SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ગરૂપ જે સૂક્ષમ ભાવના છે તે જાતે જ દેષ રૂપ હોઈ તેનું દેષપણું સ્વાધીન છે અર્થાત્ તેના દેવપણને આધાર સ્થલ પ્રાણુનાશ કે બીજી કોઈ વસ્તુ નથી. સ્થૂલ પ્રાણુનાશ ન પણ થયો હોય કે કેઈને દુઃખ ન પણ દેવાયું હોય, બલકે ઉલટું તેમ કરવા જતાં સામાનું જીવન લંબાયું હોય કે તેના સુખમાં વધારો થયો હોય તે પણ જે તેની પાછળની ભાવના કલુષિત હોય તે તે એકાન્ત દેષ જ ગણવાની, એથી કરીને આવી ભાવનાને શાસ્ત્રકારોએ ભાવ-હિંસા ” યાને “નિશ્ચય-હિંસા” કહી છે. આથી સમજાય છે કે દ્રવ્ય-હિંસાને અર્થ એટલો જ છે કે તેનું દેષપણું બાધિત છે, જ્યારે ભાવ-હિંસાનો અર્થ એટલે જ છે કે તેનું દેષપણું ત્રિકાલ–અબાધિત છે. આટલા વિવેચન પછી એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે છે કે ભલે લ દષ્ટિ ન જઈ શકે પરંતુ તાવિક રીતે પ્રમત્તાગ જ પ્રમત્તયોગજનિત પ્રાણુનાશની કેટિમાં આવતી હિંસા છે. કેવળ પ્રાણનાશને તે આ કટિમાં સ્થાન મળે તેમ નથી.' આ સંબંધમાં ઉપાધ્યાય શ્રીયશોવિજય ધમપરીક્ષા નામના પિતે રચેલા ગ્રંથમાં કહે છે તે જોઈ લઈએ. તેઓ એ નિર્દેશ કરે છે કે જેઓ એમ માને છે કે જે કેવલજ્ઞાનીના હાથે વેગને લીધે જ્યારે પણ જીવવધ થઈ જાય તેને અમે કેવલજ્ઞાની ન માનીએ તેઓ - અસત્યભાષી છે, કેમકે ગવાળા મનુષ્યને હિંસાને સંભવ અનિવાર્ય છે અને એવી હિંસા અશક્ય પરિવારની કેટિની ગણાય છે. હિંસાને સશે ત્યાગ તો તે જ કરી શકે કે જેણે પિતાનાં મન, વચન અને તનની તમામ પ્રવૃત્તિઓને અટકાવી દીધી હોય અને આ મનુષ્ય શરીરધારીની દશામાં હોઈ શકે જ નહિ એટલે ઉપર મુજબની માન્યતા ધરાવનારના કહેવા પ્રમાણે તે સંસારમાં જીવતા એવા પવિત્રમાં પવિત્ર શરીરધારી માટે પણ અહિંસક” શબ્દને વ્યવહાર ન જ થઈ શકે અર્થાત્ તેરમા ગુણસ્થાન સુધી વેગોનું અસ્તિત્વ છે એટલે ઉપર મુજબની માન્યતા પ્રમાણે ત્યાં પણ હિંસા રહેવાની. પરંતુ આ માન્યતા વ્યાજબી નથી, કેમકે હિંસાની વ્યાખ્યામાં પ્રાણુવ્યપરેપણુ કરતાં પ્રમત્ત યોગ અગ્રસ્થાન ભેગવે છે એટલે કે પ્રમત્ત એગ પૂર્વકને જે પ્રાણવધ તેનું જ નામ ખરેખરી હિંસા છે. આથી એ હકીકત પણ ફુટ થાય છે કે જેમનાં વિચાર, વાણી અને વર્તન પવિત્ર છે તે મનુષ્યો અહિંસા ધર્મના પાલક અને ધારક છે એ કથન જ્ઞાનીઓને માન્ય છે. જો ઉપર કહ્યા મુજબ પ્રમત્ત યોગ એ જ હિંસાના દેષપણાનું મૂળ બીજ હોય તે હિંસા ૧ પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું પણ છે કે " अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य सक्षेपः ॥ ४४ ॥ युक्ताचरणस्य सतो रागाद्याधेशमन्तरेणापि । મારિ ગg fહરા પ્રાઇrvivors છ | ” અર્થાત રાગાદિના પ્રાદુર્ભાવનો અભાવ તે “ અહિંસા ” જ છે, જ્યારે રામાદિની ઉત્પત્તિ એ “ હિંસા ' જ છે એ જૈન સિદ્ધાન્તનો સારાંશ છે. ઉપગ પૂર્વક આચરણ કરતો વ રાગાદિ આવેશથી રહિત હોય અને તેનાથી પ્રાણને નાશ થઈ જાય તે તે હિંસા નથી જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy