SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૮૨૯ અજ્ઞાન વગેરે ભાવ-વસ્તુઓના ત્યાગ માટે ભાવ પૂર્વક કરવું જોઈએ, કેમકે જે દ્રવ્ય-ત્યાગ ભાવત્યાગ પૂર્વક ભાવ-ત્યાગ માટે કરાતું નથી તે ત્યાગ આત્માના ગુણની પ્રાપ્તિ કે તેના વિકાસ માટે કામમાં આવતો નથી. આવશયક-વૃત્તિના ૮૪૭ મા પત્રમાં કહ્યું છે તેમ શ્રદ્ધા, જ્ઞાન, વન્દન, અનુપાલન, અનુભાષણ અને ભાવ એ છએ શુદ્ધિઓથી યુક્ત પ્રત્યાખ્યાન શુદ્ધ છે. આવા પ્રત્યાખ્યાનથી આત્મિક ગુણની પ્રાપ્તિ તેમજ વિકાસ થતો હોવાથી એને “ગુણધારણ” પણ કહેવામાં આવે છે, કેમકે એ દ્વારા અનેક ગુણ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી આસવને નિરોધ થાય છે અને સંવરને ઉદય થાય છે. સંવરથી તૃષ્ણાને સંહાર થાય છે અને એ સંહારથી અવર્ણનીય સમભાવ પ્રકટે છે કે જેના વડે ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે.' છ આવશ્યક ક્રિયાના સંબંધમાં એના કમની સ્વાભાવિકતા અને ઉપપત્તિ, એ ક્રિયાઓનું નિશ્ચય-દષ્ટિએ અને વ્યવહાર-દષ્ટિએ મહત્તવે વગેરે ઘણું કહી શકાય તેમ છે, પરંતુ હાલ તુરત તે ગ્રન્થગૌરવના ભયથી એ પરત્વે ઊહાપોહ ન કરતાં તેના જિજ્ઞાસુને પં. સુખલાલજીએ રચેલ “નવકાર મંત્ર યા પંચપરમેષ્ઠિ અને આવશ્યક પ્રતિકમણનું રહસ્ય”નામક નિબંધ કે જે સુઘોષાની ભેટરૂપે પ્રસિદ્ધ થયેલ છે તે જોઈ લેવા ભલામણ છે. માર્ગ પ્રભાવનાનું લક્ષણ मानं परित्यज्य सम्यग्दर्शनादिमार्गस्य करणकारणोपदेशद्वारा કારા મામાવાળા ઢક્ષણમ્ (રૂ૫૪) અર્થાત અભિમાનને ત્યાગ કરી સમ્યગ્દર્શનાદિરૂપ મેક્ષના માર્ગનું આચરણ કરીને યા કરાવીને ઉપદેશ દ્વારા તેને પ્રકાશ કરે એટલે કે એ માર્ગને પોતે જીવનમાં ઉતારી અને બીજાને તેને ઉપદેશ આપી તેનો પ્રભાવ વધારો તે “ માગ–પ્રભાવના છે. પ્રવચન વાત્સલ્યનું લક્ષણ अर्हच्छासनानुष्ठायिनां श्रुतधरबालवृद्धतपस्विशैक्षकग्लानादीनां संयमानुष्ठानश्रुताध्ययनाद्यर्थं वस्त्रपात्रभक्तपानादिप्रदानं, द्रव्यभावतः साधर्मिकस्नेहकरणरूपत्वं वा प्रवचनवात्सल्यस्य लक्षणम् । (३९५) સ્તંભદોષ અને કુષ્યદેવને તેમજ ભમરદોષ અને અંગુલીષને પણ જુદા ગણીએ તો કુલ ૨૧ દે થાય. આ દેષો પૈકી આઠમ, નવમે અને અગ્યારમે એ ત્રણ દેષ મહાસતી સાવીને ન લાગે, કેમકે તેમને દેહ તે વસ્ત્રથી આવૃત હોય જ. આ ત્રણ દોષ ઉપરાંત વધૂદોષ શ્રાવિકાને ન લાગે. આ દેજોની વિશેષ માહિતી માટે જુઓ ચઇયવંદણમહાભાસ ( ગ. ૪૭૮-૪૯૬ ). અથવા શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત એની સજઝાય. ૧ જુઓ આવશ્યક-નિયુક્તિ ( ગા. ૧૫૯૪–૧૫૯૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy