SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા. ૭૬૫ કાનને પ્રિય એવા સચિત્તાદિ ત્રિવિધ શબ્દો સાંભળીને રાગ ધારણ કરવા અને કઠાર એવા શબ્દો કાને પડતાં દ્વેષ ધારણ કરવા તે ક્શેન્દ્રિય વિષયક આસ્રવ છે. એના પણ એ પ્રકારો છે. તેમાં પ્રભુના ગુણગ્રામ, ગુરુનું સંકીર્તન, ધર્માદેશનાનું શ્રવણુ ઇત્યાદિ પ્રશસ્ત કાર્યોમાં શ્રવણેન્દ્રિયને જોડવી તે શુભ આસ્રવ છે, જ્યારે વેશ્યાનાં ગાયન, જલસા વગેરે સંસારની પુષ્ટિ કરનારાં સાધનામાં કણેન્દ્રિયને તલ્લીન બનાવવી તે અશુભ આસ્રવ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયેાની અનુકૂળતા કે પ્રતિફૂલતાને વશ ન થતાં પુદ્ગલના વિવિધ પ્રકારના સ્વભાવ છે એવી ભાવના પૂર્ણાંક તટસ્થતા કેળવવી અર્થાત્ ન તે રાગને અધીન થવુ` કે ન તા દ્વેષને; કેમકે આમ કરવાથી જ ઇન્દ્રિયા સમધી કમનું આગમન થતું અટકે અને કનુ રાકાણુ થઇ મુક્તિના માર્ગ માકળા થાય, કષાય સંબંધી આવાની શુભાશુભતા— કાદિ ચાર કષાયેા પૈકી જે કષાય પ્રશરત ભાવે વતા હેાય તે શુભ આસ્રવ છે, જ્યારે જે અપ્રશાંત ભાવે વતા હોય તે અશુભ આસવ છે; અને કોઇ પણ ભાવમાં ન વતા હોય તે સંવરના ઉદય થાય છે. દેવ, ગુરુ કે શાસનના ઇરાદા પૂર્વક વિધ્વંસ કરનાર ઉપર ગુસ્સે થવું પડે કે દુવિનીત શિષ્યને સન્માગે દોરવવાના શુભ હેતુથી તેના તરફ ક્રોધ કરવા પડે તે પ્રશસ્ત ક્રોધ છે, જ્યારે સંસારવર્ધક પદાના નાશ કરનાર ઉપર ગુસ્સે થવુ, દાખલા તરીકે કોઇ ઉન્માગે જતાં અટકાવે એવા હિતેષી ઉપર ગુસ્સા કરવા તે અપ્રશસ્ત ક્રોધ છે. પેાતાના શ્રેષ્ઠ ધર્મો વગેરેને માટે મગરૂરી રાખવી તે પ્રશસ્ત માન છે, જ્યારે નમન કરવા ચેાગ્ય જનાને ન નમવું તે અપ્રશસ્ત માન છે. શિકારીથી મૃગના જીવ બચાવવા તેને અપલાપ કરવા, રાગીને કડવાં ઔષધ પાતી વેળા તેને હિતબુદ્ધિથી છેતરવા, અનેક ઉપાય કરવા છતાં દીક્ષાના સાચા અભિલાષીને તેનુ કુટુબ રોકી રાખે તે એ કુટુંબની જાળમાંથી તેને છેાડાવવા જે પ્રપંચ કરવા પડે તે વગેરે પ્રશસ્ત માયા છે, જ્યારે ધન મેળવવાની ઇચ્છાથી ગ્રાહકને ઠગવા, કુટુંબની વૃદ્ધિ માટે કપટ સેવવું વગેરે અપ્રશસ્ત માયા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, વૈયાવૃત્ત્પાદિનાં ઉપકરણા વગેરે માટે જે લાભવૃત્તિ રાખવી તે પ્રશસ્ત લાભ છે, જ્યારે ધન, ધાન્ય વગેરેને વિષે આસક્તિ રાખવી તે અપ્રશસ્ત લાભ છે. ૧ પેાતાની સેવા કરાવવાના ઇરાદાથી સાધુ ખટપટ કરીને કાને સોંસારમાંથી છેડાવી દીક્ષા t આપે ા તેમ કરનાર સાધુનો આસ્રવ અશુભ છે, જ્યારે છૂટનાર મુમુક્ષુ હાય તો તેને આસ્રવ શુભ છે. सा विद्या या विमुक्तये અથવા જૈન દર્શન પ્રમાણે જ્ઞાનન્ય હતું વિરતિ: ' એ મુદ્રાલેખને અનુલક્ષીને એમ કહી શકાય છે કે ભવિષ્યમાં સારો સંસાર નિભાવનાર–ચલાવનાર થાય એવા ઇરાદાથી પુત્રાદિને અપાતું શિક્ષણ તે અશુભ આસ્રવ છે, જ્યારે એને કષ્ટક મેધ થાય તે એ જ્ઞાન દ્વારા એ સંસારની જાળથી છૂટા ય મેક્ષમાગે સાંચરે એવા હેતુથી એને અપાતું શિક્ષણ અને જરૂર પડે તો એવા શુભ ઇરાદાથી કરવામાં આવતાં તેનાં તાડન, તર્જન ત્યાદિ શુભ આસવ છે, Jain Education International ܕܕ CC For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy