SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ આહુત દર્શન દીપિકાં. ૮૭ આવશ્યક-નિયુક્તિ ( ગા. ૧૨૩૩ )માં સૂચવ્યા મુજબ પ્રતિચરણ, પરિહરણ, વારણુ, નિવૃત્તિ, નિન્દા, ગાઁ અને શેાધિ એ પ્રતિક્રમણના પર્યાયાત્મક શબ્દો છે. દરેક પર્યાના પરમા સમજાય તે માટે એકેક શબ્દની વ્યાખ્યા ઉપર એક એક મનેારજક અને અસરકારક દૃષ્ટાંત પણ એ નિયુક્તિ ( ગા, ૧૨૪૨ )ની વ્યાખ્યામાં આપેલુ' છે.ર ઉલ્લાસ ] પ્રતિક્રમણના સામાન્ય અર્થ પાછા ફરવુ' એટલે એક સ્થિતિમાંથી ફરી મૂળ સ્થિતિમાં આવવુ' એટલેા જ છે, આથી અશુભ યાગના ત્યાગ કરી શુભ ચેાગને પ્રાપ્ત કરી ફરી અશુભ ચેગમાં આવવું' તે પણ ‘ પ્રતિકમણુ ’ કહી શકાય. મા માટે તે આવશ્યક-વૃત્તિના પપર મા પત્રમાં સૂચવ્યા મુજબ પ્રતિક્રમણના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડે છે. પ્રસ્તુતમાં પ્રશસ્ત પ્રતિકમણના જ ઉલ્લેખ સમજવા, કેમકે અત્ર અન્તર્દષ્ટિનો જ અધિકાર ચાલે છે. પ્રતિક્રમણના પ્રકારો— પ્રતિક્રમણના દૈવસિષ્ઠ, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચે ભેદ પ્રાં ચીન અને શાસ્ત્રસંમત પણ છે, કેમકે ધમધુર’ધર શ્રીભદ્રબાહુસ્વામીએ પણ એને નિર્દેશ આવચક—નિયુક્તિ ( ગા, ૧૨૪૭)માં કરેલા છે. વળી પ્રતિક્રમણના કાલ–ભેદની દ્રષ્ટિએ ત્રણ પ્રકારા પણ કહ્યા છેઃ (૧ ) ભૂતકાળમાં લાગેલા ઢાષાની આલેચના કરવી, ( ૨ ) સવરના સેવન દ્વારા વમાનકાળના દોષથી ખચવું, અને ( ૩ ) પ્રત્યાખ્યાન દ્વારા ભવિષ્યકાળના દોષોને રાકવા. વિશેષમાં પ્રતિક્રમણના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. જે ક્રિયા લાકોને બતાવવા માટે કરવામાં આવે તે ‘ દ્રવ્ય-પ્રતિક્રમણ ' છે. વળી દોષનુ પ્રતિક્રમણ કર્યા પછી પણ તે તે દોષનુ વારંવાર સેવન કરવું તે પણ ‘દ્રવ્ય-પ્રતિક્રમણ ’ છે. આ દ્રવ્ય-પ્રતિક્રમણ તૈય છે, ઉપાદેય નથી; કેમકે દ્રવ્ય-પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ થવાને બદલે ધૃષ્ટતા દ્વારા અનેક દાષાની પુષ્ટિ થાય છે.” મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રશસ્ત ચેાગ એ ચારનું પ્રતિક્રમણ તે વાસ્તવિક પ્રતિક્રમણ છે. એટલે કે મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું, અવિરતિ તજીને વિરતિ અંગીકાર કરવી, કષાયને તિલાંજલિ આપી ક્ષમાદિ ગુણા પ્રકટાવવા અને સ'સારવર્ધક વૃત્તિને ત્યજી દઈ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું. આ ભાવ-પ્રતિક્રમણ છે અને એ જ ઉપાદેય છે. કાયાત્સગ — ધમ' કે શુક્લ ધ્યાન માટે એકાગ્ર ચિત્ત કરી શરીર ઉપરથી મમતાને ત્યાગ કરવા તે ‘કાચા Jain Education International पडिकमणं पडियरणा परिहरणा वारणा नियती य । निंदा गरिहा सोही पडिकमणं अट्ठद्दा होइ || १९३३ ॥ [ प्रतिक्रमणं प्रतिचरणा परिहरणा वारणा निवृत्तिश्च । निन्दा गर्दा शोधिः प्रतिक्रमणमष्टधा भवति ॥ | ૨ આ સંબંધમાં જુએ પ્રતિક્રમણગભ હેતુ. ૩ જીએ આવશ્યક–વૃત્તિનું ૫૫૧ સુ” પત્ર. ૪ વિચાર। કુંભાર અને ક્ષુલ્લક સાધુ સંબંધી ઉદાહરણું. ૧ * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy