SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ધર્મ પ્રત્યક્ષ પ્રમાણને વિષય નહિ હોવાથી તે છે જ નહિ એવું ચાર્વાકાદિનું કથન છે. તત્વાર્થરાજ (પૃ. ૨૬૨)માં ધર્મ–અવર્ણવાદનું સ્વરૂપ સમજાવતાં એમ કહેવાયું છે કે જિનેશ્વરે ઉપદેશેલો ક્ષમાદિ દશ પ્રકારને ધમ નિર્ગુણ છે, તેના ઉપાસક મરીને અસુર થાય છે એ પ્રમાણેની ઉષણ તે “ધર્મ–અવર્ણવાદ” છે, દેવ-અવર્ણવાદનું લક્ષણ परस्परप्रवीचाराः खलु देवाः, षण्ढवदपरे बलवन्तोऽल्पबलवन्तं देवमभियुज्य मैथुनं सेवन्ते इत्यादिकथनरूपत्वं, शुक्रशोणितबल्युपहाराशिनो देवा इत्यादिकथनरूपत्वं वा देवावर्णवादस्य लक्षणम् । ( રૂ૫૨). અર્થાત દેવે પરસ્પર પ્રવીચાર કરે છે, જબરા દે સાંઢની માફક નબળા તેની સાથે જોરજુલમથી વિષયસેવન કરે છે, એ પ્રકારનું કથન તેમજ તેઓ શુક (વીર્ય), શેણિત (લેહી) અને બલિદાનાદિરૂપ ઉપહારના ભક્ષક છે ઇત્યાદિ કથન તે “દેવ-અવર્ણવા” છે. અવર્ણવાદનું સ્વરૂપ વિશેષતઃ ખ્યાલમાં આવે તે માટે તેના પ્રતિસ્પદ્ધિ વર્ણવાદનું દિગદર્શન કરીએ. સૌથી પ્રથમ તીર્થકરને વર્ણવાદ વિચારીએ. આ સંબંધમાં સ્થાનાંગ (સ્થા. ૫, ઉ ૨)ની વૃત્તિના ૩૨૨ મા પત્રમાં કહ્યું છે કે ૧ “ ઇત્યાદિ 'થી દેવનાં નેત્ર સ્તબ્ધ છે, ઇન્દ્ર અહલ્યાને જાણે છે, ઇન્દ્રને હજાર ભરા થયા હતા અને તેના દેહને છોલી નાંખવામાં આવ્યો હતો વગેરે સમજવું. આ કંઇ મારા ઘરનું કથન નથી, પણ એની તસ્વાર્થની બહત્તિ ( દિ. વિ. પૃ. ૨૮ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ સાક્ષી પૂરે છે – " परस्परप्रवीचाराः खलु देवाः षण्ढवत । अपरे बलवन्तोऽल्पबलं देवमभियुज्य मैथुनमासेषन्ते स्तब्धलोचनपुटास्तथाऽत्यन्तास तदोषप्रख्यापनशुक्रशोणितबल्यपहाराशिनो देवाः । अहल्यायै जार इन्द्रः कृनभगसहस्रः छात्रैधर्षित इत्याचशिष्टव्यवहारावघोषणं देवानामवर्णवादः " વળી દેવો અહયા વગેરેને વિષે આસક્ત છે, તેઓ મદિરા અને માંસનું સેવન કરે છે એ પ્રમાણેનું દેવ પરત્વે કથન તે તેને અવર્ણવાદ છે એમ તત્વાર્થરાજ ( પૃ. ૨૪૨)ની નિમ્નલિખિત પંક્તિ કહી રહી છે: . " सुरा मांसं चोपसेवन्ते देवाः अहल्यादिष्वास क्तचेतसः इत्याचाघोषणं देषावर्णषादः ।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy