SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ויעי ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત ઈર્યાપથ કર્મના કારણરૂપ ક્રિયાને “ઍર્યા પથિકી ક્રિયા ” જાણવી. ઈર્યા એટલે ગમન-આગમન અને પથ એટલે માર્ગ. ગમનાગનરૂપ કાયાગ અને ઉપલક્ષણથી વચનગ અને મને. એ કમને આવવા માગે છે. આ સંબંધી અકષાયિક પ્રવૃત્તિ તે ઐયપથિકી ક્રિયા છે. આ ક્રિયા બંધાતી અને વેદાતી એમ બે પ્રકારની છે. તેમાં પ્રથમ સમયે બંધાતી અને બીજે સમયે વેદાતી છે. વિશેષમાં આ ક્રિયા અગ્યારમા, બારમા અને તેમાં ગુણસ્થાનકે રહેલા અકષાયી જીવને યોગમાત્રથી જ હોય છે, આ યોગને લઈને બંધાતું સાતવેદનીય કર્મ મનહર વર્ણ, રસ, ગંધ અને સ્પર્શવાળું પરંતુ અત્યંત રૂક્ષ હોય છે જેથી કરીને પ્રથમ સમયે એ બંધાય છે અને બીજે જ સમયે એનું વેદના થાય છે અર્થાત એ નિર્જરે છે. આથી કરીને આ ઈર્યાપથ કર્મની સ્થિતિ માત્ર બે સમયની જ છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે અષાયી જીવને કેવળ સાતવેદનીય કર્મને જ બંધ હોય છે; એ સિવાય અન્ય કર્મના બંધ માટે અવકાશ નથી. યેગ-ક્રિયાનું લક્ષણ धावावलगनादिरूपकायव्यापारपरुषानृतादिरूपवाग्व्यापाराभिद्रोहादिरूपमनोव्यागरविषयकप्रवृत्तिरूपत्वं प्रयोगक्रियाया लक्षणम् । (૨૮) અર્થાત ધાવન, વગનાદિક કાયિક વ્યાપાર, કઠોર અને અસત્ય ભાષણ વગેરે જેવા વાચિક વ્યાપાર અને ઈર્ષા, દ્રોહ, અભિમાન ઈત્યાદિ રૂપ માનસિક વ્યાપાર તે “પ્રગ-ક્રિયા ” જાણવી. અર્થાત ગમન, આગમન ઈત્યાદિ ચેષ્ટાને લગતી સકષાય પ્રવૃત્તિને “પ્રગ-ક્રિયા ” સમજવી. આ ક્રિયા શુભાશુભ સાવદ્ય યોગવાળાને હોવાથી પાંચમી ગુણસ્થાનક સુધી પ્રાયે હોય છે. પરિગ્રહ-ક્રિયાનું લક્ષણ– __सचित्तादिद्रव्येषु ममेति ममत्वकरणरूपत्वं परिग्रहक्रियाया लक्षનમ્ ! (૨૮૨) અર્થાત સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવાં દ્રવ્યને વિષે “આ મારૂં” એ પ્રકારના મમત્વના કારણરૂપ ક્રિયા તે “પરિગ્રહ-ક્રિયા ” જાણવી. વિશેષમાં ધન, ધાન્યાદિનું ઉપાર્જન કરવામાં અને તેનું રક્ષણ કરવામાં મૂચ્છ રાખવી તે “પરિગ્રહ-ક્રિયા છે. આ કિયા જીવ-પારિગ્રહિક અને અછવપારિગ્રહિક એમ બે પ્રકારની છે. તેમાં ધાન્ય ઢોર, દાસી વગેરે સચેતન દાર્થોને સંગ્રહ કરે તે પહેલા પ્રકાર છે, જ્યારે વસ્ત્ર, ભૂષણ વગેરે અચેતન પદાર્થોને સંગ્રહ કરે તે બીજો પ્રકાર છે. ૧ દેવું. ૨ વળગવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy