________________
૯૪૭
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. આમ્રવના સ્વામીની વિવિધતાને આભારી છે. સકષાય જીવોને સાંપરાયિક આસ્રવ હોય છે, જ્યારે અકષાયને ઇર્યાપથવિષયક યાને ઐર્યાપથિક હોય છે.
પહેલાથી દશમા ગુણસ્થાનક સુધીના છ સકષાય છે, જ્યારે અગ્યારમાથી તે ચૌદમાં સુધીના અકષાય છે. સાપાયિક આસવનું લક્ષણ–
सकाषायिकत्रि वधयोगकृतकर्मागमनरूपत्वं साम्परायिकास्रवस्य लक्षगम् । अथवा संसारपरिभ्रान्तिकारणकत्वे सति यथासम्भवं त्रिविध योगकृतक गमनरूपत्वम् । ( २७५) અર્થાત્ કષાયથી યુક્ત જીવના ત્રણ પ્રકારના વેગથી ઉદ્દભવતાં કર્મોના આગમનને “સાપરાયિક આસવ” જાણ. અન્ય શબ્દમાં કહીએ તો સંસાર પરિભ્રમણના કારણરૂપ કાયિક, વાચિક અને - માનસિક એ ત્રિવિધ ગેમાંના યથાયેગ્ય ઉત્પન્ન થતાં કર્મોના આગમનને “સાપરાયિક આસવ , સમજ.
પથિક આસવનું લક્ષણ- अकषायकृतत्वंद्विसमयस्थितिकत्वयोः सतोर्यथासम्भवं त्रिविधयोगकृतकर्मागमनरूपत्वा पथिकस्य लक्षणम् । ( २७६) અર્થાત કષાય રહિત જીવે કરેલા અને બે સમયની સ્થિતિવાળા એવા, ત્રણ પ્રકારના યોગેમાંથી યથાસંભવ યોગ દ્વારા ઉદ્દભવતા સાતવેદનીય કર્મના આગમનને “ઐયંપથિક આસવ' કહેવામાં આવે છે. સાંપરાયિક અને ઐયંપથિક કર્મ–
સાંપરાયિકાદિ કર્મના આસો સહેલાઈથી સમજાય તે માટે સાંપરાયિક કમ અને ઈપથ - કર્મનું સ્વરૂપ દષ્ટાંત દ્વારા વિચારીશું જેમ હવાથી ઉડેલી રજ ભીના ચામડા કે વસ્ત્ર ઉપર પડે તો તેની સાથે તે ચોંટી જાય છે તેમ યોગ દ્વારા ખેંચાયેલું જે કર્મ કષાયના ઉદયના કારણને લઈને આત્માની સાથે સંબદ્ધ થઈને સ્થિતિ કરે છે તે કમ “સાંપરાયિક' છે. આ કર્મ આત્માને સંપરચ કરવામાં અર્થાત્ તેને પરાભવ કરવામાં પોતાનું બળ અજમાવે છે. કેરી ભીંતની ઉપર લાગેલા લાકડાના ગોળાની પેઠે ચગથી આકર્ષાયેલું જે કર્મ કષાયના ઉદયને અભાવ હોવાથી આત્માની સાથે સંસ્કૃષ્ટ થતાં વેંત જ અલગ થઈ જાય છે તે “ઈપથ-કર્મ છે. આ કમને ઐયંપથિક કહેવાનું કારણ એ છે કે એ કર્મ કષાય ન હોવાથી ફક્ત ઈર્યા યાને ગમનાગમનાદિરૂપ યોગ દ્વારા બંધાય છે.
1 જુઓ કર્મસ્ત( ગા. ૧૨ )ની ટીકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org