SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૨ આસ્રવ–અધિકાર. [ nતીય અને અશુભ પરિણામ ઉપર જ અવલંબિત છે, નહિ કે એ મનુષ્યની બાહા પ્રવૃત્તિની અપેક્ષા રાખે છે. પ્ર. ત્યારે શું એમ સમજવું કે દેખીતે જીવને ઘાત એ હિંસા નથી જ ઉ નહિ. એમ કેમ મનાય ? જો જીવઘાતને પ્રજક-નિષ્પાદક-સાધક અશુભ પરિ@ામ જ હોય તે તે ત્રિકાલે પણ હિંસા જ છે, અને જો જીવઘાતને પ્રાજક એ અશુભ પરિણામ ન જ હોય તે તે કદાપિ હિંસા ન જ ગણાય, મનાય કે કહેવાય. આ હકીકત ખાસ ગણુધર, તીર્થકરને પણ સંમત છે. પ્ર. જ્યાં જવઘાતની પ્રવૃત્તિ હોય ત્યાં વળી શુભ પરિણામ સંભવે જ કેમ? જીવઘાતકની પ્રવૃત્તિ જ એ એક એવા પ્રકારનું ઝેર છે કે જેની સાથે શુભ પરિણામ રહી જ નહિ શકે, વાસ્તે આ હકીકત ઉદાહરણ આપી આપ સમજાવે તે જ ગળે ઉતરે. ઉ૦ આ સંબંધમાં અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. જેમકે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે જે જે વિષ આપણા જેવા અશુભ કે અશુદ્ધ દષ્ટિવાળા જેને માટે વિષયવાસનાના પિષક ગણાય છે તેના તે જ શબ્દાદિ વિષયે શુભ કે શુદ્ધ દષ્ટિવાળા સંતે માટેઅરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજને માટે તેવા નથી જ ગણાતા. અર્થાત્ એક મનુષ્ય શબ્દાદિ વિષને સેવતો હોય કે બલકે ન પણ સેવ હોય તે પણ પિતાની અશુભ દષ્ટિને લઈને તે વિષયી બને છે તેમજ વિષયી કહેવાય છે, જ્યારે બીજો પુરુષ તેના તે શબ્દાદિ વિષયને સેવો હોવા છતાં પણ માત્ર તેની શુભ દ્રષ્ટિને લીધે વિષયી નથી બનતો તેમજ વિષયી નથી કહેવાતે. એવી જ રીતે એક મનુષ્ય પરના જીવનને નાશ કરતો હોય કે તેમ ન પણ કરતો હોય પરંતુ તેની અશુભ ભાવનાને લઈને તે સંહારક જ-હિંસક જ મનાય છે; જ્યારે બીજો મનુષ્ય પરના પ્રાણને સંહાર કરતે હોય તે પણ તેની શુભ વૃત્તિને લીધે અસંહારક-અહિંસકજ ગણાય છે. આ પ્રમાણે છવઘાતની બાહ્ય પ્રવૃત્તિ સાથે શુભ પરિણામની ધારા પણ વહેતી હોય છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આવી સ્થિતિ સમગ્ર પ્રાણીમાં હતી નથી. એ તે આપણે ૮૪૧મા પૃષ્ઠમાં જે નિશાનીઓ દર્શાવી ગયા છીએ તે બધી જેમાં મળી આવે તેમાં જ સંભવે છે. અર્થાત આવી વ્યક્તિઓ વિરલ છે અને તેથી જ આપણે તેમને અહોનિશ અગણિત વાર વંદન હેજે. આ પ્રમાણે આપણે વિશેષા (ગા. ૧૭૬૩-૬૮)ને સારાંશ વિચાર્યું. હવે શ્રીહરિભદ્ર સૂરીશ્વરના કથનને સાર રજુ કરીએ. હિંસાને પ્રતિપક્ષ તે “અહિંસા ” અર્થાત્ અહિંસા એટલે જીવના અતિપાતને અભાવ. હિંસાનું સ્વરૂપ તે આપણે જોઈ ગયા તેમ પ્રમત્ત એગ પૂર્વકનું પ્રાણુવ્યપરપણ છે. જે પ્રાણવ્યપરેપણુ પ્રમાદ, વિષય અને કષાય પૂર્વકનું હોય છે તેનું જ ૧ આ પરત્વે તરવાથ ( અ. ૭ )ના આઠમા સૂત્રની વ્યાખ્યા એમ પણ વિચારાય કે પ્રમાદ એટલે કામ, ક્રોધાદિ વિકાર, પ્રાણ એટલે આત્માના વિવેક વગેરે સ્વાભાવિક ગુણો અને વ્યપરોપણ એટલે ઘાત; અર્થાત ક્રોધાદિ વિકારોના યોગથી આત્માના વિવેકાદિ ગુણેનો ઘાત તે “ હિંસા” છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy