈ જીવે કે મરે પણ જે મનુષ્ય અયતાચાર, અસંયમી અને અશુભ વૃત્તિવાળો છે તેને તે હિંસા લાગે જ છે, જ્યારે જે મનુષ્ય યતનાશીલ છે તેને માત્ર હિંસા દ્વારા કશે બંધ થતો નથી. શ્રીયશવિજયકૃત ધમપરીક્ષા (સ્વીપ વિવરણ )માંથી પણ આવી જ મતલબનો સૂર નીકળે છે, કેમકે એના ૧૮૫ મા પૃષ્ઠમાં કહ્યું છે કે “ ૪: પુરત: પ્રાણાતિપાત નિવૃત્ત ન જ્ઞાનાનોsfu “વોઇfમ' asबुध्यमानोऽपि गीतार्थतया द्रव्यक्षेत्राधागाढेषु प्रलम्बादिग्रहणेन हिंसां करोति, यद्वा न जानाति परमप्रमत्तो विकथादिप्रमादरहित उपयुक्तः सन् यत् कदाचित् प्राण्युपघात करोति तत्राप्यध्यात्मसमा चित्तप्रणिधानतुल्या निर्जरा सजायते " અર્થાત જે મનુષ્ય વિરત છે-સંયમશીલ છે તે આ પ્રવૃત્તિ સદોષ છે એમ જાણતા હોય છતાં તેવી સદેષ પ્રવૃત્તિને આચરે તે પણ તેને નિજર થાય છે પણ બંધ થતા નથી. વળી જે મનુષ્ય અપ્રમાદી છે એટલે જેની વૃત્તિ પ્રમાદ, વિષય, કષાય અને વિકથાથી વિમુખ છે તે મનુષ્ય યતનાશીલ છતાંય વગર નયે, અનyતાં કોઈ જાતને પ્રાણવધ કરે તે તેને નિર્જરા હોય છે, પરંતુ બંધ હોતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy