SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮ આસવ-અધિકાર. [ તૃતીય ત્સર્ગ છે. એની યથાર્થતામાં વધે ન આવે તે માટે ઘેટકાદિ ૧૯ દે દૂર કરવા જોઈએ. આ દેના નિવારણ પૂર્વકના કાયોત્સર્ગથી દેહ અને બુદ્ધિની જડતા દૂર થાય છે, કેમકે એ દ્વારા વાયુ વગેરે ધાતુઓની વિષમતા દૂર થઈ પરિણામે બુદ્ધિની મંદતા હઠી જાય છે અને વિચારશક્તિને વિકાસ થાય છે. વિશેષમાં અનુકૂળ અને પ્રતિકૂળ સગામાં સમભાવ રાખવાની શક્તિ પ્રાપ્ત કરવાનું યાને સુખદુઃખતિતિક્ષા કેળવવાનું આ ઉત્તમ સાધન છે. વળી કાયત્સર્ગ દ્વારા ભાવના અને ધ્યાનના અભ્યાસને પુષ્ટિ મળે છે તેમજ કાર્યોત્સર્ગ દરમ્યાન અતિચારનું ચિંતન રૂદ્ધ રીતે થઈ શકે છે. આ પ્રમાણે કાર્યોત્સર્ગથી અનેક લાભે થતા હોવાથી એ મહત્ત્વની ક્રિયા છે. કાયોત્સર્ગની અંદર લેવાતા એક સેલ્ફસનું કાલપ્રમાણુ ૩૨ અક્ષરના એક બ્લેકના એક ચરણના ઉચ્ચારના કાલપ્રમાણ જેટલું છે. પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને અર્થ “ત્યાગ” છે. વસ્તુઓના બે પ્રકારે હેઈ આના પણ બે પ્રકારે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ત્યાગ કરવા લાયક વસ્તુઓ દ્રવ્ય અને ભાવ એમ બે જાતની છે. તેમાં ધાન્ય, ધન, વસ્ત્ર ઇત્યાદિ બાહ્ય વસ્તુઓ દ્રવ્યરૂપે છે, જ્યારે અજ્ઞાન, અસંયમ, કષાય ઈત્યાદિ ભાવિક પરિણામરૂપ આન્તરિક વસ્તુઓ ભાવરૂપે છે. ધાન્યાદિ બાહ્ય વસ્તુઓને ત્યાગ પણ ૧ જુઓ આવશ્યક-નિયુક્તિની ૧૫૪૬ મી ગાથા. ૨ આવશ્યક-નિર્યુક્તિની ૧૫૪૬ મી અને ૧૫૪૭ મી ગાથામાં ગણાવ્યા મુજબ તે નીચે પ્રમાણે છે – (૧) ઘટક દેવ-ઘોડાની જેમ વાંકે પગે ઊભા રહેવું. ( ૨ ) લતા દે–પવનથી જેમ વેલ હાલે તેમ વારંવાર કંપવું. (૩) સ્તંભ દેષ-થાંભલાને કે ભીંતને અઢેલીને ઊભા રહેવું. (૪) માલ દોષ–ઉપરના માળે માથું અડકાવી રહેવું. (૫) શબરી દોષ વસ્ત્રથી રહિત ભીલડી જેમ ગુહ્ય ભાગ ઉપર હાથ રાખે તેમ એ ભાગ ઉપર બે હાથ રાખવા. ( ૬ ) વધૂ -નવપરિણીત વધૂની પેઠે નીચું માથું રાખવું. ( 9 ) નિગડ દેષ-બેડી ઘાલ્યાની માફક પગ પહોળા રાખવા અથવા બે પગની પાની મેળવવી. ( ૮ ) લંબોત્તર દેજ-નાભિથી ઉપર અને નીચે જાનુ સુધી ચેલ૫૬ ( વસ્ત્ર ) પહેરવું. (૯) સ્તન દેષ-સ્તનને ઢાંકવામાં આવે છે તેમ ડાંસ વગેરેના ભયથી હૃદયને ચલપટ્ટાદિ વડે ઢાંકવું. ( ૧૦ ) ઉધિ દોષ- ગાડાની ઉધની પેઠે પગના બે અંગુઠા મેળવીને પાછલી પાનીના ભાગ તરફ બંને પગ વિસ્તારવા. ( ૧૧ ) સંયતિ દોષ-મહાસતીની પેઠે બંને ખભાને વસ્ત્રથી ઢાંકવા. ( ૧૨ ) ખલણ દોષઘોડાના ચેકડાની પેઠે રજોહરણુ વાંકું રાખવું. ( ૧૭ ) વાયસ દેષ-કાગડાની પેઠે આંખના ડોળા આમ તેમ ફેરવવા, નેત્રથી ચાળા કરવા. (૧૪) કપિત્થ દેષ-ભમરાની બીકથી કાઠની પેઠે વસ્ત્ર કરવું એટલે કે પહેરવાના વસ્ત્રને ગેટ કરી બે પગની વચ્ચે રાખો, વસ્ત્ર સંકેલી લેવું. ( ૧૫ ) શિરકંપ દેષખૂબ માથું ધૂણાવવું. ( ૧૬ ) મૂક દે--મુગાની માફક હું હું કરવું. ( ૧૭ ) જમરાંગુલી દેશ-નવકાર કે લોગસ્સ ગણવા માટે ભમર કે આંગળી હલાવવી. ( ૧૮ ) વારુણી દોષ-દારૂ પીધો હોય તેની જેમ બડબડવું. (૧૯) પ્રેક્ષા–કારણ વિના વાંદરાની માફક આમ તેમ હેઠ હલાવવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy