________________
૮૦૧
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. " एयमि पूइयंमि नत्थि तयं जं न पूहयं होई ।
भुवणे वि पूअणिजो न गुणी संघाओ जं अन्नो ॥" અર્થાત્ જેનું પૂજન થતાં એવું બીજું કંઈ પૂજનીય નથી કે જેનું પૂજન કરવું રહી જતું હોય એટલે કે એનું પૂજન થતાં સર્વ કે પૂજનીયની પૂજા થઈ જ જાય છે; કેમકે સંધ સિવાય અન્ય કોઈ ગુણી રોલેક્યમાં વન્દ નથી.
દેવને વર્ણવાદ ધ્યાનમાં આવે તે માટે નીચેની ગાથા ધી લઈએ – " देवाण अहो सीलं विसयविसमोहिया वि जिणभवणे ।
अच्छरसाहिं पि समं हासाई जेण न करिति ॥" અર્થાત વિષયરૂપ ઝેરથી મોહ પામેલા હોવા છતાં દેવ જિનભવનને વિષે અપ્સરાઓ સાથે હસવા વગેરેની ક્રિયા કરતા નથી, વાતે એમનું શીલ આશ્ચર્યકારક છે. કેવલી આદિના અવર્ણવાદ પર ઊહાપોહ–
જોકે આથી દશનામહનીય કમના આસ સંબંધી કથન પૂર્ણ થાય છે તે પણ કેવલી આદિને અંગે જે અવર્ણવાદને ઉભય સંપ્રદાયમાં ઉલ્લેખ છે તેને લગતા કેટલાક મુદ્દાઓને ઊહાપોહ કરે આવશ્યક સમજાય છે. સૌથી પ્રથમ તે અવર્ણવાદને અર્થ જ વિચારીશું. વર્ણને અર્થ અત્ર શ્લાઘા છે, પ્રશંસા છે. આથી અવર્ણને અર્થ “નિન્દા થાય છે. એથી કરીને અવર્ણવાદ એટલે કેઈને વિષે નિન્દાત્મક વચન ઉચ્ચારવું એ થાય છે. અરિહંતાદિકના અવર્ણવાદ પર
સ્થાનાંગ (સ્થા. ૫, ઉ. ૨, સૂ. ૪ર૬ )માં ઉલ્લેખ છે, પરંતુ એનું સ્વરૂપ એ મૂળ અંગમાં નથી. તસ્વાર્થ તેમજ તેના પજ્ઞ ભાષ્યમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવાય છે. આ ભાષ્યની પછીના વેતાંબરીય અને દિગંબરીય સાહિત્યમાં સાંપ્રદાયિકત્વને સ્થાન છે એટલે કેવલજ્ઞાની પ્રમુખના અવર્ણવાદમાં એક સંપ્રદાયને તેનું જ સ્વરૂપ ઈષ્ટ હોય તેથી વિપરીત સ્વરૂપનું પ્રતિપાદન તે અવર્ણવાદ છે એમ એક બીજા માને છે અને મનાવવા પ્રયાસ કરે છે. દાખલા તરીકે કેવલી ભજન કરે એ વાક્ય વેતાંબર સંપ્રદાય પ્રમાણે અવર્ણવાદ નથી, પરંતુ વસ્તુસ્થિતિનું પ્રદર્શન છે, જ્યારે દિગંબર સંપ્રદાય અનુસાર એ અવર્ણવાદ છે, કેમકે એમ કહેવાથી કેવલીનું અપમાન થાય છે, તેમની આશાતના થાય છે. આવી પરિસ્થિતિમાં બંને જૈન સંપ્રદાયે જેને અવણ વાદ ગણે એવું સ્વરૂપ દર્શાવવા મેં પ્રયાસ કર્યો છે.
૧-૨ છાયા
पतस्मिन् प्रजिते नास्ति तत्कं यन्न प्रजितं भवति । भुवनेऽपि पूजनीयो न गुणी सङ्घाद् यदन्यः ।। देवानामहो शीलं विषय विषमोहिता अपि जिनभवने । अप्सरोभिरपि समं येन हास्यादि न कुर्वति ॥
101
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org