SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય અર્થાત જિનેવરના શાસ્ત્રને અનુસરનારા શ્રતધર, બાળ, વૃદ્ધ, તપસ્વી, શિક્ષક ( નવીન દીક્ષિત), પ્લાન વગેરે મુનિઓને સંયમ પાળવા માટે તેમજ શ્રતને અભ્યાસ કરવા માટે વસ્ત્ર, પાત્ર, આહાર, જળ વગેરે પૂરાં પાડવા તે “પ્રવચન-વાત્સલ્ય” છે. અથવા દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે (જેમ ગાય વાછરડા ઉપર નિષ્કામ પ્રેમ રાખે છે તેમ) સાધમિક ઉપર સ્નેહ રાખે તે “ પ્રવચન-વાત્સલ્ય” છે. આ પ્રમાણે આપણે તીર્થંકરનામકર્મના આસને વિચાર કર્યો. એટલે કે શુભ કાર્ય કરવાથી તીર્થકર થવાને સુવર્ણ વેગ પ્રાપ્ત થાય તે આપણે અત્યાર સુધી વિચાર્યું. આના સારાંશરૂપે એક વાત નેંધી આ પ્રકરણ પૂર્ણ કરીએ. તીર્થકર-નામ-કર્મની અપૂર્વ ચાવી તીર્થંકરનામકને નિકાચિત બંધ થાય તે માટે અનુપમ ભાવનાની જરૂર છે. આ ભાવના તે કઈ તે દર્શાવતાં શાસ્ત્રકાર કર્થ છે કે– " यो भावी भगवस्तीर्थकृत् स औपशमिकाद्यन्यतमसम्यक्त्वावाप्तौ सत्यां सकलस्यापि संसारस्यादिमध्यावसानेष्वत्यन्तं नैर्गुण्यमवधार्य महाशयस्तथाभव्यत्वविशेषयोगत एवं चिन्तयति-अहो चित्रमेतत् यत् सत्यपि पारमेश्वरप्रवचने स्फुरत्तेजसि दुःखपरीतचेतसो जन्तवः संसारगहने महामोहान्धकारविलुप्तसत्पथे मूढमनस्का उच्चैः परिभ्रमन्ति, सदहमेतान् अतः संसारादनेन प्रवचनेन यथायोगमुत्तारयामीति । एवं च चिन्तयित्वा स महात्मा सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्धमानमहाशयो यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते । तत इत्थं सत्त्वानां तत्कल्याणसम्पादनेनोपकारं कुर्वस्तीर्थकरनाम समुपायं परं सत्त्वार्थ साधनं तीर्थकरस्वમાનતિ | ” અર્થાત્ જે જીવ ભવિષ્યમાં ભગવાન તીર્થકર થનાર હોય છે તે મહાશય ઔપશમિકાદિ સમ્યક પૈકી ગમે તે એક સમ્યકત્વ પામીને તેમજ પ્રારંભમાં, મધ્યમાં કે અન્તમાં સમગ્ર સંસારની અતિશય નિર્ગુણતા (અસારતા)ને નિશ્ચય કરીને તે પ્રકારના ભવ્યત્વના યોગથી એમ વિચાર કરે છે કે અહે આ એક આશ્ચર્ય છે કે પરમ ઈશ્વર (શ્રી જિનેશ્વર દેવાધિદેવ)નું કુરાયમાણ તેજવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં દુઃખથી વ્યાપ્ત ચિત્તવાળાં પ્રાણીઓ મહામેહરૂપ અંધકારથી જેને વિષે સન્માર્ગ વિલુપ્ત થયા છે એવા ગહન સંસારમાં મનવાળાં ૧ સમાન ધર્મ પાળનાર, જૈનધર્મી. Master-key. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy