SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ આર્હુત દર્શન દીપિકા, એના ભેદ થાય તેા તેના બે વિભાગે થાય-એક તરફ એક પરમાણુ-પુદ્ગલ રહે અને બીજી તરફ બીજો પરમાણુ-પુદ્ગલ રહે.૧ ત્રણ પરમાણુ-પુદ્ગલા એકરૂપે એકઠા થઇ શકે અને તેમ થતાં તેના ત્રિપ્રદેશિક કોંધ થાય. જો એના ભેદ થાય તેા તેના બે કે ત્રણ વિભાગેા થાય. જો બે વિભાગ થાય તે એક તરફ એક પરમાણુ-પુદ્ગલ અને બીજી તરફ એક દ્વિપ્રદેશિક કધ રહેજો ત્રણ વિભાગો થાય તે તે ત્રણ પૃથક પૃથક પરમાણુ-પુદ્ગલ રહે. ચાર પરમાણુ-પુદ્ગલે એકરૂપે એકઠા થઇ શકે અને તેમ થતાં તેને ચતુષ્પદેશિક સ્કંધ થાય. એના ો ભેદ થાય તેા તેના બે, ત્રણ કે ચાર વિભાગા થાય. જો એ વિભાગા થાય તે એક તરફ્ એક પરમાણુ અને બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કંધ;' અથવા તા એ દ્વિપ્રદેશિક સ્કધા રહે.પ જો ત્રણ વિભાગેા થાય તે એક તરફ એ છૂટા છૂટા પરમાણુએ અને એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ રહે. જો ચાર ભાગ થાય તેા જુદા જુદા ચાર પરમાણુ રહે. આ પ્રમાણે પાંચ પરમાણુ એકઠા થતાં પંચપ્રદેશિક સ્ક’ધ થાય. જો તેને ભેદ થાય ત તેના બે, ત્રણ, ચાર કે પાંચ વિભાગો થાય, જો તેના બે વિભાગા થાય તા એક બાજુ એક પરમાણુ અને બીજી બાજુ ચતુષ્પ્રદેશિક સ્કંધ રહે; અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અને એક તરફ ત્રિપ્રદેશિક સ્કધ થાય. જો તેના ત્રણ વિભાગે થાય તેા એક તરફ બે છૂટા છૂટા પરમાણુએ અને એક તરફ્ ત્રિપ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ એક પરમાણુ અને એક તરફ જુદા જુદા બે દ્વિપ્રદેશિક કધા થાય. જો તેના ચાર વિભાગ થાય તે એક તરફ જુદા જુદા ત્રણ પરમાણું અને એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. જો તેના પાંચ વિભાગા થાય તે જુદા જુદા પાંચ પરમાણુ થાય. એ પ્રમાણે છ, સાત, આઠ, નવ, ઈશ, સ ંખ્યાત, અસ ંખ્યાત અને અનંત પરમાણુઓ માટે પણ ઘટાવી લેવું. ગ્રન્થ-ગૌરવના ભયથી એ સમસ્ત હકીકત અત્ર સ્પુટ રૂપે રજુ કરવામાં આવતી નથી, પરંતુ તેના જિજ્ઞાસુને ભગવતી ( શ. ૧૨, ઉ. ૪, સૂ. ૪૪૫) જોવા ભલામણ છે. પરમાણુ-પુદ્ગલની શાશ્વતતા, અશાશ્ર્વતતા, ચરમતા અને અચરમતા— દ્રવ્ય-અ રૂપે પરમાણુ--પુદ્ગલ શાશ્વત છે, જ્યારે વણુ-પર્યાયાદિ રૂપે એ અશાશ્વત છે, એટલે કે પરમાણુ-પુદ્ગલ કચિત્ સાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે, વળી પરમાણુ-પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી પણ અચરમ છે. ક્ષેત્રાદેશથી તે કદાચિત ચરમ છે અને કદાચિત અચરમ છે. કાલાદેશથી તે કદાચ ચરમ છે અને કદાચ અચરમ છે. ભાષાદેશથી તે કંચિત્ ચરમ છે. અને કથ'ચિત્ અચરમ છે. સ્પષ્ટ શબ્દમાં કહીએ તે જે ૫ ૧ Jain Education International ૬ ७०८ * ૩ ७ | || | | | | For Private & Personal Use Only Y www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy