________________
ક છે
૮૩૮ આસવ-અધિકાર.
[ તૃતીય અદોષપણાને નિર્ણય કરી શકાય. અર્થાત રાગદ્વેષથી ઉદ્ભવતી કલુષિત વૃત્તિ કે બેદરકારી. ચાને પ્રમાદ જેવી અશુભ, અનિષ્ટ અને શુદ્ર ભાવનાથી જ જે પ્રાણુનાશ થાય કે જે દુઃખ દેવાય તે જ હિંસા દેષરૂપ છે, જ્યારે આવી ભાવના વિના થયેલ પ્રાણનાશ કે દુઃખપ્રદાન એ બાહ્ય દૃષ્ટિએ હિંસા ગણાવા છતાં દેષરૂપ ગણાય તેમ નથી. આ રીતે હિંસા અને અહિંસાની વ્યાખ્યામાં સૂકમ દષ્ટિએ વિચાર કરતાં દેષરૂપ હિંસાને ફક્ત પ્રાણનાશ એટલે જ અર્થ ન કરતાં પ્રમત્ત એગ એ મહત્વને અને ખાસ આવશ્યક અંશ એમાં ઉમેરો જોઈએ અને થયું પણ તેમજ છે એ હકીકત સ્પષ્ટ થાય છે.
આ ઉપરથી કદાચ કઈ એવા પ્રશ્નો ઉઠાવે કે પ્રમત્ત યોગ વિના જ પ્રાણુનાશ થાય તે શું તે હિંસા કહેવાય કે નહિ? અને પ્રમત્ત એગ હોવા છતાં જે પ્રાણનાશ ન થવા પામ્યા હોય તે તે હિંસા ગણાય કે નહિ? વળી જે આ બંને હિંસા ગણાય તે તે હિંસા પ્રમત્ત યોગથી ઉદ્દભવેલ પ્રાણુનાશરૂપ હિંસાની કટિમાં આવે કે નહિ?
આને ઉત્તર એ છે કે કેવળ પ્રાણુનાશ સ્થલ હોઈ દશ્ય હિંસા તે છે જ અને કેવળ પ્રમત્ત યોગ એ સૂક્ષ્મ હોઈ અદ્રશ્ય જેવું છે. આ પ્રમાણે આ બંનેમાં દશ્યતા અને અદશ્યતાને ભેદ હોવા ઉપરાંત બીજો એક મહત્ત્વને તફાવત છે કે જેના ઉપર હિંસાનું દેષપણું અને તેનું અદેષપણું અવલંબિત છે. પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દોષ જ છે એવો એકાન્તિક નિયમ નથી, કેમકે એનું દેષપણું પરાધીન છે. હિંસાનું દેષપણું હિંસકની મલિન વૃત્તિને અધીન છે. જે આ વૃત્તિ યાને ભાવના મલિન હોય તે તેને લીધે થયેલે પ્રાણુનાશ દોષ છે જ; અને જે ભાવના તેવી ન હોય તે એ પ્રાણનાશ ષ નથી જ. આથી કરીને તે શાસકારોએ આવી હિંસાને “ દ્રવ્ય-હિંસા” અથવા “વ્યાવહારિક હિંસા” કહી છે. પ્રમત્ત
अध्नन्नपि भवेत् पापी, निघ्नन्नपि न पापभाक ।
અમદાનવિરાળ, ચણા ધીરદ છે ” અર્થાત આ જગતમાં એવી એકે ક્રિયા નથી કે જે હિંસાથી મુક્ત હોય, પરંતુ અહીં મુખ્ય અને આનષગક ( ગૌણ ) ભાવની વિશેષતાથી તફાવત પડે છે એટલે હિંસા અને અહિંસાની વ્યવસ્થા આ ભાવે ઉપર નિર્ભર છે. એક મનુષ્ય બીજાના પ્રાણનો ઘાત ન કરવા છતાં પણ હિંસાના પરિણામને વશ થયેલો હોવાથી પાપી છે–હિંસક છે, જ્યારે બીજો અન્યના પ્રાણુને વિનાશક હોવા છતાં હિંસાના પરિણામથી અલિપ્ત હે પાપને ભાગી નથી–અહિંસક છે. દાખલા તરીકે માછી જ્યારે માછલાં પકડવા માટે જાળને હાથમાં લઈને જતો હોય છે ત્યારે તેના પરિણામ હિંસક હોવાથી તે સમયમાં તે બાહ્ય હિંસાનો ભાગી ન હોવા છતાં હિંસાના પરિણામની મુખ્યતાને લઈને હિંસક છે જ્યારે ખેડત ખેતર ખેડવામાં અને ખેતી સંબંધી અન્ય આરંભમાં પ્રવૃત્ત હાઈ બાથ દૃષ્ટિએ હિંસક હોવા છતાં અનેક જીવોના પ્રાણ લેવાની તેની ભાવના નહિ હોવાથી એ વ્યવહારથી અહિંસક છે. આથી એ પણ ફલિત થાય છે કે ગૃહસ્થ જીવનનિર્વાહ માટે ખેતી કરે છે તે નિભાવી લેવાય તેમ છે. અર્થાત કે તેમાં હિંસા રહેલી છે, પરંતુ એનો નિર્વાહ એ સિવાય અશક્ય પ્રાય હેવાથી લૌકિક વ્યવહારમાં તે હિંસાને ભાગી ઠરતો નથી.
૧-૨ જેથી હૃદય કમળ મટી કઠોર બને અને સ્કૂલ જીવનની તૃષ્ણ વધે તે હિંસાનું દેવુંપણ છે અને જેથી હૃદયની કઠોરતા ઘટી કોમલતા વધે, સહજ પ્રેમભાવ પ્રકટે અને આંતરિક જીવનમાં જરા પણ ખલેલ ન પહોંચે તે હિસાનું અદેષપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org