________________
८२६ આસવ-અધિકાર
[ nતીય તેમ જે ભાવલિંગથી યુક્ત હોય, પરંતુ દ્રવ્યલિંગથી રહિત હોય તેવા પ્રત્યેકબુદ્ધાદિને વન્દન કરી શકાતું નથી. જેમ ચાંદી અશુદ્ધ હેય, કિન્તુ તેના ઉપરની છાપ બરાબર હોય તે પણ તે સિકકા ચાલતું નથી તેમ દ્રવ્યલિંગથી યુક્ત હોય પરંતુ ભાવલિંગ ન હોય તો તેવા પાર્થસ્થાદિ પાંચ પ્રકારના કુસાધુઓને વન્દન કરવું ઉચિત નથી. ચાંદી અશુદ્ધ અને વળી છાપ પણ બરાબર ન હોય તે તે સિદ્ધ કશા કામમાં આવતું નથી તેમ જે દ્રવ્યલિંગ અને ભાવલિંગ એમ ઉભય લિંગથી રહિત હોય તે સાધુ સર્વથા અવન્ત છે. ચાંદી શુદ્ધ હોય અને સાથે સાથે એના ઉપરની છાપ પણ બરાબર હોય તે તે સિકકે ગ્રાહ્ય છે તેમ જે દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેથી વિભૂષિત હોય તે જ ખરેખર વા છે.
અવન્તને વદન કરવાથી શું ફળ?—
અવાને વન્દન કરવાથી તેમ કરનારાને કર્મની નિર્જરા થતી નથી કે કીર્તિ પણ મળતી નથી; કિન્તુ એ વન્દન અસંયમાદિ દોષના અનુમોદનરૂપ બનવાથી તેને કમબંધ જ થાય છે.' વળી અવન્દને વન્દન કરવાથી વન્દન કરનાર જ દૂષિત બને છે એમ નહિ, પરંતુ ગુણ પુરુષ દ્વારા પિતાને વન્દન કરાવવાથી અસંયમની વૃદ્ધિ દ્વારા અવન્દનું પણ અધ:પતન થાય છે.
વન્દન સમયે ટાળવાના બત્રીસ જેનું અત્ર વર્ણન ન કરતાં આવશ્યક-નિયુક્તિ (ગા. ૧૨૯૭-૧૨૧૧) જોઈ લેવા ભલામણ છે. પ્રતિકમણ–
પ્રમાદ યાને અજાગૃત દશાને લીધે જીવ અશુભ ગ (વ્યાપાર) કરે તે તેને ફરીથી શુભ ચોગ પ્રાપ્ત કરાવવો તે “પ્રતિક્રમણ” છે. તેમજ અશુભ યોગને ત્યજીને ઉત્તરોત્તર શુભ ગમાં વર્તવું એનું નામ પણ “ પ્રતિક્રમણ” છે. આવશ્યક સૂત્રના ૫૫૧ મા પત્રમાં કહ્યું
" स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः ।
तत्रैव क्रमणं भूयः, 'प्रतिक्रमण 'मुच्यते ॥ प्रति प्रति वर्तनं वा, शुभेषु योगेषु मोक्षफलदेषु । निःशल्यस्य यतेयंत् , तद् वा ज्ञेयं 'प्रतिक्रमणाम् ॥"
અથૉત્ પ્રમાદને વશ થયેલ આત્મા પિતાના સ્થાનથી પરસ્થાનને વિષે ગયો હોય તેને ત્યાંથી પાછા ફેરવી પિતાના સ્થાનમાં લાવે તે “પ્રતિક્રમણ કહેવાય છે. શલ્યથી રહિત એવા મુનિનું મોક્ષરૂપ ફળ દેનારા શુભ યોગને વિષે વારંવાર વર્તન તે પણ પ્રતિકમણ” જાણવું.
૧-૨ અનુક્રમે સરખાવો આવશ્યક-નિયુક્તિની ૧૧૦૮ મી અને ૧૧૧૦ મી ગાથાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org