________________
ઉલ્લાસ ]
આહત દેશને દીપિકા હવે મેહનીય કમના આસ્ત્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં મેહનીય કર્મના દશનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે ભેદ પડતા હોવાથી આ કર્મના આસન પણ તથાવિધ બે પ્રકારે પડે છે. તેમાં દર્શન મેહનીય કર્મના આ નીચે મુજબ છે –
કેવલજ્ઞાની, શ્રત, સંઘ, ધર્મ અને (ચાર પ્રકારના) દેવને અવર્ણવાદ કરે તે દર્શનમેહનીય કર્મના આસવે છે, અર્થાત એ દ્વારા દર્શન મેહનીય કર્મ બંધાય છે. આ વાત પૂરેપૂરી સમજાય તેટલા માટે પ્રથમ અવર્ણવાદનું લક્ષણ નીચે મુજબ રજુ કરવામાં આવે છે – ... रागद्वेषमोहावेशात् सद्भुते वस्तुनि दोषोद्भावनरूपत्वमवर्णવાચ ક્ષાર્ (38) અર્થાત રાગ, દ્વેષ અને મેહને વશ થઈને સદભૂત વસ્તુમાં અસદભૂત દેષ કાઢવા તે અવર્ણવાદ' કહેવાય છે. કેવલીનું લક્ષણ
"सकलज्ञानावरणक्षयसमुद्भूतसमस्तज्ञेयविषयकावबोधरूपत्वे सति साक्षादर्थपरिच्छेदिचेतनापर्यायरूपत्वं केवलस्य, तद्वत्त्वं च केवलिनो ક્ષણમ્ (રૂ૪૬)
અર્થાત સમસ્ત જ્ઞાનાવરણીય કર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થત સકલ સેય પદાર્થ વિષયક બેધ કે જે સાક્ષાત્ અર્થને પરિચ્છેદ કરાવનાર ચેતનારૂપ પર્યાય છે તે “કેવલજ્ઞાન” કહેવાય છે, અને જેને કેવલજ્ઞાન થયું હોય તે “કેવલી ” કહેવાય છે.
૧ સરખા તત્ત્વાર્થ (અ. ૪)નું નીચે મુજબનું ૧૪ મું સૂત્રઃ
“ केवलिश्रुतसङ्घधर्म देवावर्णवादो दर्शनमोहस्य । " ૨ રાગ અને દ્વેષમાં જોકે મોહને અંતભાવ થઈ જાય છે, તે પણ સામાન્ય બુદ્ધિવાળાને તેની વિશેષતા દર્શાવવા માટે એને અત્ર પૃથફ ઉલ્લેખ કરાય છે.
૩-૪ જુઓ તસ્વાર્થની બૃહદ્ વૃત્તિને દિતીય વિભાગ (પૃ. ૨૭ ).
૫ જેકે કેવલજ્ઞાનનું લક્ષણ એક વાર પ્રથમ ઉલ્લાસ (પૃ. ૨૪૩)માં આવી ગયું છે, છતાં તેને તાજી કરવાને અર્થે તેમજ “ કેવલી ' શબ્દ સમજાવતાં તેની જરૂરીઆત જણાવાથી ફરીથી તેને અત્ર ગ્રંથકારે ઉલ્લેખ કર્યો છે એમ સમજાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org