SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૮૧૩ જૈન શાસનમાં જે કઇ ગુણવાન હાય, શુદ્ધ ગુણના પૂજારી હાય, શુદ્ધ ગુણને પ્રકાશક હાય તેની ખુલ્લે દિલે અને મુક્ત કઠે પ્રશ'સા કરવી તે દશનના ‘ ઉપગૃહણુ ’ નામના પાંચમે આચાર છે. ગુણીની પ્રશંસા કરવાથી ગુણીના ગુણમાં વૃદ્ધિ થાય છે અને જગત ગુણને પામે છે. આ સ્થળે એ ઉમેરીશું કે ગુણાભાસની પ્રશંસા ન થાય, કેમકે એથી તે ઉન્માની પુષ્ટિ થાય અને તેમ થતાં પિરણામે મિથ્યાત્વનું જોર વધતાં સમ્યક્ત્વને આઘાત પહોંચે. વળી જે ગુણુ પરિણામે સુંદર ન હાય, પરંતુ શરૂઆતમાં જ તેવે જણાતા હૈાય અથવા જે અન્ય દશનીયમાં હાય તેની પ્રશંસા ન કરતાં હૃદયમાં તેની અનુમાદના કરવામાં હરકત નથી એમ સૂચવાય છે. વીતરાગના શાસનને પામેલા પરંતુ એ માર્ગથી પતિત કે શિથિલ થતા જીવને-પછી તે સ્વ હાય કે પર તેને સ્થિર કરવા તે ‘ સ્થિરીકરણ ’ છે. . પ્રભુના માર્ગોંમાં રહેલા ધર્માત્મા પ્રત્યે ભક્તિ ભર્યાં પ્રેમ યાને સાધમિક પ્રત્યેના હૃદયને ઉમળકો તે ‘ વાત્સલ્ય ’ છે. આ વાત્સલ્યમાં કરુણા કે અનુકંપા નથી, પરંતુ ભક્તિ છે. કરુણા તા હીન પાત્રમાં હોય; સમાન કે ઉચ્ચ પાત્રને વિષે તેા ભક્તિ હોય. પ્રત્યેક જીવ શ્રીજિનશાસન પ્રત્યે આકર્ષાય તેવી પ્રશંસાપાત્ર પ્રવૃત્તિ તે ‘ પ્રભાવના ’ છે. વિનયસંપન્નતાનું લક્ષણ सम्यग्ज्ञानादौ तद्वत्सु चादरकरणरूपत्वे सति माननिवृत्तिकरणઆપણં વિનયસમ્પન્નતાયા હક્ષણમ્ । ( ૩૮૦ ) અર્થાત્ સમ્યજ્ઞાનાદિના તેમજ સમ્યજ્ઞાની પ્રમુખને અભિમાનના ત્યાગ કરવા. પૂર્ણાંકના આદરસત્કાર તે ‘ વિનયસંપન્નતા ’ છે, આ સમજાવતાં ગ્રંથકાર કથે છે કે विनीयते- अपनीयतेऽष्टप्रकारं कर्म येनासौ विनयः, तेन सम्पन्नो विनयसम्पन्नः, तस्य भावो विनयसम्पन्नता । અર્થાત જે દ્વારા આઠ પ્રકારનું કર્માં દૂર કરાય તે ‘ વિનય ’ છે. એ વિનયથી યુક્ત તે · વિનયસપન્ન ’ અને એને ભાવ તે ‘ વિનયસ પન્નતા ' વિનયના ( ૧ ) જ્ઞાનવિનય, ( ૨ ) ઇનવિનય, ( ૩ ) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય એમ ચાર પ્રકાર છે. વિનય વસ્તુતઃ ગુણુરૂપે તે એક જ છે, પરંતુ વિષયની ભિન્નતાની દૃષ્ટિએ એના અત્ર ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧ તત્ત્વાર્થં ( અ. ૯, ક્રૂ, ૨૩ )માં કહ્યું પણ છે કે— “ નામવાણોથ Jain Education International 33 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy