________________
૭૬૧
ઉલાસ ].
આત દર્શન દીપિકા. અર્થાત જિન-પ્રવચનમાં પ્રરૂપેલા માર્ગથી સદા વિપરીત રસ્તે જવું તેમજ સાધુ, કુદેવ વગેરેની ક્રિયાનું અનુમોદન કરવું તે “મિથ્યાદર્શન–ક્રિયા” જાણવી. જિન-પ્રવચનથી વિપરીત શ્રદ્ધાન કરવું, વિપરીત પ્રરૂપણ કરવી ઇત્યાદિને આ ક્રિયામાં સમાવેશ થાય છે.
કહેવાનો મતલબ એ છે કે મિથ્યાત્વીને અનુકૂળ પ્રવૃત્તિ કરવા કે કરાવવામાં રસ લેતી વ્યક્તિને તું ઠીક કરે છે ઇત્યાદિ કહી પ્રશંસાદિ દ્વારા તેને મિથ્યાત્વમાં દઢ કરવી તે “મિચ્યોદશનકિયા' છે.
અન્યત્ર આનું સ્વરૂપ જુદું જ જણાય છે. જેમકે વિશ્વમાં જે વસ્તુઓ જે સ્વરૂપે વિદ્યમાન હોય તેને તે સ્વરૂપે ન માનતાં તેથી વિપરીત રૂપે માનવી તે “મિચ્છાદર્શન–પ્રત્યયિકી ક્રિયા ” છે. આના બે પ્રકારે છે. જેમકે વિદ્યમાન પદાર્થોને સકરૂપે માને, પરંતુ તેના કેટલાક ગુણ પર્યાયને વિપરીત રૂપે માને. દાખલા તરીકે કેટલાક દાર્શનિકે આત્મા દેહવ્યાપી છે એમ માનવા છતાં આત્મા અંગુઠાની પર્વરેખા પ્રમાણ વ્યાપ્ત છે અથવા કેવળ એક તંદુલ જેવડે જ છે એ પ્રમાણે ન્યૂન માને અને કેટલાક આત્મા સર્વવ્યાપી છે, પાંચસે ધનુષ્ય જેટલું છે ઇત્યાદિ રૂપે અધિક માને તે “ઊનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે. જેમાં વિદ્યમાન પદાર્થને સર્વથા નિષેધ કરે- જેમકે આત્મા છે જ નહિ એમ મૂળમાં જ કુહાડો લગાવે તેની આ માન્યતા “તદ્વયતિરિક્ત (તે બેથી જુદી) મિથ્યાદર્શન-પ્રત્યયકી ક્રિયા ”ના નામથી ઓળખાય છે. આ ક્રિયા સમ્યકત્વ–મેહનીય સિવાય દર્શન–ષકના ઉદયથી હાય, માટે આ ત્રીજા ગુણસ્થાન સુધી હેય. પચીસ ક્રિયાઓના નામોલેખને ક્રમ–
પ્રસ્તુત ગ્રન્થકારે પચીસ કિયાઓનાં નામને નિર્દેશ કર્યો નથી, પરંતુ તેમણે એક પછી એક ક્રિયાનું લક્ષણ નિર્દેશ્ય છે. એ ઉપરથી ફલિત થતો કમ આપણે ૭૪૮મા તેમજ ૭૪મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. આ ક્રમ કયા ગ્રન્થને આધારે જાય છે તે સમજાતું નથી. નવતત્વપ્રકરણ (ગા. ૨૨-૨૪)માં તે નીચે મુજબને કમ જોવાય છે:--
(૧) કાયિકી, (૨) આધિકરણિકી, (૩) પ્રાષિક, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણાતિપાતિકી, (૬) આરંભિકી, (૭) પારિગ્રહિકી, (૮) માયાપ્રત્યયિકી, (૯) મિથ્યાદર્શનપ્રત્યયિકી, (૧૦) અપ્રત્યાખ્યાનિકી, (૧૧) દષ્ટિકી, (૧૨) સ્પષ્ટિકી (અથવા પૃષ્ટિકો), (૧૩) પ્રાહિત્યકી, (૧૪) સામતે નિપાતિકી, (૧૫) સુષ્ટિકી (અથવા નૈશ્વિકી), (૧૬) સ્વાહસ્તિકી, (૧૭) આજ્ઞાપનિકી, (૧૮) વેદારણિકી, (૧૯) અનાગિકી, (૨૦) અનવકાંક્ષા--પ્રત્યચિકી, (૨૧) પ્રાયોગિકી, (૨૨) સામુદાયિકી, (૨૩) *પ્રેમિકી, (૨૪) "હેષિકી અને (૨૫) ઐર્યાપથિકી.
૧-૨ આ કોની કોની માન્યતા છે તેને નામે લેખ મારા જેવામાં આવ્યો નથી. ૭ ચાર અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ–મેહનીય અને મિશ્ર મેહનીય.
૪-૫ આ બેને બદલે શ્રીગંધહસ્તી મુનિરને સમ્યક્ત્વ-ક્રિયા અને મિથ્યાત્વ-ક્રિયાનો ઉલ્લેખ 96
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org