________________
૭૨૧
આહંત દર્શન દીપિકા. અત્ર પર્યાય બતાવવામાં પ્રવૃત્તિ છે. અર્થાત ધર્માસ્તિકાયના પર્યાની ગણનામાં ધર્માસ્તિકાયને જે એક દેશ ધર્મ છે તેનું વ્યુત્પત્તિ-નિમિત્ત લઈને જ ધર્મની સાથે અહિંસાદિ પર્યાની ગણના સમજવી. એ વાત પૂરેપૂરી ખ્યાલમાં રાખવા જેવી છે કે જ્યારે દરેક શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હોય છે, ત્યારે વ્યુત્પત્તિનિમિત્ત તે તેથી અવશ્ય જુદું હોય છે. આ બંને એક માની પ્રવૃતિ કરનાર મનુષ્ય “ હે ના પાન નાશપતિ » એ વાક્યને ચરિતાર્થ કરી આપે છે. વળી અત્ર કેટલાક પર્યાયે ધર્માસ્તિકાયને એકદેશીય જે ધમ ” શબ્દ છે તેને ઉદ્દેશીને સમજવા, કેમકે “ધમ ' શબ્દના એ બધા અર્થોમાં ઘણાખરા અર્થો લાગુ પડે છે, માટે “ધમ ” શબ્દને લઈને જ સમજવા, નહિ કે ધર્માસ્તિકાયને લઈને. છેવી રીતે અધર્માસ્તિકાય વગેરે માટે પણ જાણી લેવું. ”
આ કથનની વાસ્તવિકતા તપાસવાનું કાર્ય વિશેષજ્ઞો માટે રહેવા દઈ હું તે અત્ર મારે નમ્ર અભિપ્રાય રજુ કરીશ. અત્ર “અભિવાઇ' શબ્દને જે પ્રયોગ કરવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન ખેંચે છે, કેમકે અનર્થાતરવાચી શબે ગણાવતી વેળા પર્યાય શબ્દરૂપ સંસ્કૃત રૂપાંતરવાળો “પાપ” શબ્દ વપરાયેલે ઘણે સ્થળે નજરે પડે છે. “અમિથ' શબ્દને અન્યત્ર પ્રયોગ કરવામાં આવ્યું છે એવું એકે સ્થળ જોવામાં કે જાણવામાં નથી, વાસ્તે એ શબ્દને પર્યાય જે સામાન્ય અર્થ ન હવે જોઈએ એ તક હુરે છે.
બીજું, આ સંબંધી વિચાર કરતાં એમ પણ ભાસે છે કે સૂત્રકારને આશય કેવળ જૈન પર્યાયે જ સૂચવવાને નથી. પરંતુ અન્યાન્ય દર્શનકારે એને જે કઈ શબ્દથી વ્યવહાર કરતા હોય તેની પણ નેત્ર લેવાનું જણાય છે. દાખલા તરીકે આકાશાસ્તિકાયને શ્યામ એ પર્યાય શું બતાવે છે? ટીકાકાર કાળા વ વાળું આકાશ હોવાથી તે શ્યામ કહેવાય એ ખુલાસો રજુ કરે છે, પરંતુ આકાશ એ અરૂપી હો સાથી તેને શ્યામવર્ણ જૈન દષ્ટિએ કહેવાય જ કેમ ? આથી એ પણ સંભાવના થાય છે કે જીવના પર્યાય તરીકે જે “પુદગલ” શબ્દની નેંધ લેવામાં આવી છે તે બૌદ્ધ દશનકારની માન્યતા સૂચવવા પૂરતી છે અર્થાત્ બૌદ્ધે જીવને “પુદગલ” શબ્દથી વ્યવહાર કરે છે એ દર્શાવવા માટે છે, જોકે નવીન કની પૂરતા અને પુરાતન કર્મોના ગલનરૂપ વિનાશકતા સંસારી ” આત્મામાં ઘટતી હોવાથી એને “પુદગલ કહેવામાં જૈન દષ્ટિ સંમત છે.' વળી ૬૬૬ મા પૃષ્ઠમાં જોઈ ગયા તે દ્રષ્ટિએ પણ સંસારી જીવના પર્યાય તરીકે પુદગલને નિશ થઈ શકે તેમ છે.
૧ વાચકવર્ષે ‘પુગલ’ શબ્દનો અર્થ તન્ત્રાન્તરીયો જીવ સૂચવે છે એમ જે કહ્યું છે તે સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકારનું એક ટિપ્પણુ આપણે ૬૧૪ મા પૃષ્ટમાં જોઈ ગયા છીએ. હમણા તેમણે એ પરત્વે નીચે મુજબનો વધારો સૂચવ્યો છે –
આ ઠેકાણે ખાલી યૌગિક પર્યાનો, ગરૂટનો કે રૂઢનો નિર્દેશ નથી, માટે કોઈ પણ જાતની શંકાને અવકાશ નથી; કેમક વાચકવર્થ તે છ નું લક્ષણ ઉપયોગ બતાવેલ છે, નહિ કે યૌગિક પર્યા. તેનો પારિભાષિક જીવ પર્યાયવાચી પુદગલ શબ્દ ન હોઈ શકે એને લઈને તત્રાન્તરીય એ ઉલ્લેખ છે.”
91
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org