________________
૭૭૨ આવ-અધિકાર
| તીય - આ ઉપરથી સર્જાય છે કે કઈ પણ કાર્યની સંકલ્પાત્મક સૂક્ષ્મ અવસ્થાથી માંડીને તે તે કાર્યની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધીમાં ત્રણ અવસ્થાઓ થાય છે. જેમકે કષાયથી પ્રેરાઈને જીવની હિંસા વગેરે કાર્ય કરવા માટેના પ્રયત્નના આવેશરૂપ સંરંભ, એ કાર્ય કરવા માટે સાધનેને એકત્રિત કરવારૂપ સમારંભ અને છેવટે પ્રકટ રૂપે તે કાર્યને કરવારૂપ આરંભ એમ ત્રણ અવસ્થાઓ થાય છે.
- આ સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે અધિકારણેના મન, વચન અને કાયા એ ત્રણ ગોની અપેક્ષાએ ત્રણ ત્રણ ભેદે પડે છે. એટલે કુલે મનઃસંરંભ, વચનસંરંભ, કાયસંરંભ; મનઃસમારંભ, વચન-સમારંભ, કાય-સમારંભ; મન આરંભ, વચન-આરંભ અને કાય-આરંભ એમ નવ ભેદ થયા. આ દરેકને વળી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ ત્રણ ભેદ પાડતાં સત્તાવસ ભેદો થાય છે. આ દરેકના કાધ, માન, માયા અને લોભ એ ચાર કષાય વડે કરીને ચાર ચાર ભેદ પાડતાં એકંદર ૧૦૮ ભેદે થાય છે. જેમકે ક્રોધકૃત મનઃસંરંભ, માનકૃત મનઃસંરંભ, માયાકૃત મને સંરંભ અને લેભકૃત મનઃસંરંભ એ ચાર અને કારિત તથા અનુમતના ચાર ચાર ભેદ મળીને એકંદર મનઃસંરંભના બાર ભેદે થયા. એ પ્રમાણે વચન-સંરંભ અને હાય-સંરંભના બાર બાર ભેદ પડે છે. અર્થાત સંરંભના એકંદર છત્રીસ ભેદે પડે છે. એવી રીતે સમારંભ અને આરંભના પણ છત્રીસ છત્રીસ ભેદે પડે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ભાવાધિકરણના એકંદર ૧૦૮ ભેદે છે. બધા મળીને આટલા જ ભેદે પત્ર શકે તેમ છે એમ માનવું ઇષ્ટ નથી, કેમકે આ સંબંધમાં વિશેષ વિચાર કરીએ તે વધારે ભેદે પી શકે છે. જેમકે કેધાદિક ચારે કષાયોમાંના દરેકના આગળ ઉપર કહેવામાં આવનારા અનન્તાનુબલ્પિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યા
ખ્યાન અને સંજવલન એમ ચાર ચાર ભેદની પૃથક્ પૃથક્ અપેક્ષા કરતાં ઉપર્યુક્ત ૧૦૮ ભેદના ૪૩૨ ભેદ થાય છે અને તેના પણ વળી સ્વપ્રતિષ્ઠિત, અન્ય પ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત અને
અપ્રતિષ્ઠિત એમ ચાર ચાર ભેદ વિચારતાં એકંદર ૧૭૨૮ ભેદો પડે છે. આ પ્રમાણે જીવાધિ-કરણને દ્રવ્ય અને ભાવ એ બને રૂપે વિચાર કર્યો. હવે પ્રસંગનુપાત્ત અછાધિકરણને પણ અને દષ્ટિએ વિચાર કરવામાં આવે છે.
અછવાધિકરણના નિર્વતનાદિ ભેદ–
અછવાધિકરણના ચાર મુખ્ય ભેદે છે –(૧) નિર્વતના, (૨) નિક્ષેપ, (૩) સંગ અને (૪) નિસર્ગ એમાં નિર્વસ્તનાના અર્થત રચનાના મૂલગુણનિર્વના અને ઉત્તરગુણનિર્વતના એવા બે ભેદે છે. તેમાં વળી મૂલગુણનિર્વતનાના પાંચ પ્રકારનાં શરીરે, વચન, મન, પ્રાણુ અને અપાન એ ભેદે છે અને ઉત્તરગુણનિર્વતનાને કાણ, પુરત, ચિત્રકમ ઇત્યાદિ ભેદે છે. એ પ્રમાણે નિપાદિકના પશુ અવાન્તર ભેદો છે, પરંતુ તેનું અવલોકન કરીએ તે પૂર્વે નિર્વતનાના ભેદોના સ્વરૂપ પર ગ્રન્થકારનું નિમ્ન-લિખિત કથન ધી લઈએ –
૧ તાવાર્થ ( અ. ૬. સુ. ૯)માં અર્થ સંમતિ દર્શાવવી એવો થાય છે,
આને બદલે “ અનુમત ” શબ્દ નજરે પડે છે. એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org