SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૨ આસવ-અધિકાર [ તૃતીય આવશ્યકાપરિહાશિનું લક્ષણ– सकलसावद्यविरतिरूपसामायिकाद्यावश्यकानां दिवसरात्राभ्यन्तरे अवश्यतया कर्तव्यानुष्ठानरूपत्वं, षडावश्यकानां यथाकालकरणरूपत्वं વાં સાવરઘવારિહાણેન્ટંક્ષણમ્ (રૂ૨૩). અથતુ સમગ્ર સાવદ્ય ગોથી નિવૃત્તિરૂપ સામાયિકાદિ છ આવશ્યકનું દિવસે તેમજ રાત્રે અવશ્ય અનુષ્ઠાન કરવું તે “આવશ્યકાપરિહાણિ” છે. અન્ય શબ્દોમાં કહીએ તે છે આવશ્યક પૈકી જે આવશ્યક સમય હોય તે આવશ્યકનું અનુષ્ઠાન ન છોડવું તે આવશ્યકાપરિહાણિ” છે. આવશ્યક અર્થ અને તેના અધિકારી જે ક્રિયા અવશ્ય કરવા લાયક છે તે આવશ્યક ક્રિયા ” કહેવાય છે. આ ક્રિયા અધિકારીની ભિન્નતા આશ્રીને જુદી જુદી પણ હોઈ શકે. દાખલા તરીકે એક મનુષ્ય કાંચન અને કામિનીને સર્વસ્વ માની લઈ તે મેળવવામાં પોતાની શક્તિ ખરચવી આવશ્યક સમજે છે, જ્યારે અન્ય મનુષ્ય તેના સંગથી બચવા માટે બુદ્ધિ અને બળને ઉપગ કરે આવશ્યક સમજે છે. આથી કરીને આવશ્યક ક્રિયાના સ્વરૂપને વિચાર કરીએ તે પૂર્વે તેના અધિકારી કોણ એ પ્રશ્ન વિચાર જરૂરી જણાય છે. સામાન્ય રીતે જેના બે વિભાગો પડી શકે છે–(૧) અાષ્ટિ અને (૨) બહિદષ્ટિ. જે નિસર્ગિક અને અત એવ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે વિચાર અને પ્રયત્ન કરે - છે એટલે જેની દષ્ટિ આત્મામાં રમી રહી છે અર્થાત્ જેની વૃત્તિ આધ્યાત્મિક છે તે “અન્નદ્રષ્ટિ છે. જે જીવ પૌગલિક ભેગ, ઉપલેગ માટે તનતેડ પ્રયાસ કરી રહ્યો છે અર્થાત જે જડ પગલની શોધમાં અને પ્રાપ્તિ અર્થે આત્માને ભૂલી ગયો છે તે બહિર્દષ્ટિ છે. પ્રસ્તુતમાં આપણે અન્તર્દષ્ટિરૂપ અધિકારી આશ્રીને જ આવશ્યક ક્રિયાઓને વિચાર કરવાનું છે. આ અધિકારી કેઈ પણ જડ વસ્તુના મેહમાં ન સપડાતાં તેનાથી બચવા પ્રયાસ કરે છે. આમાં ફલીભૂત થવા માટે તે જે ઉપયોગી ક્રિયાઓને આશ્રય લે છે તે આવશ્યક ક્રિયાઓ છે. અત૮ષ્ટિ જીવ કુદરતી સુખ યાને આત્માનંદને અનુભવ મેળવે તે પૂર્વે સમ્યકત્વ, ચૈતન્ય, ચારિત્ર ઇત્યાદિ ગુણે તેણે પ્રાપ્ત કરવા જોઈએ. આવા ગુણોથી વિભૂષિત જીવ જે આવશ્યક ક્રિયાઓ કરે તે તેના સમ્યક ત્યાદિ ગુણેને પુષ્ટ કરે છે. આથી એ તાત્પર્ય નીકળે છે કે જે ક્રિયા સમ્યકત્વાદિ ગુણોને ખીલવવા સારૂ અવશ્યક કરવા લાયક હેય તે આવશ્યક ક્રિયા છે. આ ઉપગ પૂર્વક કરવાની ક્રિયા છે. આ ક્રિયા આત્માના ગુણોને સુવાસિત કરનાર હોવાથી એટલે કે તેને ફેલાવો કરનાર હોવાથી “આવાસક” કહેવાય છે.' ૧ જુઓ વિશેષ૦ (ગા. ૮૭૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy