SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ આસવ-અધિકાર. તતીય અર્થાત્ તેલ, સુગંધી પ્રવાહી પદાર્થ, લેપ, ઉદવર્તન, અપવર્તન, નિજીવ (અચિત્ત) જળ ઈત્યાદિ વડે શરીરને શુદ્ધ કરવું તે “ દ્રવ્ય-શૌચ' છે. ભાવ-રચનું લક્ષણ अकुशलप्रवृत्तिनिरुद्धमनोवाकायस्य चरणतपोऽनुष्ठायिनश्च प्रायो निर्जराफलरूपत्वं भावशौचस्य लक्षणम् । ( ३४४) અર્થાત અશુભ પ્રવૃત્તિથી મન, વચન અને કાયાને જે અલગ યાને મુક્ત રાખે છે અને જે ચારિત્ર, તપ ઈત્યાદિનું પરિપાલન કરે છે તે વ્યક્તિનાં અનુષ્ઠાને “ભાવ-શૌચ' જાણવાં અને પ્રાય તેનું ફળ નિર્જરા છે. સાતવેદનીયના ભૂતવ્રતિ-અનુકંપાદિ ઉપરાંત અન્ય આસ ઉપર્યુક્ત સાતવેદનીય કર્મના આસ ઉપરાંત બીજા પણ આવે છે. જેમકે “સંયમોસંયમ ( દેશવિરતિ), બાલતપ, અકામનિર્જરા, ધર્મ ઉપર અનુરાગ, ધર્મનું શ્રવણુ, શીલ, વ્રત, પૌષધ, ઉપવાસ, તપસ્વી અને ગ્લાનનું વૈયાવૃત્ય, માતાપિતાની ભકિત (સેવા), સિદ્ધોને નમસ્કાર, ચિત્યની પૂજા, શુભ પરિણામ ઈત્યાદિ. ૧ શરીરને સાફ કરનારૂં સાબુ જેવું દ્રવ્ય-વિશેષ; એ “ઉત્સાહન ' પણ કહેવાય છે. ૨ દ્રવ્યવિશેષ. ૩ જુઓ તસ્વાર્થની બૃહદ્ વૃત્તિને બીજો ભાગ (પૃ. ૨૬ ). ૪ સંયમસંયમ, બાલતા ઇત્યાદિ શબ્દની વ્યાખ્યા આ જ ઉલાસમાં આગળ ઉપર આપવામાં આવે છે. ૫ માતાપિતાની ભક્તિ એ ધર્મની યોગ્યતા મેળવવાનું સાધન છે. યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના પચાસમાં પધમાં “ માતાપિ ગોઠ gT ” એ ઉલ્લેખ આ વાતને સમર્થિત કરે છે. વળી શ્રીયાકિનીમહત્તરાસુ નું શ્રીહરિભદ્રસૂરિવર્ધકૃત “પિતૃભક્તિ-અષ્ટક' ખાસ મનનીય છે. વિશેષમાં આ સંબંધમાં મનસ્મૃતિ ( અ. ૨ )નાં નિમ્નલિખિત પધો પણ મનન કરવાં જેવાં છે. " तयोनित्यं प्रियं कुर्याद, आचार्यस्य च सर्वदा ।। तेष्वेव त्रिषु तुष्टेषु, तपः सर्व समाप्यते ॥ २२८ ॥ asi sari , “ મેં તપ ” કુર્ત | न तैरभ्यननुज्ञातो, धर्ममन्यं समाचरेत ॥ २२९ ॥ त एष हि त्रयो लोका-स्त एव त्रय आश्रमाः । । त एव हि त्रयो वेदा-स्त एवोक्तालयोऽग्नयः ॥ २०॥ અથત માતા, પિતા અને ધર્માચાર્યને પ્રિય થાય એવું કાર્ય સદા કરવું. એ જ ત્રણની તુષ્ટિમાં સર્વ તપ સમાઈ જાય છે. એ ત્રિપુટીની સેવા એ “ પરમ તપ ' કહેવાય છે. એમની અનુજ્ઞા વિનાને ધર્મ આચરવો નહિ. એ જ ત્રણ (સ્વર્ગ, પૃથ્વી અને પાતાલરૂપ) ત્રણ લેક છે, એ જ ત્રણ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમરૂપ ) ત્રણ આશ્રમ છે, એ જ ત્રણ ( ગ, યજુસુ અને સામરૂપ ) ત્રણ વેદ છે અને એ જ ત્રણ (આહવનીય, ગાપત્ય અને દક્ષિણરૂપ ) ત્રણ અગ્નિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy