SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આસવ-અધિકાર | તૃતીય અનાદિ દોષ તે ‘અવિદ્યા' કહેવાય છે. આ વિદ્યાનાં જે નિમિત્તા પરિણામેાનાં પ્રેરક બને છે તેને ' આસવ ’ કહેવામાં આવે છે. આસવ ' એટલે મદ ઉત્પન્ન કરે એવા રસ. આ આસવના ( ૧ ) કામ–આસવ, ( ૨ ) ભવ–આસવ, ( ૩ ) દૅષ્ટિ-આસવ અને ( ૪) અવિદ્યા-આસન એમ ચાર પ્રકાર છે. શબ્દાદિ વિષયાને પ્રાપ્ત કરવાની વાસના, ઇચ્છા કે રાગને ‘ કામાસવ’ કહેવામાં આવે છે. પંચક ધમાં એટલે સચેતન દૈહમાં જીવવાની ઇચ્છાને ‘ ભવાસવ ’કહેવામાં આવે છે. બૌદ્ધ દૃષ્ટિથી વિપરીત દૃષ્ઠિ સેવવાના વેગને ‘ ઋચાસવ ’ કહેવામાં આવે છે. અસ્થિર અથવા અનિત્ય પદાર્થ સમુદાયમાં સ્થિરતા અથવા નિત્યતાની બુદ્ધિને ‘ અવિદ્યાસવ ' કહેવામાં આવે છે. આસવા એ અવિદ્યાના સામાન્ય વિકાર છે, જ્યારે ક્લેશ એ વિશિષ્ટ વિકાર છે. ઔદ્ધ દનગત આસવનુ આ સ્વરૂપ તેમજ જૈન દનગત : આસ્રવનું` ઉપર મુજબનુ સ્વરૂપ ધ્યાનમાં લઇ પ્રે. યકાખી એવા અભિપ્રાય જાહેર કરે છે કે આસવના મૂળ અથ જૈન દર્શનમાં વિશેષતઃ નજરે પડતા હાવાથી જૈન દર્શન બૌદ્ધ દશનથી પ્રાચીન છે. આ ઉલ્લાસની પીઠિકારૂપે આટલું નિવેન કરી આપણે પ્રસ્તુત ગ્રંથકારના વક્તવ્યને અનુસરીશું'. તેમાં સૌથી પ્રથમ તેમણે નિર્દેશેલું આસ્રવનુ' લક્ષણ નીચે મુજબ રજુ કરવામાં આવે છેઃ कायवाङ्मनः कृतशुभाशुभकर्मागमनरूपत्वमालवस्य लक्षणम् । ( ૨૫૮ ) અર્થાત્ શરીર, વચન અને મન દ્વારા જે શુભ કે અશુભ કર્યાં કરવામાં આવે છે તે કર્માંના આગ ૧ સાંખ્ય યોગમાં વિદ્યાનાં રાગ, દ્વેષ, અસ્મિતા અને અભિનવેશરૂપ ચાર પાઁ ગણાવાયા છે તે આ સાથે કેટલેક અંશે મળતા આવે છે. ૨ ધર્મ અને નીતિના વિશ્વકાષ ( Encyclopedia of Religion and Ethics )ના ૧૧ મા પુસ્તક ( Volume )માં પ્રસિદ્ધ થયેલા જૈન દર્શન ( Jainism ) નામના લેખ (પૃ. ૪૭ર)માં આ પાશ્ચાત્ય વિદ્વાને કહ્યું છે કે— * Now these terms (asrch, samvara and nirjara) are a8 old as Jainism. For, the Buddhists have borrowed from it the most significant term asrava; they use it in very much the same sense as the Jains, but not in its literal meaning, since, they do not regard the kırma as subtle matter, and deny the existence of a soul into which the karma could have an ‹ influx · Thus the same argnment serve3 to prove at the same time that the karma theory of the Jains is an original and integral part of their system and that Jainism is considerably older than the origin of Buddhism. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy