________________
ઉદાસ ].
આત દર્શન દીપિકા.
७२८
કાય અને આકાશાસ્તિકાયને વિષે કઈ પણ પુરુષ બેસવાને, સુવાને, ઊભું રહેવાને, નીચે બેસવાને કે આળોટવાને સમર્થ નથી, પરંતુ એ સ્થાને તે અનંત છ અવગાઢ-રહેલા છે. પુદ્ગલાસ્તિકાય પરત્વે આથી વિપરીત હકીકત છે અર્થાત એ રૂપી અછવકામાં બેસવાને સુવાને યાવત આળોટવાને કઈ પણ શક્તિમાન્ છે.' કાકાશમાં રહેલા જીવ-પ્રદેશે
લોકના એક આકાશ-પ્રદેશમાં જે એકેન્દ્રિય થી માંડીને તે પંચેન્દ્રિય સુધીના છના પ્રતેશે તેમજ અનિન્દ્રિયના પ્રદેશ છે તે શું પરસ્પર બદ્ધ છે, અ ન્ય પૃષ્ટ છે યાવત અન્યોન્ય સંબદ્ધ છે ? વળી શું તે બધા પરસ્પર એક બીજાને કાંઈ પણ આબાધા (પીડા ) કે વ્યાબાધા ( વિશેષ પીડા) ઉત્પન્ન કરે તેમજ અવયવને છેદ કરે ? આને ઉત્તર ભગવતી (શ. ૧૧, ઉ. ૧૦, ૪૨૨)માં આપતાં નિર્દેશાયું છે કે એ અર્થ યથાર્થ નથી. જેમ શૃંગારના આકાર સહિત સુંદર વેષવાળી અને સંગીતાદિને વિષે પ્રવીણતાવાળી કઈ એક નર્તકી હોય અને તે સેંકડો મનુષ્યોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીસ પ્રકારના નાટકે પૈકી કઈ એક પ્રકારનું નાટય દેખાડે છે તે પ્રેક્ષકે અનિમેષ દૃષ્ટિથી ચોતરફ જુએ. એ પ્રેક્ષકોની દષ્ટિ ચારે બાજુથી તેના વિષે પડેલી હોય તે પણ તેથી તે નર્તકીને કાંઈ પણ બાધા કે વ્યાબાધા ઉત્પન્ન ન થાય તેમજ તેના અવયવને છેદ ન થાય તેમજ વળી તે નર્તકી તે પ્રેક્ષકની દષ્ટિએને કાંઈ પણ બાધા કે વ્યાબાધા ઉત્પન્ન ન કરે તેમજ તેના અવયને છેદ ન કરે તે પ્રમાણે જીવના પ્રદેશો માટે સમજી લેવું. એક આકાશ પ્રદેશમાં છવ-પ્રદેશાદિની સંખ્યાનું અ૫બહત્વ
લોકના એક આકાશ-પ્રદેશમાં અનંત જીવોની અવગાહના હોવાથી એકેક આકાશપ્રદેશમાં અનંત જીવ-પ્રદેશે છે. લોકમાં સૂક્ષ્મ અનંત જીવાત્મક નિગોદો, પૃથ્વી વગેરે સર્વ જીવ અસંગેય સમાન છે. તેના એ કેક આકાશ-પ્રદેશમાં અનંત જીવ-પ્રદેશ છે. તેમાં "જઘન્ય પદે રહેલા જીવ-પ્રદેશ સૌથી છેડા છે, તેના કરતાં સર્વ જી અસંખ્યાત ગુણા છે, અને તેના કરતાં પણ ઉત્કૃષ્ટ પદે રહેલા જી વિશેષતઃ અધિક છે. જુઓ ભગવતી (શ. ૧૧, ઉ. ૧૦, સૂ૦ ૪૨૩).
૧ જુઓ ભગવતી ( શ. ૧૩, ઉ. ૪, સુ. ૪૮૫). ૨ જુઓ ભગવતી (શ. ૭, ઉ. ૧૦, સૂ. ૩૦૫ ).
૩ જુએ રાજપ્રમીય સૂત્રના પર માથી તે ૫૪ મા પયતનાં પ. ૪ જુઓ ભગવતી ( સૂ. ૪૨૩ )ની વૃત્તિનું પર૭ મું પત્ર. ૫-૬ આના સ્વરૂપ માટે વિચારો નિમ્નલિખિત ગાથા
“ तत्थ पुण जहन्नपयं लोगंतो जत्थ फासणा तिदिसि ।
छद्दिसिमुक्कोसपयं समत्तगोलंमि णण्णत्थ ॥" [ तत्र पुनर्जघन्य पदं लोकान्तो यत्र (गोलके) स्पर्शना त्रिषु विक्षु ।
षटसु दिनु उत्कृष्टपदं समस्त गोले नान्यत्र ॥ ] અર્થાત જન્ય પદ લોકાંતમાં છે કે જ્યાં ગોલકને વિષે નિગોદ-દેશોથી ત્રણ જ દિશામાં સ્પર્શને હોઈ
92
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org