SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ८२४ આસ્રવ અધિકાર [ તૃતીય મૂર્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાયમાં તે આવશ્યક સૂત્ર અને વિધિને કમ આજ સુધી પ્રાચીન પ્રમાણે જ ચાલ્યો આવે છે, જોકે સ્થાનકવાસી (અમૂર્તિપૂજક) શ્વેતાંબર સંપ્રદાયની વાત જુદી છે. પં. સુખલાલજી સૂચવે છે તેમ આ સ્થાનકવાસી સંપ્રદાયમાં કેટલાં સૂત્રોમાં કાપકૂપ કરવામાં આવી છે તેમ તે ક્રિયાની પ્રાચીન વિધિમાં પણ કાપકૂપ કરવામાં આવી છે. સામાયિકાદિનું સ્વરૂપ રાગદ્વેષને વશ ન થતાં સમભાવમાં રહેવું અર્થાત્ મધ્યસ્થભાવ રાખ એટલે કે અન્ય જેને પિતાના સમાન ગણવા તે “સામાયિક છે. જુઓ આવશ્યક-નિયુક્તિ (ગા. ૧૦૩૨) આ સામાયિકના (૧) સમ્યકત્વ-સામાયિક, (૨) શ્રુત-સામાયિક અને (૩) ચારિત્ર-સામાયિક એમ ત્રણ ભેદ છે, કેમકે સમ્યકત્વ, શ્રુત અને ચરિત્ર એ ત્રણ જ સમભાવમાં સ્થિર રહેવામાં સાધનરૂપ છે. ચારિત્ર-સામાયિકના દેશ અને સર્વ એમ બે પ્રકારો છે. તેમાં પ્રથમ પ્રકારનું સામાયિક ગૃહસ્થાને હોય છે, જ્યારે બીજા પ્રકારનું સાધુઓને હોય છે. જુઓ આવશ્યક-નિર્યુક્તિ ( ગા. ૭૯). સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાન્તિ, સુવિહિત ઈત્યાદિ શબ્દ સામાયિક શબ્દના સમાન અર્થવાળા છે એટલે કે એ એના પય છે. જુઓ આવશ્યક-નિર્યુક્તિ (ગા. ૧૦૩૩). १ “ आओवमा परदुक्खमकरणं रागदोसमझत्थं । નાઇrrદતિ તરસાદ મા મારામi | ૨૦૧૨. '' [ आत्मोपमया परदुःखाकरणं रागद्वेषमाध्यस्थ्यम् । ज्ञानादिधिकं तस्यात्मनि प्रोतनं भावसामादौ ॥1 સામાયિક સભ્યત્વે ચારિત્ર સવ 3 "सामावरं च तिविहं सम्मत्त सुयं तहा चरितं च । દુષિ રેલ અનrvમારિયું વેર છે ”-વિશેષા. ગા. ૨૬૭૩ [सामायिकं च त्रिविधं सम्यक्त्वं श्रुतं तथा चारित्रं च । विविधमेव चारित्रमागारिकमनागारिकं चैव ॥ ] ४ “ समया सम्मत्त पसत्थ संति सुविहिअ सुहं अनिंदं च ।। अदुगुंछिअमगरिहि अणवज मिमे वि एगट्ठा ॥ १०३३ ॥" [समता सम्यक्त्वं प्रशस्तं शान्तिः सुविहितं सुखमनिन्दा च । अदुर्गञ्छितमगर्हितमनवद्यमिमेऽपि पकार्थाः ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy