________________
[ ઉલ્લાસ
પરિદેવનનું લક્ષણ
આર્દ્રત દર્શન દીપિકા.
सङ्कलेशप्रवणश्वस्वपरानुग्रहेच्छाप्रवणत्वे सति अनुकम्पाप्रायत्वं
પતિવનસ્ય ક્ષનમ્ । ( ૩૩૪ )
GK
અર્થાત્ સંકલેશમાં કુશલતા તેમજ સ્વ પરના ઉપર ઉપકાર કરવાની ઇચ્છા પૂર્વકની અનુકંપા ઉત્પન્ન કરે એવી વૃત્તિ તે ‘ પરિદેવન ’ છે, વિયેાગી પાત્રના ગુણા યાદ આવવાથી ઉત્પન્ન થતુ કરુણાજનક રુદન તે ‘ પરિદેવન ’ છે એમ અન્યત્ર સૂચવાયુ છે.
આ પ્રમાણે 'દુ:ખાદિ પાતાને કરવાં, પરમાં ઉત્પન્ન કરવાં અથવા બન્નેમાં ઉત્પન્ન કરવાં એ પ્રમાણેના અસાતવેદનીય કના આસવાનું સ્વરૂપ આપણે જોયું. હવે સાતવેદનીય કમ'ના આવાનું સ્વરૂપ જોઇ લઇએ. પરંતુ તે પૂર્વે વ્રતાદિ અસાતવેદનીયના અધક છે એ ભ્રાન્તિ અને તેના નિરસનને વિચાર તત્ત્વારાજ૦ ( પૃ. ૨૫૯-૨૬૦ ) અનુસાર કરી લઇએ. કહેવાની મતલબ એ છે કે કોઇક એવી દલીલ કરે કે જ્યારે દુઃખ, શાક, તાપ વગેરે નિમિત્તો પેાતાનામાં કે અન્યમાં ઉત્પન્ન કરવાથી તે અસાતવેદનીય ક્રમનાં અંધક થાય છે તા પછી લાચ, ઉપવાસ, ત્રત અને ખીજા પણ એવા નિયમેદુ:ખદાયી હાવાથી તે પણ અસાતવેદનીયનાં ખધક થશે એટલે એવી પરિસ્થિતિમાં કર્યો। સુજ્ઞ જન વ્રત, નિયમાનુ' અનુષ્ઠાન કરવા તૈયાર થશે ? બલ્કે તે તેના ત્યાગ કરવા જ શુ' પ્રયત્ન નહિ કરે ?
આ પ્રશ્નાત્મક દલીલના પ્રત્યુત્તર એ છે કે પૂર્વોક્ત દુઃખાદિ સામાન્ય રીતે ઉદ્ભવે ત્યારે તે આસ્રવરૂપ નથી; કિન્તુ જ્યારે તે ક્રોધાદિ આવેશથી ઉત્પન્ન થયેલાં ઢાય, આત્માની કલુષિત વૃત્તિથી ર’ગાયેલાં હોય ત્યારે જ તે આસ્રવ બને છે. સાચા ત્યાગી (સંન્યાસી) કે તપવી ગમે તેવાં ઉગ્ર વ્રત કે કઠોર નિયમા પાળે તેપણ તેને અસાતવેદનીય કના બંધ થતા નથી તેનાં એ કારણેા છે. પહેલુ કારણ એ છે કે ખરા ત્યાગી કે તપસ્વી ગમે તેવું કઠાર વ્રત પાળીને જે દુઃખ વહારે છે તેમાં ક્રોધ કે અન્ય તેવી મલિન, દુષ્ટ વૃત્તિ નિમિત્તરૂપ નથી; પરંતુ તેમ કરવામાં સવૃત્તિ અને સત્બુદ્ધિની પ્રેરણા જ કારણભૂત છે. વળી કઠણ ત્રતા સ્વીકાર્યા બાદ ગમે તેવા વિકટ, દુઃખદ પ્રસંગમાં પણ તેમનામાં ક્રોધાદિ કષાયા કે સંતાપ વગેરેના સંચાર થતા નથી; એથી કરીને એ પ્રસંગો તેમને માટે બંધક બનતા નથી. બીજું કારણ એ છે કે સાચા સંન્યાસીઓનેખરા તપસ્વીઓને કઠિણુ તાનુ અને કઠાર નિયમાનુ પાલન કરવામાં ઉલટા આનંદ આવે છે, તેએા વાસ્તવિક પ્રસન્નતા અનુભવે છે. તેથી આ પ્રસંગોમાં તેમને માટે દુઃખ, શેક, સંતાપ વગેરેના સંભવ રહેતા નથી. એ તે સુપ્રસિદ્ધ વાત છે કે એકને જે પ્રસંગથી દુઃખ થાય તે જ પ્રસંગથી અન્યને પણ દુઃખ જ થાય એવા તે કાઇ ત્રિકાલાબાધિત નિયમ નથી. આથી કરીને
Jain Education International
૧ અત્ર આદિથી શાક વગેરે પાંચ નિમિત્તો જ ન સમજતાં તાડન, તર્જન વગેરે પણ ઘટાવી શકાય તેમ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org