________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા
(૧૫ ઉપચાર-વિનયનું લક્ષણ
अभ्युत्थानासनप्रदानाजलथादिकरणरूपत्वमुपचारविनयस्य लक्षમા (૨૮૪) અર્થાત કેઈ પણ સગુણ વડે પિતાનાથી શ્રેષ્ઠ હોય તેવી વ્યક્તિ આવે ત્યારે ઊભા થવું, તેને આસન આપવું, હાથ જોડી તેને વંદન કરવું વગેરે અનેક પ્રકારને એગ્ય વ્યવહાર સાચવ તે
ઉપચારવિનય” છે. શીલ સંબંધી અનતિચારનું લક્ષણ
उत्सर्गापवादात्मकसर्वज्ञप्रणीतसिद्धान्तानुसारितया शीलवतविषय कानुष्ठानरूपत्वं शीलविषयकानतिचारस्य लक्षणम् । ( ३८५) અર્થાત ઉત્સર્ગ અને અપવાદ એવા બંને માર્ગોના નિરૂપણ પૂર્વકના અને સર્વરે રચેલા એવા સિદ્ધાન્તમાં દર્શાવેલી વિધિ મુજબ શીલવ્રત પાળવું તે શીલવત સંબંધી અનતિચાર છે. અત્ર શીલથી અહિંસાદિ મૂલ ગુણરૂપ વ્રત અને તે પાળવામાં ઉપયોગી એવા અભિગ્રહ વગેરે નિયમો સમજવા. આ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન સેવા એ શીલવત વિષયક અનતિચાર છે.
ઉગ અને અપવાદ–
ઉત્સર્ગ એટલે સામાન્ય વિધિ અને અપવાદ એટલે સામાન્ય નિયમમાં પરિવર્તન.' દાખલા તરીકે સ્થાનાંગ (સ્થા. ૫, ઉ. ૨, સૂ. ૪૨૨)માં કહ્યું છે કે “ગંગા” જેવી મહાનદીઓ કે સેનભદ્ર જેવા નો બાહ અને જે ઘા વડે તરી જવાનું કે હાલમાં બેસીને તેને પેલે પાર જવાનું સાધુઓ અને સાધ્વીઓ માટે ઉચિત નથી. આ ઉત્સર્ગ–માગ છે. આ સંબંધમાં અપવાદ-માર્ગ તરીકે એમ નિર્દેશાયું છે કે રાજા તરફથી ઉપદ્રવને ભય હોય કે દુભિક્ષ ઇત્યાદિ કારણ મળે તે તેમ કરવાથી સંયમમાં બાધા આવતી નથી.
વિશેષમાં પાંચ સમિતિ એ અપવાદરૂપ છે, જ્યારે ત્રણ ગુપ્તિ એ ઉત્સગરૂપ છે એ હકીકત પણ આપણે આગળ ઉપર ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૨૪)ની ટીકાના ૫૧૪ મા પત્રના આધારે વિચારીશું.
૧ પ્રશમરતિ ( ગા. ૧૪૩ ) ની ટીકામાં કહ્યું છે કે –
“નિચોડ ઉપરyવાર સત્તit a fજfષ . ” અર્થાત નિશ્ચય, અવધિ અને અપવાદ એ સમાનાર્થક છે, જ્યારે ઉત્સર્ગ, વ્યવહાર અને વિધિ એ સમાનાર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org