________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૮૪૧
આ ઉપરથી એ સુતરાં સિદ્ધ થાય છે કે દરેક છવઘાતક હિંસક જ છે અને નહિ હણનારા બધાએ અહિંસક જ છે એ બંને કથને દૂષિત છે. ખરી હકીકત તે એ છે કે હણનારો પણ તેની વિશુદ્ધ વૃત્તિને લીધે અહિંસક છે, જ્યારે નહિ હણનારા છતાં પણ તેની અશુભ વૃત્તિને લીધે હિંસક છે. આ રીતે પ્રાણીની દુષ્ટ અને અદુષ્ટ (શુભ) વૃત્તિ દ્વારા થતી એક જ પ્રકારની પ્રાણઘાતની પ્રવૃત્તિ પણ હિંસા અને અહિંસા એમ બે કોટિની નક્કી થાય છે. આવી પરિસ્થિતિમાં સૂક્ષમ છથી ખીચખીચ વ્યાપ્ત એવા આ લોકમાં રહેનાર પ્રાણી અહિંસક જીવન ગાળી શકશે અને નિર્જીવ સ્થળે (જોકે એવું કંઈ સ્થળ જ નથી) રહેતે જીવ હિંસક પણ બની શકશે એ નિ:સંદિગ્ધ હકીકત છે. વળી હિંસા અને અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણેનું હેવાથી અહિંસાનું પાલન શક્ય છે-અશક્ય છે અને એથી એને ઉપદેશ આપે સુસંગત છે જ એ વિષે હવે શંકા સંભવી શકે કે ?
પ્ર. પિતે અદુષ્ટ વૃત્તિવાળો હોય અને છતાં પર ઘાતક બને એ તો ઠીક પણ એવાને ઓળખવાની કઈ નિશાની છે?
ઉ૦ હા, તે માટે નિશાની છે. જેમકે જેનાં મન, વચન અને તન યાને વિચાર, વાણી અને વર્તન સંયમબદ્ધ હય, જે વિવેકી હોય, જે બેલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, વસ્તુ લેવામાં તેમજ મૂકવામાં પૂરેપૂરે સાવધ હેાય એટલે આવી પ્રવૃત્તિઓને આચરતે છતે મિત્રીભાવને જાળવવામાં સદા જાગૃત હોય તે જીવથી કદાચ અન્ય જીવને ઘાત થઈ જાય તે પણ તે અહિંસક જ છે. આથી વિપરીત વૃત્તિવાળે જીવ ચાને જેનાં ચિત્ત,વચન અને શરીર સંચમિત ન હોય, જે અવિવેકી હોય, બીજા ના રક્ષણ માટે જે બેદરકાર હોય, જે અહિંસા વૃત્તિ તરફ દુર્લક્ષ્ય ધરાવતે હેય, ટુંકમાં જેની પ્રવૃત્તિ સાવધાનતા વિનાની, બીજા જીવની કાળજીથી વિમુખ હેય અથવા મૈત્રી ભાવના સાથે નામને પણ સંબંધ ન ધરાવતી હોય તે કદાચ બાહ્ય દષ્ટિએ અન્ય જીવને ઘાત ન કરે તે પણ તે હિંસક જ છે. આનું કારણ એ છે કે કેવળ દેખાતા બહારના જીવને ઘાત એ કંઈ હિંસક ગણવાનું ખરેખરૂં કારણ નથી.
પ્ર. દેખીતી રીતે હિંસક હોવા છતાં અહિંસક કહેવાય એ તે નવાઈ જેવી વાત છે. તે આ સંબંધમાં વિશેષ ખુલાસો કરશે ?
ઉ૦ બેલાશિક. પ્રાણીની જે અશુભ ભાવના છે–જે એને દુષ્ટ પરિણામ છે એ જ ખરેખરી હિંસા છે. આ અશુભ પરિણામની સાથે કેટલીક વાર મરણઘાતની પ્રવૃત્તિ હેય પણ ખરી અને કેટલીક વાર ન પણ હોય. પરંતુ જ્યારે અને જ્યાં સુધી જેનામાં અશુભ પરિણામ અસ્તિત્વ ભગવે છે ત્યારે અને ત્યાં સુધી તે તે જરૂર જ હિંસક છે; પછી ભલે તે પ્રાણઘાતની પ્રવૃત્તિને આચરતે હોય કે ન પણ આચરતો હોય. અર્થાત્ બાહ્ય દષ્ટિએ હિંસા જણાતી હાય-દેખીતે અપરના પ્રાણુને નાશ થતો હોય પણ જે આ કાર્યની પાછળ પેલી અશુભ વૃત્તિ ન હોય તે તે ઘાતક કંઈ હિંસાની પ્રવૃત્તિ માત્રથી હિંસક ન કહી શકાય. આ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે અહિંસક અને હિંસક શબ્દોને પ્રવેગ તે તે મનુષ્યના શુભ 106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org