________________
૮૩૪
આસવ-અધિકાર
[ તૃતીય
"આટ્સના વિભાગને હેતુ–
તત્વાર્થને અનુસરીને પ્રસ્તુત ગ્રંથકારે પ્રત્યેક મૂળ પ્રકૃતિના જુદા જુદા આસ ગણાવ્યા છે. આથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દાખલા તરીકે શું જ્ઞાન પ્રદેષાદિ ગણાવેલ આસ્ત્ર કેવળ જ્ઞાનાવરણીય કર્મના જ બંધક છે કે એ સિવાયનાં અન્ય કર્મના પણ તે બંધક છે? જે એક કમ પ્રકૃતિના આસ અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હોય તે દરેક પ્રકૃતિના નિરનિરાળા આસો ગણાવવાનું કશું કારણ જણાતું નથી–એ વર્ણન બધું નકામું સમજાય છે, કેમકે ગમે તે એક કર્મપ્રકૃતિના જે આસરે છે તે બીજી કમપ્રકૃતિના પણ આવે છે જ. એમ તે કહી શકાય તેમ નથી કે કઈ એક કર્મપ્રકૃતિના ગણવેલ આવે તે ફક્ત તે જ કર્મ પ્રકૃતિના આવે છે, નહિ કે બીજીના; કેમકે એથી શાસ્ત્રીય ખાધ ઉદ્ભવે છે. શાસ્ત્રને નિયમ એવો છે કે સામાન્ય રીતે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓને બંધ સમકાલે થાય છે. આ નિયમ મુજબ જ્યારે જ્ઞાનાવરણીયને બંધ થતું હોય તે વેળા પણ બીજી વેદનીયાદિ છ પ્રકૃતિનો પણ બંધ થાય છે, એમ માનવું પડે છે. આસવ તે એક એક કર્મપ્રકૃતિને એક સમયે હોય અને બંધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરોધી કમપ્રકૃતિએને તે વખતે થાય. એટલે અમુક આસ અમુક કર્મ પ્રકૃતિના જ બંધક છે એ પક્ષ શાસ્ત્રીય નિયમથી બાધિત થાય છે આથી પ્રકૃતિ દીઠ આસને વિભાગ પાડવાને શો હેતુ છે એ પ્રશ્ન જરૂર ઉદ્ભવે છે.
આને ઉત્તર એ છે કે અહીં જે આસન વિભાગ દર્શાવવામાં આવ્યું છે તે અનુભાગબંધને ઉદ્દેશીને ચાને રસ-બંધને આશ્રીને સમજવાનું છે. અર્થાત કોઈ પણ એક કમપ્રકૃતિના આસવના સેવનના વખતે તે કમપ્રકૃતિ ઉપરાંત અન્ય પણ કર્મ પ્રકૃતિઓને બંધ થાય છે. આ શાસ્ત્રીય નિયમ કેવળ પ્રદેશબંધને જ ઉદ્દેશીને સમજવાને છે, નહિ કે અનુભાગબંધને ઉદ્દે શીને. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સેવાનો વિચાર એ પ્રદેશબંધની અપેક્ષાએ નથી, કિન્તુ અનુભાગ-બંધની અપેક્ષાએ છે. એથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂર્વોક્ત શાસ્ત્રીય નિયમ અબાધિત રહે છે તેમજ પ્રકૃતિ વાર ગણવેલ આવે, માત્ર તે તે કમપ્રકૃતિને અનુભાગબંધમાં જ નિમિત્ત હેવાથી અત્ર દર્શાવેલ આસ્રવેને વિભાગ પણ અબાધિત રહે છે–સપ્રજન કરે છે.
જો કે આ પ્રમાણેના ઉત્તરથી શાસ્ત્રીય નિયમની સફલતા અને પ્રસ્તુત આસવના વિભાગની સહેતતા જળવાઈ રહે છે, તેમ છતાં એટલી વિશેષતા ધ્યાનમાં રાખવી ઘટે છે કે અનુભાગબંધને આશ્રીને આમ્રવના વિભાગની જે સકારણુતા સિદ્ધ કરાઈ છે તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવું. એટલે કે જ્ઞાનપ્રદેષાદિ આસ્ત્રના સેવનના વખતે જ્ઞાનાવરણીય કર્મના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે અને તે વખતે બંધાતી અન્ય કર્મ પ્રકૃતિઓના અનુભાગને બંધ ગણપણે થાય છે. એમ તે માનવું મુશ્કેલ છે કે એક સમયે એક જ કર્મ
ના અનભાગનો બંધ થાય છે અને બીજી પ્રકૃતિના અનભાગને બંધ થતો જ નથી. કેમકે જે સમયે જેટલી કમપ્રકૃતિએને પ્રદેશબંધ વેગ દ્વારા સંભવે છે તે જ સમયે કષાય દ્વારા તેટલી
૧ જુઓ તત્વાર્થસૂત્રનું વિવેચન (પૃ. ૨૯૪૨૯૬ ).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org