________________
આસવ-અધિકારે.
[ nતીય ઉપખંહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના. તેમાં નિશકિતત્વ એટલે શંકા રહિતપણું. નિષ્કારણ એકાંત ઉપકારી, રાગ, દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત બનેલા તેમજ અનંત જ્ઞાનના ધારક (સર્વસ) એવા જિનેશ્વરે જે કહ્યું છે એ સાચું જ છે અને એમાં શંકા માટે અવકાશ નથી જ એ દઢ વિશ્વાસ એ સમ્યગ્દર્શનને નિશંકિત્વ નામને પહેલે આચાર છે. સમ્યકત્વ મેહનીય કમની મુંઝવણથી શંકા થાય, પરંતુ તે શંકા તત્ત્વને હૃદયમાં ઉતારવા માટે થાય-વસ્તુને સમજવા વાસ્તે થાય, નહિ કે યથાર્થ તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધાથી, તે તેને ખાસ વધે નથી. અર્થાત કેવલિગમ્ય અને આગમગમ્ય પદાર્થો ન સમજાય તે તેમાં મારી મતિની મંદતા છે એમ વિચારવું, પરંતુ જિનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વ વિષે શંકાની નજરે ન જવું. અર્થાત જિનેશ્વરે કહ્યું એમાં તે ફેરફાર હોઈ શકે જ નહિ એ અચળ વિશ્વાસ તે નિઃશંકિત્વ છે.
શ્રીવીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત મત સિવાયના મતની અભિલાષાને અભાવ તે નિષ્ણાંક્ષત્વ છે.
જિનેશ્વરરૂપ દેવાધિદેવે ફરમાવેલાં અનુષ્ઠાનેનું ફળ મળશે કે નહિ એવા સદેહને અભાવ તે “નિર્વિચિકિત્સા છે.
મૂઢ એટલે મૂર્ખ. અમૂહ એટલે મૂખે નહિ તે યાને ચતુર, વિચક્ષણ. જેની દષ્ટિ કેઈ પણ સ્થળે મુંઝાઈ કે ગભરાઈ ન જાય તે “અમૂઢદષ્ટિ.” એ ત્રિકાલાબાધિત જ્ઞાનના ધારકે કહેલાં વચનને દીર્ધ દષ્ટિએ વિચાર કરે અને તેને બરાબર સમજે.
તે “ આચાર' છે. આ આચારના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ ચાર પ્રકારે પડે છે. તેમાં જ્ઞશારીર, ભવ્ય શરીર અને તથતિરિક્તરૂપ દ્રવ્ય-આચારથી શું સમજવું તે સમજાવવા માટે આચારાંગની ટીકાના પાંચમા પત્રમાં અવતરણરૂપે શ્રી શીલાંકસૂરિ કથે છે કે
હાનિ કાળ ઢોલ વાયા વિવાદ ” [ rખાષાષા(બાપના) કાલાશિક્ષgraturfકોષીનિ !
નિ થાન જ સૂકાવાર વિનાનીf I ]. અર્થાત નહાવું, ધોવું, વાસવુ અને શીખવું એ સુકાર્યમાં અવિરોધી એવાં જે દ્રવ્ય લોકમાં છે તેને તું દિવ્યાચાર” જાણ. ભાવ–આચારના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારો છે. તેમાં પાખંડીઓ દ્વારા કરાતં પંચરાત્રાદિક અનુષ્ઠાને તે લાકિક ભાવ-આચાર છે, જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપ એ પાંચ લોકોત્તર ભાવ–આચાર છે. અત્ર લોકોત્તર દર્શન-આચારને પ્રસંગ છે.
૧ તરવાર્થરાજ (પૃ. ૨૬૫ )માં આને બદલે “ સ્થિતિકરણ ને ઉલ્લેખ છે. ૨ સરખાવો
• ઉમરણજિ નિશિવ નિકિતિના અgિી ! __ उपवहथिरीकरणे वच्छल्लपभावणे अट्ठ ॥" [ પિરાતિ શિક્ષિત જિજિરિણારથિ !
उपस्थिरीकरणे धात्सल्यप्रभाधने अष्टौ ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org