________________
19૪૪ આસવ-અધિકાર.
( તીય
[ તૃતીય વાચિક અશુભ આવનું લક્ષણ
मिथ्याज्ञानविषयकवाकृताशुभकर्मागमनरूपत्वं वाचिका शुभाવસ્થ ઢક્ષણમ્ ! (૨૬૮) અર્થાત મિથ્યાજ્ઞાન વિષયક વચને દ્વારા જે અશુભ કર્મોનું આગમન થાય તેને “વાચિક અશુભ આસવ' જાણ. કાયિક શુભ આસવનું લક્ષણ
सुगुप्तशरीरे सति शरीरिकृतशुभचेष्टा विशेषात् शुभकर्मागमनત્રપર્વ વિશુમાવસ્થ ઋક્ષણમ્ ( ર ) અર્થાત શુભ વ્યાપારમાં જોડેલા શરીર દ્વારા પ્રાણીથી કરાતી શુભ ચેષ્ટાઓથી જે શુભ કર્મોનું આગમન થાય તે “કાયિક શુભ આસવ” કહેવાય છે. કાયિક અશુભ આસવનું લક્ષણ–
सततारम्भिजन्तुघातकशरीरिकृताशुभकर्माग मनरूपत्वं कायिकाગુમાસ્ત્રવણ ચાન્સ (૨૭૦), અર્થાત હમેશાં આરંભ-સમારંભમાં રચી પચી રહેનારા તેમજ પ્રાણીના ઘાતક એવા જીવે શરીર દ્વારા કરેલી જે ક્રિયા અશુભ કર્મોના આગમનરૂપ બને તે “કાયિક અશુભ આસ્રવ સમજ. અશુભ કર્મનાં કારણે
અત્રે એ ધ્યાનમાં રાખવું કે કષાય, વિષય, વેગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ, આdધ્યાન, રૌદ્ર ધ્યાન ઇત્યાદિ અશુભ કર્મોનાં કારણો છે.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે યોગના પણ શુભ અને અશુભ એમ બે પ્રકારે પડે છે. તેમાં શુભ યોગનું લક્ષણ એ છે કે –
૧ બંધનાં કારણે તરીક કપાય, યોગ, પ્રમાદ, અવિરતિ અને મિથ્યાત્વ એ પાંચને ચોથા ઉલ્લાસમાં ઉલ્લેખ થશે તેમજ એનું વિસ્તૃત સ્વરૂપ ત્યાં વિચારાશે. એ સંબંધમાં અત્ર સંક્ષેપમાં તક રહસ્યદીપિકાના ૭૨ માં પત્ર અનુસાર એટલું જ કહીશું કે ક્રોધ માન, માયા અને લેભ એ ચારેને સંગ કરવા એનું નામ “ કષાય' છે. તન, વચને અને મનની પ્રવૃત્તિ કરવી એનું નામ “ યોગ ' છે વિષયો સેવવા, મધ પીવું વગેરેનું નામ “ પ્રમાદ ” છે. હિંસા વગેરે અશુભ ક્રિયાની પ્રવૃત્તિઓથી ન અટકવું એનું નામ “ અવિરતિ ” છે. કેવળ નામધારી, દેવ, ગુરુ અને ધર્મને સાચા દેવ, સદગુરુ અને સત્ય ધર્મરૂપે માનવા તેનું નામ “ મિથ્યાત્વ ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org