________________
૮૧૪ આસવ-અધિકાર
[ તૃતીય જ્ઞાનવિનયનું લક્ષણ
कालाकालाध्ययनानध्ययनबहुमानोपधानादिकरणरूपत्वं ज्ञानવિનયચ ક્ષમા ( રૂ૮૧ ) અર્થાત યોગ્ય કાળે ભણવું, અયોગ્ય કાળે ન ભણવું, જ્ઞાનનું બહુમાન સાચવવું અને ઉપધાનાદિ અનુષ્ઠાન કરવાં તે “જ્ઞાન-વિનય” કહેવાય છે. અર્થાત જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ તેમજ તેનું વિસ્મરણ થવા ન દેવું એ જ્ઞાનને ખરે વિનય છે. જ્ઞાનના આઠ આચાર–
(૧) કાલ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન (તપ), (૫) અનિહુનવતા, (૬) વ્યંજન, (૭) અર્થ તથા (૮)તદુભય અર્થાત્ વ્યંજન અને અર્થ એ બે એમ આઠ જ્ઞાન-આચાર છે. જૈન પ્રવચનમાં જે કાલે-જે અવસરે જે ભણવાની આજ્ઞા હેય તે જ કાલે-તે જ અવસરે તે જ ભણવું તે “કાલ-આચાર” છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે વંદનાદિ ઉચિત વ્યવહારરૂપ વિનય સાચવ તે “વિનય-આચાર” છે. જ્ઞાન અને જ્ઞાનીનું નિરંતર અંતરંગ પ્રેમ પૂર્વક સન્માન કરવું તે ‘બહુમાન–આચાર” છે. જે જે સૂત્ર ભણતાં જે તપ કરવાનું હોય, જે ચોગો વહન કરવાના હોય તે તે કરવા પૂર્વક જ્ઞાનની આરાધના કરવી તે “ઉપધાન–આચાર” છે. જેમની પાસે પિતે ભણ્યા હોય કે ભણત હોય તેમને ગુરુ તરીકે ઓળખાવવામાં આંચકે ખાવે નહિ-તેમને અપલાપ ન કરે તે “અનિહનવતા-આચાર” છે. સૂત્ર, અક્ષર કે શબ્દને શુદ્ધ ઉચ્ચાર કરે, તેને શુદ્ધ પાઠ કરે તે “વ્યંજન-આચાર” છે. સૂત્ર, શબ્દ કે અક્ષરને શુદ્ધ અર્થ કરે તે “અર્થ-આચાર” છે. સૂત્ર અને શબ્દના શુદ્ધ ઉચ્ચાર કરવા તેમજ તેને શુદ્ધ પાઠ કરે અને એના અર્થ વિષે પણ તેમ કરવું તે “ તદુભય-આચાર” છે. દર્શન-વિનયનું લક્ષણ–
निःशङ्कनिष्काङ्क्षादि भवनरूपत्वं दर्शनविनयस्य लक्षणम्। (३८२) અર્થાત જિનમતને વિષે શંકા રહિતપણું, નિષ્કાંક્ષા ઈત્યાદિ “દર્શન-વિનય' કહેવાય છે એટલે કે તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગર્શનથી ચલિત ન થવું, તત્વને અંગે ઉપજતી શંકાઓનું સશેષન કરી નિઃશંકતા કેળવવી વગેરે કાર્ય “દર્શનવિનય નાં અંગો છે. ચારિત્ર-વિનયનું લક્ષણ
समितिगुप्तिप्रधानाचरणरूपत्वं चारित्रविनयस्य लक्षणम्। (३८३) અર્થાત્ જે આચરણમાં સમિતિ અને ગુપ્તિની મુખ્યતા હોય તે આચરણ ચારિત્ર-વિનય” કહેવાય છે.
૧ આના સ્વરૂપ માટે જુઓ પાંચમો ઉ૯લાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org