SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ આસ્રવ-અધિકાર. [ તૃતીય " दिगम्बरत्वाद् विगतत्रपाः क्रमोपयोगभाजः समवसरणभूमावप्कायभूम्यारम्भानुमोदिनः सर्वोपायनिपुणा अपि दुष्करदुरुपचारमार्गोपदर्शिन इत्याचवर्णोद्भासनम् । " તત્વાર્થરાજ (પૃ. ૨૬૨)માં કેવલિ-અવર્ણવાદનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે – "पिण्डाभ्यवहारजीविनः केवलदशानिहरणा अलाबूपातपरिग्रहाः कालभेदवृत्तज्ञानदर्शमाः केवलिन इत्यादिवचनं केवलिष्ववर्णवादः" અથત કેવલીઓ પિંડરૂપ (કાવલિક) આહાર વડે જીવનારા છે, કેવલિ-અવસ્થામાં નિહાર (મલમૂત્રને ત્યાગ) કરે છે, તંબ (વગેરે) પરિગ્રહધારી છે, કાલ-ભેદ પૂર્વક જ્ઞાન અને દર્શનથી વિભૂષિત છે અર્થાત્ ક્રમિક ઉપગવાળા છે ઈત્યાદિ કથન કેવલિ-અવર્ણવાદ છે. કેવલીઓને કવલાહાર નથી એ દિગમ્બર માન્યતા છે. આ કથન યુક્તિવિકલ તેમજ શાસ્ત્રવિરૂદ્ધ છે એમ વેતામ્બરો માને છે. આ બાબતમાં બંને પક્ષવાળા તિપિતાનાં મન્તને કેવી રીતે સિદ્ધ કરે છે તે વિચારવું અનાવશ્યક નહિ ગણાય છતાં તેનું યથાયોગ્ય નિરૂપણ કરવા જતાં પ્રસ્તુત શૃંખલા ખંડિત થવાને ભય રહેતો હોવાથી એ સંબંધી પરિશિષ્ટરૂપે વિચાર કરવાને ઈરાદે રાખી હાલ તુરત તે આગળ વધવામાં આવે છે. શ્રુત-અવર્ણવાદનું લક્ષણ मांसभक्षणमद्यपानादीनामनवद्याभिधानरूपत्वं, अविदग्धप्राकृतभाषानिबद्धादिकथनद्वारा जनसमुदायेष्वप्रीत्युत्पादकत्वम्, केवलिकवलाहाराभावादिकथनरूपत्वं वा श्रुतावर्णवादस्य लक्षणम् । ( ३५४ ) અર્થાત માંસનું ભક્ષણ કરવું, મદિરાનું પાન કરવું ઇત્યાદિ કાર્યો પાપજનક નથી એમ કહેવું તે શુત-અવર્ણવાદ છે. વળી જૈન શાસ્ત્ર અવિદગ્ધ-અસંસ્કારી અશિષ્ટ જનેની ૧ આ કવલાહાર-વાદનું વિવેચન સ્પાદરત્નાકર ( પરિ. ૨, સે. ૨૭)માં તેમજ તરહસ્યદીપિકાના પ૩મા અને ૫૪મા પત્રમાં નજરે પડે છે. શ્રીયશવિજયગણિકૃત અધ્યાત્મમત પરીક્ષામાં પણ એની વિસ્તૃત ચર્ચા છે. વળી જૈન સાહિત્ય સંશાધક ( નં. ૨, અંક ૩-૪ )માં મુદ્રિત શ્રીશાકટાયનાચાર્યવિરચિત “ સ્ત્રીમુક્તિ-કેવલિભુક્તિ ” પ્રકરણમાં એ સંબંધે ચર્ચા છે. ૨ શ્રતથી અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા જે બે ભેદ ૨૩૫ મા પૃષ્ઠમાં સૂચવી ગયા છીએ તે તો જ્ઞાનને વ્યવસ્થિતરૂપે સંગ્રહીત કરવાવાળાં શાસ્ત્રોના ભેદ જાણવા. બાકી શાસ્ત્રો અનેક હતો, અનેક છે, અનેક બને છે અને અનેક બનશે; એ બધાં શ્રતજ્ઞાનમાં આવી જ જાય છે. નવાં બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવ પૂર્વક રચાયેલાં હોવાં જોઈએ. વર્તમાન કાલમાં જેના ઉપર જૈન શાસનનો મુખ્ય આધાર છે એવાં શાસ્ત્રોને “ આગમ' કહેવામાં આવે છે અને તેની સંખ્યા ૪૫ ની વિચારસાર ( પૃ. ૭૮ )માં ગણાવાઈ છે. જેમકે ૭૯૦મા પૃષ્ઠમાં ગણાવેલ ૧૨ અંગો પૈકી દૃષ્ટિવાદ સિવાયનાં ૧૧ અંગે, ૧૨ ઉપાંગે (જુઓ પૃ. ૭૯૧) તથા વળી દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ક૫(સૂત્ર, નિશીથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy