________________
આસવ-અધિકાર
[ તૃતીય
મનુષ્ય-આયુષ્ય-આસવનું લક્ષણ
स्वभावमार्दवार्जवाल्पेच्छारम्भादिकरणरूपत्वं मानुषायुरास्त्रवस्य હૃક્ષણમ્ ! ( રૂ૭૦), અર્થાત્ સ્વાભાવિક (એટલે કે કેઈના કહ્યાથી નહિ કે આડંબરરૂપે નહિ એવી) મૃદુતા, અકૃત્રિમ સરલતા, અ૫ અભિલાષ (પરિગ્રહ) અને અ૮૫ આરંભ ઈત્યાદિ મનુષ્ય-આયુષ્ય-કર્મના આસો છે. એટલે કે આ દ્વારા મનુષ્ય-આયુષ્ય-કમને બંધ થાય છે. વળી વાયુકારાજિના સમાન પ્રત્યાખ્યાનકષાય, સ્વભાવની મધુરતા, લેકયાત્રાને વિષે ઉદાસીનતા, દેવ અને ગુરુનું પૂજન, શીલવ્રત,
અતિથિસંવિભાગ, કાપતાદિ લેશ્યાના પરિણામ અને ધર્મધ્યાન એ દ્વારા છવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે.
આ પ્રમાણે નારક તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યના જુદા જુદા બંધ હેતુઓ આપણે વિચારી ગયા. આ ઉપરાંત શીલ અને વ્રતથી વિમુખ રહેવું તે નારક, તિર્યંચ અને મનુષ્યના આયુષ્યના બંધનું સામાન્ય કારણ છે અર્થાત્ શીલ અને વ્રત નહિ પાળનાર પ્રાણી દેવ-ગતિમાં જન્મ લઈ શકે નહિ, કારણ કે શીલવાન અને વ્રતી જ જીવ દેવ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. આથી એ ફલિત થાય છે કે નિઃશીલતા અને નિર્વતતા નારક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યના સામાન્ય બંધહેતુ છે.* દેવઆયુષ્ય-આસવનું લક્ષણ
"सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपशीलवतादीनां मध्येऽन्यतमकरणरूपत्वं देवायुरास्त्रवस्य लक्षणम् । ( ३७१ )
૧ સરખા તત્વાર્થ ( અ. ૬ )નું નિખ-લિખિત ૧૮ મું સૂત્ર –
" अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य । "
૨ અહિંસા, સત્ય ઇત્યાદિ પાંચ મુખ્ય નિયમો “ત્રત' કહેવાય છે. આ વ્રતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજાં ઉપવતો જેવાં કે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એ “ શીલ ' કહેવાય છે.
૩ આ વિષે આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચાર કરવામાં આવનાર છે. ૪ સરખાવો તવાઈ ( અ. ૬ )નું નિમ્નલિખિત ઓગણીસમું સૂત્રઃ
“નિ શીવ્રતૈરવં જ કામ ! ” - દિગંબર સંપ્રદાય પ્રમાણે આ સૂત્રનો અર્થ એ છે કે શીલ રહિત હોવું અને વ્રત રહિત હોવું એ બંને નારકાદિ ત્રણ આયુષ્યના સ્ત્રો છે; તેમજ વળી ભોગભૂમિ (અકર્મભૂમિ)માં ઉત્પન્ન થયેલા મનુષ્યની અપેક્ષાએ નિઃશીલતા અને નિર્વતતા એ દેવ—આયુષ્યના પણ આસ્ત્રો છે. આ પ્રમાણે આ સૂત્રમાં દેવ-આયુષ્યના આસ્રવ જે દિગંબરીય પરંપરા પ્રમાણે સમાવેશ થાય છે તે વાત તવાઈ-ભાષ્યમાં જણાતી નથી, કિન્તુ એની બહવૃત્તિ ( પૃ. ૩૧ )માં વૃત્તિકાર વિચાર પૂર્વક ભાષ્યની એ ન્યૂનતા જાણી લઈ તેની પૂર્તિ આગમ પ્રમાણે કરી લેવા સૂચવે છે.
सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य । "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org