SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૩ જલ્પ, વિતષ્ઠા, હેત્વાભાસ, 'છળ, જાતિ, અને નિગ્રહસ્થાન. આ સેળ પદાર્થોને વૈશેષિક દર્શનકારે માનેલા સાત પદાર્થોમાં સમાવેશ થઈ જાય છે. આ વાતની નિર્ણયસાગર મુદ્રણાલયમાંથી ઈ. સ. ૧૯૨૭ માં બહાર પડેલી અને મુક્તાવલી, દિનકરી અને રામરૂદ્રીથી વિભૂષિત એવી કારિકાવલીને ૪૨ મા પૃષગત નિમ્નલિખિત ઉલ્લેખ સાક્ષી પૂરે છે " नन्वन्ये पदार्थाः कथं न सन्ति न्यायसूत्रे षोडशपदार्थनिरूपणादित्याशक्य नैयायिकानामपि मते सप्त पदार्था इत्यविरद्धं षोडशपदार्थानां सप्तपदार्थेषु अन्तर्भूतत्वात् " સેળ પદાર્થોને સાતમાં કેવી રીતે અંતર્ભાવ થાય છે તેને પણ આ પૃષ્ઠમાં તેમજ ત્યાર પછીનાં પૃષ્ઠોમાં વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ તેની અહિંઆ ખાસ આવશ્યકતા નહિ હેવાથી તે સંબંધમાં ઊહાપોહ ન કરતાં ઉપયુક્ત ગ્રન્થ જોઈ જવા ભલામણ કરવામાં આવે છે. જ્યારે હકીકત આમ છે, તો પછી આ સેળ તને પણ જીવ અને અજીવ એ બે તમાં અંતર્ભાવ થઈ જાય છે એમ કહેવામાં ખાસ પ્રમાણ આપવાની જરૂર રહે છે? અદ્વૈત વેદાન્ત દર્શન– અદ્વૈત વેદાન્ત દર્શનકાર એક જ તત્ત્વ-બ્રહ્મતત્વ સ્વીકારે છે. પરંતુ બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે, તે આ ચેતનરૂપ બ્રહ્મતત્વની સાથેસાથે જડ પદાર્થ તેમણે પણ ભાન પડશે. : ૧ પિતાના પ્રતિપક્ષીને પરાસ્ત કરવાના ઉદ્દેશથી જે શબ્દ-રચનાને પ્રયોગ કરવામાં આવે તે “ જલ્પ' છે. ૨ પિતાના પક્ષનું-મન્તવ્યનું સમર્થન કર્યા વિના ગમે તેમ બેલવું તે “વિતષ્ઠા ' છે. આના બળ ઉપર પ્રતિપક્ષીને પક્ષમાં અનેક દૂષણો બતાવવામાં આવે છે, પરંતુ પિતાને પક્ષ સિદ્ધ કરવામાં તેને ઉપયોગ થતો નથી. ૩ અસત્ય હેતુને “ હેવાભાસ' કહેવામાં આવે છે. અન્ય શબ્દમાં કહીએ તો વાસ્તવિક રીતે હેતુ ન હોવા છતાં તેના જે જેમાં આભાસ થાય તે “હેવાભાસ' છે. નાયિકાના મત પ્રમાણે આવા હેત્વાભાસને અસિદ્ધ, વિરૂદ્ધ, વ્યભિચારી, બાધિત (કાલાતીત ) અને સત્રતિપક્ષ એમ પાંચ પ્રકારે છે. શ્વેતાંબર જેને તે આ પૈકી પ્રથમના ત્રણ સ્વીકારે છે. એ સંબંધમાં વિશેષ માહિતી માટે જુએ ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયકુત ન્યાયકુસુમાંજલિનું મારું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૧૪૨-૧૪૩ ). પ્રતિપક્ષીને પરાસ્ત કરવા માટે વિકલ્પ ઉત્પન્ન કરવા તે “ છળ છે; આ છળના વાક-છળ, સામાન્ય-છળ અને ઉપચાર–છળ એમ ત્રણ અવાંતર ભેદે છે. ૫ અસત્ય દૂષણોને આરેપ કરે તે. “ જાતિ ' છે અને તેના એકંદર વીસ પ્રકારે છે. જુઓ આ ગ્રન્થકારકૃતિ તવાખ્યાનને પૂર્વાર્ધ ( પૃ૦ ૧૨૭ ). પ્રતિજ્ઞાહાનિ વગેરેને આશ્રય લઈને વાદીને બેલતે બંધ કરે, તે “ નિગ્રહ સ્થાન છે. બધા મળીને તેના બાવીસ ભેદે છે. જુએ તજ્યાખ્યાનને પૂવોઉં ( કૃ૦ ૧૩૩ ).. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy