________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા.
૮૩૭ (નુકસાન) થતું નથી, વાસ્તે એ પ્રાણુવિ અધમ ન ગણાય. આ દલીલને ઉત્તર એ છે કે આ કથન યુક્તિયુક્ત નથી; કેમકે પ્રાણુવિયેગ થતાં આત્માને દુઃખ થાય છે, તેથી અધર્મ યાને પાપ સિદ્ધ થાય છે.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ તરી આવે છે કે દ્રવ્ય-હિંસા દુઃખરૂપ છે અને પ્રાણવિયેગ એ દુઃખનું સાધન છે, એથી એ પણ દ્રવ્ય-હિંસા ” કહેવાય છે. આ દ્રવ્ય-હિંસા પણ ભાવહિંસા વિના “હિંસા ” ગણાય નહિ. હિંસાના લક્ષણની મીમાંસા
પ્રસ્તુતમાં હિંસાના લક્ષણની પૂતિ બે અંશેથી થયેલી છે. એક અંશ તે “પ્રમત ગ” છે યાને મદિરાપાન, વિષયાસક્તિ, વિકથા, નિદ્રા, કષાય ઈત્યાદિ પ્રમાદરૂપે પરિણમેલ આત્માના કાયિક, વાચિક અને માનસિક વ્યાપારે છે, અને બીજો અંશ પ્રણવ્યપરપણ છે યાને પ્રાણને વિયાગ અર્થાત વિનાશ છે. આ પ્રમાણેના બે અંશમાં પ્રથમ અંશ કારણરૂપે છે, જ્યારે બીજે અંશ કાર્યરૂપે છે. એથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે પ્રાણવધ“પ્રમત્ત એગને લીધે જ થાય તે જ હિંસા” છે.
કેઈને દુઃખ દેવું કે કોઈના પ્રાણ લેવા એનું નામ “ હિંસા છે એવી સુપ્રસિદ્ધ અને સૌ કેઈ સમજી શકે તેવી હિંસાની વ્યાખ્યા ન કરતાં તેમાં પ્રમત્ત ગરૂપ જે અંશ ઉમેરવામાં આવ્યા છે તે સકારણ છે, અને તે નીચે મુજબના ત્રણ પ્રશ્નોને ઉત્તર પૂરું પાડે છે –
(૧) અહિંસાના પક્ષપાતીઓ પણ જીવન તે ધારણ કરે છે અને એ જીવન એ કેઈને કેઈ પ્રકારની હિંસા વિના નીલી શકે તેમ નહિ હેવાથી તેમના તરફથી પણ હિંસા થાય છે તે શું એ હિંસા દેષરૂપ નથી ?
(૨) જ્યાં સુધી અહિંસાના હિમાયતીઓ ભૂલ અને અજ્ઞાન જેવી સામાન્ય માનુષી વૃત્તિઓને અધીન છે ત્યાં સુધી તેમનાથી પણ ભૂલથી કે અજાણપણે કેઈના પ્રાણને નાશ થવાને સંભવ છે. શું આ પ્રાણનાશ હિંસાદેષ તરીકે ગણાય છે ?
( ૩ ) કેટલીક વાર અહિંસક વૃત્તિવાળા મનુષ્ય કેઈને બચાવવા કે તેને સુખી કરવાના ઇરાદાથી પ્રયત્ન કરે છે અને પરિણામ એથી વિપરીત આવે છે એટલે કે સામાના રામ રમી જાય છે તે આવી પરિસ્થિતિમાં એ પ્રાણુનાશની હિંસાદેષમાં ગણત્રી થાય ખરી ?
આના ઉત્તર તરીકે સૌથી પ્રથમ તે એ જ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે કે પણ પ્રકારની કાચિકાદિ પ્રવૃત્તિ દ્વારા કેઈના પ્રાણને નાશ થાય કે તેને દુઃખ ઉપજે એટલે તે હિંસા દેષરૂપજ છે એમ ન કહી શકાય; કેમકે આ પ્રાણુનાશ કે દુઃખપ્રદાનની પાછળ કેવી મનેદશા રહેલી છે, કેવી ભાવના પિષાયેલી છે તે તપાસીને જ તેવી હિંસાના ષપણું કે ૧ યશસ્તિલક (ઉ. પૃ. ૩૩૫ ) માં કહ્યું પણ છે કે
सा क्रिया काऽपि नास्तीह, यस्यां हिंसा न विद्यते । વિગેરે પt st-5 નાઇથrger |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org