SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ 9૮૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અત્ર એ ખાસ યાદ કરાવવું ઘટે છે કે જિનશાસનમાં માત્ર નામની જ પૂજા નથી, કિન્તુ ગુણની વિશિષ્ટતાની પૂજા છે એટલે કે જૈન શાસનમાં ગુણનાં જ નામ, સ્થાપના વગેરે પૂજનીય છે. આથી તે શ્રીહરિભદ્રસૂરિવર કહે છે કે આજ્ઞામય ચાર હોય તે પણ તે પૂજ્ય સંઘ છે. ચાર લાખ હોય તે વાંધો નથી એટલે વધારેમાં વધારે ચાર જ જોઈએ એમ પણ નથી. ચારની તે ઓછામાં ઓછી સંખ્યા છે એટલે કે જિનાજ્ઞાધારક એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય તો એ ચાર વ્યક્તિઓને સમૂહ પણ વાસ્તવિક સંઘ છે અને એ તીર્થકરની પેઠે પૂજાય છે. ધર્મનું લક્ષણ अभ्युदयापवर्गहेतुरूपत्वं धर्मस्य लक्षणम् । ( ३५१) અર્થાત આત્માની ક્રમિક ઉન્નતિ પૂર્વકની મુક્તિના હેતુને “ધર્મ ” કહેવામાં આવે છે. દેવનું લક્ષણ देवगतिनामकर्मोदयवर्तिरूपत्वं देवस्य लक्षणम् । ( ३५२) અર્થાત દેવગતિરૂપ નામકર્મને જેને વિષે ઉદય થયો હોય તે દેવ” કહેવાય છે. આ પ્રમાણે આપણે કેવલી વગેરે શબ્દોનાં લક્ષણે જયાં. આથી હવે આ પ્રત્યેકના અવર્ણવાદ પર વિચાર કરીશું. તેમાં સૌથી પ્રથમ કેવલિ-અવર્ણવાદનું લક્ષણ અવલેકીએ– कवलाहाराभावरूपत्व-दिगम्बरस्व-समवसरणभूम्यप्कायाद्यारम्भा. नुमोदित्व-दुष्करदुःखरूपमार्गोपदेशित्वादिकथनरूपत्वं केवल्यवर्णवादस्य ક્ષણમ્ I ( રૂ૫૩). અર્થાત્ કેવલીઓ કાવલિક આહાર કરતા નથી, તેઓ નગ્ન ફરે છે, સમવસરણમાં રહેલા પૃથ્વીકાય, જલકાય વગેરે જેની વિરાધના (પીડા)ના અનુમોદક છે, દુષ્કર અને દુઃખરૂપ માર્ગના ઉપદેશક છે ઇત્યાદિ પ્રકારનું તેમને ઉદ્દેશીને કથન કરવું તે “કેવલિ-અવર્ણવાદ ” છે. આ કથન તત્વાથની બૃહદવૃત્તિ (હિ. વિ)ના ર૭ મા પૃષ્ઠગત નિમ્નલિખિત પંકિતના ભાવાર્થરૂપ છે – ૧ આના લક્ષણ માટે જુઓ પૃ. ૪૭. ૨ આના સ્વરૂપ માટે જુઓ સ્તુતિચતુર્વિશતિકા (પૃ. ૨૮૧-૨૯૯ ) તેમજ શ્રીષભ. પંચાશિકા ( પૃ. ૨૫૩–૨૫૬ ). ૩ સર્વજ્ઞ હોવા છતાં મુક્તિની પ્રાપ્તિ માટે સરલ ઉપાયો ન દર્શાવતાં આચરી ન શકાય તેવા દુર્ગમ ઉપાયો શા માટે બતાવ્યા એવો પ્રશ્ન અવર્ણવાદ છે. 1 100 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy