SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૦ આઅવ–અધિકાર. [ તૃતીય અર્થાત્ ઉપર્યુક્ત સમ્યકત્વ-કિયાથી ઉલટા પ્રકારની પ્રવૃત્તિરૂપ ક્રિયા તે “મિથ્યાત્વ-કિયા” જાણવી. મિથ્યાત્વની પુષ્ટિ કરનારી આ ક્રિયા ત્રીજા ગુણસ્થાનક સુધી સંભવે છે. મિથ્યાત્વ–મેહનીય કમના ઉદયથી સરાગ દેવ, અબ્રહ્મચારી ગુરુ, કુશાસ્ત્ર વગેરેની થતી સ્તુતિ, ઉપાસના એ મિથ્યાત્વ-કિયા” છે. આના અભિગૃહીત, અનભિગ્રહીત અને સંદિગ્ધ એમ ત્રણ પ્રકારે છે. જેમકે ૧૩૬૩ પાખડીઓની કિયા તે પ્રથમ પ્રકાર, કેઈ અમુકને દેવ તરીકે સ્વીકાર્યા વિનાની પ્રાણીઓની ક્રિયા તે બીજે પ્રકાર અને જિન-પ્રવચનને વિષે એક અક્ષર જેટલે પણ સંદેહ ધરાવનાર વ્યક્તિની કિયા તે ત્રીજો પ્રકાર છે. સમાદાન-ક્રિયાનું લક્ષણ – योगत्रयकृतपुद्गलादानरूपत्वं समादानक्रियाया लक्षणम् । अथवा योगनिर्वृत्तिसमर्थपुद्गलग्रहणरूपत्वम् । (२७९) અથૉત્ ત્રણ પ્રકારના વેગ દ્વારા આઠ પ્રકારના કર્મ–પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ કિયા તે “સમાદાન-ક્રિયા ” જાણવી. અથવા તે યોગને બનાવવામાં સમર્થ એવા પુદ્ગલેનું ગ્રહણ કરવું તે સમાદાન-ક્રિયા” છે. આ લક્ષણ તત્વાર્થરાજ ( પૃ. ૨૪૯)ની નિમ્પન-લિખિત "वीर्यान्तरायज्ञानावरणक्षयोपशमे सति अङ्गोपाङ्गोपष्टम्भादात्मनः कायवाङ्मनोयोगनिवृत्तिसमर्थपुद्गलग्रहणं वा संयतस्य सतः अविरतिं प्रत्यभिमुखं समादान क्रिया" –પંક્તિગત પ્રથમ વિકલ્પને અનુસરે છે. એને દ્વિતીય વિકલ્પ અર્થ એ છે કે ત્યાગી હોવા છતાં અવિરતિ પ્રતિ અભિમુખ રહેવું તે “સમાદાન-ક્રિયા છે, આ વિકલ્પમાં સૂચવાયેલ ભવવૃત્તિ તરફનું ઝૂકવું એ સમાદાન-ક્રિયા છે એવું આ ક્રિયાનું લક્ષણ તત્વાર્થની બૃહદવૃત્તિના દ્વિતીય વિભાગ (પૃ. ૧૨ )માં નિર્દેશાયું છે. વિશેષમાં ત્યાં અન્યના મતરૂપે એમ પણ ઉમેરાયું છે કે આ સમાદાન–ક્રિયા બે પ્રકારની છે. જેનાથી વિષય ગ્રહણ કરાય તે “સમાદાન ” એટલે “ઈન્દ્રિય' એ સંબંધી દેશ-ઉપઘાતક કે સર્વ-ઉપઘાતક વ્યાપાર તે સમાદાન-કિયા” છે. જેના વડે આઠે કર્મોને સમુદાય બંધાય તેવા પ્રકારની ઇન્દ્રિયને વ્યાપારતે “સામુદાયિકી કિયા છે. સમાદાન-કિયાને બદલે કેટલેક સ્થળે આ નામ સૂચવાયું છે. આ ક્રિયા ઈનિદ્રય અવતવાળા જી સાથે સંબંધ ધરાવતી હોવાથી એ પ્રાચે પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. એયપથિકી ક્રિયાનું લક્ષણ ईर्यापथकर्मकारणरूपत्वमैर्यापथिकी क्रियाया लक्षणम् । (२८०) ૧ આનું સ્વરૂપ ચતુર્થ ઉ૯લાસમાં વિચારાશે. ૨ જુઓ નવતર પ્રકરણના ભાષ્યનું ૩૧મું પત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy