________________
૭૨૨
અજીવ–અધિકાર
[ દ્વિતીય
પરમાણુનું પ્રતિઘાતિત્વ
પરમાણુને પર્વત, પાણી કે અગ્નિ પ્રતિઘાત કરી શકે નહિ એટલે કે એ દષ્ટિએ એ અપ્રતિઘાતી છે, પરંતુ એ ત્રણ પ્રકારે પ્રતિઘાતી પણ છે. જેમકે (૧) વિમાત્ર સ્નિગ્ધતા-રૂક્ષતા વડે પરમાણુને અન્ય પરમાણુઓ સાથે સંબંધ થતું હોવાથી એ “બંધનપરિણુમિ-પ્રતિઘાતી” કહી શકાય. (૨) અલેકમાં ધર્માસ્તિકાયને અભાવ હોવાથી કાતથી આગળ ધર્માસ્તિકાયને પરમાણુ ઉપર ઉપકાર નહિ હેવાથી પરમાણુ લે કાનમાં જઈને હણાય છે–અથડાય છે એટલે કે એ “ઉપકારાભાવ-પ્રતિઘાતી” છે. (૩) વિસસા પરિણામ પૂર્વક વેગથી ગતિ કરતા પરમાણુને વેગવાળી ગતિ વડે સામે આવતે બીજે પરમાણુ અટકાવે છે. આથી કરીને પરમાણુ વેગ-પ્રતિઘાતી” પણ કહી શકાય છે.
આ પ્રમાણે એક જ પરમાણુમાં પ્રતિઘાતિત્વ અને અપ્રતિઘાતિત્વરૂપ વિરુદ્ધ ધર્મોનું યુગલ રહેલું છે, છતાં સ્થળ દષ્ટિએ વિચારતાં તે પરમાણુ અપ્રતિઘાતી જ કહેવાય. જેમ શબ્દાદિ પુગલે સામાન્ય રીતે અપ્રતિઘાતી હોવા છતાં વાયુ ઈત્યાદિ વડે તેમાં પ્રતિઘાત સંભવે છે તેમ અપ્રતિઘાતી પરમામાં પણ ઉપર સૂચવી ગયા તેમ ત્રણ રીતે પ્રતિવાત સંભવે છે. આથી સાર એ નીકળે છે કે જે દ્રવ્યો અપ્રતિઘાતી ગણાવામાં આવ્યાં છે તે સર્વથા અપ્રતિઘાતી જ છે એમ નહિ, પરંતુ અમુક અમુક અપેક્ષાએ વિચારતાં તે પ્રતિઘાતી પણ કહી શકાય તેમ છે. છ દ્રવ્યોની નિત્યતા અને અનિત્યતા–
ધર્માસ્તિકાય અરૂપી, અચેતન, અક્રિય અને ગતિસહાયક એ ચાર ગુણ વડે તેમજ રકંધરૂપ પર્યાય વડે એમ પાંચ પ્રકારે નિત્ય છે, જ્યારે દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ ત્રણ પર્યાય વડે અનિત્ય છે. અધર્માસ્તિકાય અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિસહાયક એ ચાર ગુણ વડે તેમજ સ્કંધરૂપ પર્યાય વડે એમ પાંચ રીતે નિત્ય છે, જ્યારે દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ ત્રણ પર્યાય વડે અનિત્ય છે. આકાશાસ્તિકાય અરૂપી, અચેતન, અક્રિય અને અવગાહસહાયક એ ચાર ગુણો અને સ્કંધરૂપ પર્યાય એમ પાંચ પ્રકારે નિત્ય છે, જ્યારે દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ એ ત્રણ પર્યા વડે અનિત્ય છે. પુદગલાસ્તિકાય રૂપી અચેતન, સક્રિય અને પૂર્ણ ગલન મિલન વિખરણ એમ ચાર પ્રકારે નિત્ય છે, જ્યારે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ દષ્ટિએ એ અનિત્ય છે. કાલ અરૂપી, અચેતન, અક્રિય અને વર્તાનાદિ લક્ષણ એ ચાર ગુણે વડે નિત્ય છે, જ્યારે અતીત, વર્તમાન, અનાગત અને અગુરુલઘુ એ ચાર પર્યાય વડે અનિત્ય છે. જીવાસ્તિકાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ ચાર ગુણ અને અરૂપી, અનવગાહ અને અવ્યાબાધ એ ત્રણ પર્યાય એમ સાત પ્રકારે નિત્ય છે, જ્યારે એક અગુરુલઘુ પર્યાય વડે એ અનિત્ય છે.
૧ આ હકીકત તસ્વાર્થ (અ, પ., મુ. ૨૬ ની બૃહદ્ વૃત્તિ ( પૃ૦ ૩૬૮ )ના આધારે આપવામાં આવી છે.
૨ જુઓ અધ્યાત્મસાર પ્રશ્નોત્તર (પૃ. ૧૮૭–૧૮૮ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org