________________
છવઅધિકાર
[ પ્રથમ પુરૂષ” તત્વ તે ચેતનરૂપ જ છે, તે પછી આ ઉપરથી જોઈ શકાય છે કે સાંખ્ય મતમાં પણ ચેતન” અને “જડ” એમ બે જ મુખ્ય તત્વે માનેલાં છે, બદ્ધ દર્શન
બૌદ્ધ દર્શનમાં વૈભાષિક, સૌત્રાંતિક, ગાચાર (અથવા વિજ્ઞાનવાદી) અને માધ્યમિક (અથવા શૂન્યવાદી) એમ ચાર મુખ્ય ફિરકાઓ યાને શાખાઓ છે. તેમાં વૈભાષિક મતમાં આત્માને પુદ્ગલ” શબ્દથી ઓળખવામાં આવે છે તેમજ તેમાં વળી પદાર્થ ચાર ક્ષણ સુધી જ અવસ્થિત રહે છે એવી માન્યતાને સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષમાં જાતિ (ઉત્પત્તિ), સ્થિતિ, જરા અને વિનાશ એ કઈ પણ પદાર્થની ઉત્પત્તિ, સ્થિરતા, છતા અને નાશના અનુકેમે કારણ છે, આ સિવાય અન્ય કેઈ કારણ નથી, એમ આ મત પ્રતિપાદન કરે છે.
સૌત્રાંતિક મત પ્રમાણે આત્મા જેવી કોઈ ચીજ નથી. તે મતમાં દુઃખના કારણભૂત વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ પાંચ સ્કંધેનું પ્રાધાન્ય છે.
યોગાચાર મત પ્રમાણે વિજ્ઞાન સિવાય આ સમસ્ત વિશ્વમાં બીજો કે પદાર્થ જ નથી. આ મન્તવ્યને લઈને તે આ મત “જ્ઞાનાતવાદ” તરીકે ઓળખાય છે.
માધ્યમિક મત તે અખિલ બ્રહ્માડ શુન્ય જ છે એમ સ્વીકારે છે. આથી આ મતના અનુયાયીઓ “શૂન્યવાદી” કહેવાય છે.
આ ચારે તેનાં મન્તને સંપૂર્ણ ચિતાર આપવાનું કાર્ય ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર બની શકે તેમ નહિ હોવાથી તેમજ તેને પ્રસ્તુત વિષય સાથે બહુ અગત્યને સંબંધ પણ નહિ હેવાને લીધે તેનું નિરૂપણ કરવામાં આવતું નથી. પરંતુ ઉપલક દ્રષ્ટિએ પણ વિચારતાં એટલું તે જોઈ શકાય છે કે બૌદ્ધ દર્શન પ્રમાણે (૧) કેઈ પણ પદાર્થ જ નથી, (૨) સર્વ પદાર્થ જ્ઞાનમય જ -ચેતનરૂપ જ છે અથવા તે (૩) સમસ્ત પદાર્થોને ચેતન અને અચેતન યાને જીવ અને અજીવ એમ બેજ તમાં અંતર્ભાવ થાય છે.
સમસ્ત જગત્ શુન્ય જ છે, આત્મા જે કઈ પદાર્થ જ નથી તેમજ વિજ્ઞાન સિવાય કેદી અન્ય પદાર્થ જ નથી, એ વાતને વિચાર હવે પછી (પૃ. ૧૪–૨૨) કરીશું. અત્યારે તે અન્ય દર્શન તરફ દષ્ટિ કરીએ. વૈશેષિક દર્શન–
આ દર્શન પ્રમાણે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, "વિશેષ અને સમવાય એમ એકંદર
૧ ગુણ અને ક્રિયાના આધારને ‘દ્રવ્ય' સંબોધવામાં આવે છે. આ ઉપરાંત કાર્યની સમવાયકારણતા જેમાં રહેલી હોય તે દ્રવ્ય' છે, એમ પણ તેનું લક્ષણ બાંધવામાં આવે છે. વળી દ્રવ્યવરૂપ અપર સામાન્યથી જે સંબદ્ધ હોય તે “ દ્રવ્ય” છે, એવું લક્ષણ પણ આ સંબંધમાં આપવામાં આવે છે. આ દ્રવ્યતત્ત્વના નવ ભેદ છે:-(૧) પૃથ્વી, (૨) જળ, (૩) તેજ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) કાળ, (૭) દિશા, (૮) આત્મા અને (૯) મન. - ૨ રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org