________________
૭૬૮
આસવ-અધિકાર.
[ તૃતીય
જાય અને એથી અન્ય મરી જાય તે આ પ્રમાણે જીવ-હત્યા કરનારને ઓછી શિક્ષા કરવામાં આવે છે.
વીર્ય યાને શક્તિ-વિશેષ પણ કર્મબંધની ભિન્નતાનું કારણ છે. જેમકે જોરાવર વ્યક્તિ જેટલી સહેલાઈથી અને ઉત્સાહથી કાર્ય કરી શકે તેટલી સહેલાઈથી કે ઉત્સાહથી નિબળ વ્યક્તિ તે કાર્ય ન કરી શકે એ બનવા જોગ છે. એટલે કે સેવા, દાન, ઉપવાસ ઇત્યાદિ શુભ કાર્ય અથવા હિંસા, ચોરી વગેરે અશભ કાર્યો કરવામાં સબળ કરતાં નિર્બળને શુભાશુભ કર્મા–બંધ મંદ હોય છે. એવી જ રીતે અધિકરણ એટલે કે શસ્ત્રાદિની તીણતા, ઉગ્રતાદિ અનુસાર કર્મબંધમાં ફરક પડે છે. જેની પાસે સામાને મારવા માટે નેતરની સોટી હોય તેને સામાને મારતાં જેવો કમબંધ થાય તેના કરતાં જેની પાસે લોખંડની પેલી વાળી ડાંગ હોય અને તેનાથી તે અન્યને મારે ત્યારે તેને જે કર્મ-બંધ થાય તેની તીવ્રતા અધિક છે. એ પ્રમાણે બંક વગેરે શો માટે સમજી લેવું. અર્થાત્ જેમ વય વધારે હોય અને શાસ્ત્રની ઉગ્રતા અધિક હોય તેમ આવેશ વિશેષ હોય એમ સામાન્યતઃ કહી શકાય. - આ પ્રમાણે છે કે બાહા આસોની સમાનતા હોવા છતાં પણ કર્મ–બંધમાં જે અસમાનતા ઉપસ્થિત થાય છે, એના કારણરૂપે અત્ર અધિકરણ, વીર્ય ઈત્યાદિની વિશેષતાને નિર્દેશ કરાયો છે, તે પણ કમબંધની વિશેષતાનું ખાસ કારણ કાષાયિક પરિણામની તીવ્રતા મંદતા જ છે. વિશેષમાં જે સત્તાન-પ્રવૃત્તિ, અજ્ઞાન-પ્રવૃત્તિ અને વીર્યની વિશેષતાને કર્મબંધની તરતમતાના હેતુ તરીકે નિર્દેશ કરાવે છે તે કાષાયિક પરિણામની વિશેષતા દ્વારા જ જાણ આ પ્રમાણે વિચારતા કર્મબંધની વિશેષતામાં શરૂપ અધિકરણની વિશેષતાનું જે નિમિત્તરૂપે કથન કરાયું છે તે પણ કાષાયિક પરિણામની તીવ્રતા અને મંદતા દ્વારા જ સમજવું. અધિકરણના ભેદ–
આપણે ૭૬૬મા તેમજ ૭૬૭માં પૃષ્ઠમાં જઈ ગયા તેમ જે અધિકરણની વિશેષતાને લઈને કર્મબંધમાં વિચિત્રતા ઉદ્દભવે છે તે અધિકરણના બે ભેદ પડે છે –(૧) જીવ-અધિકરણ અને (૨) અછવ-અધિકરણ. આ બન્નેના દ્રવ્યાધિકરણ અને ભાવાધિકરણ એમ બન્ને ભેદે છે. તેમાં દ્રવ્યાધિકરણના છેદનાદિક દશ અને ભાવાધિકરણના એક ને આઠ ભેદે છે. આ સર્વનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે કેટલુંક વિવેચન ઉમેરવામાં આવે છે.
શુભ કે અશુભ ગમે તે પ્રકારનું કાર્ય કરવામાં જીવ અને અજીવ એ બંનેને ખપ પડે છે. એકલે છવ કે એકલે અજીવ કાંઈ પણ કરી શકે તેમ નથી. આ રીતે તત્વાર્થ (અ. ૬, સૂ. ૮)માં કહ્યું પણ છે કે અધિકરણ છવરૂપ તેમજ અવરૂપ છે અર્થાત જીવ અને અજીવ બને અધિકરણ અર્થાત્ કર્મ–બંધના સાધન, ઉપકરણ કે શસ્ત્ર તરીકે ઓળખાવાય છે. આ બંને જાતનાં અધિકારણે પૈકી પ્રત્યેકના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે બે પ્રકારે પડે છે. જીવરૂપ
૧ “ અયિકvi Gીવારીકા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org