SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અજીવ–અધિકાર. [ દ્વિતીય થતાં પરમાણુ જેવી ચીજ જ રહેવાની નિહ અને એ પ્રમાણે પરમાણુના અભાવ થતાં અવયવ અને અવયવીની ચર્ચા નકામી માથાકૂટ સમાન થઇ પડવાની. ઉત્તર પક્ષ તરીકે હવે પરમાણુના નિરાકાર છના ચેાગનું સમાધાન ઉપસ્થિત કરવામાં આવે છે. જેમકે પ્રથમ તા અમે આપને પૂછીએ છીએ કે ‘ એક કાળમાં છની સાથેને ચેગ ' એથી આપ શુ' કહેવા ઇચ્છે છે ? શુ' એથી છ પરમાણુઓની મધ્યમાં રહેલા પરમાણુની સાથેનું સમાનદેશત્વ સૂચવેા છે કે યુગપત સંબંધ સૂચવેા છે ? અને તે યુગપત્ સ ંબધના અર્થ સંચાગ કરી છે કે સમવાય ? યુગપત્ ષડ્ચેાગથી સમાનદેશતા સૂચવતા હું તે તે કંઇ બહુ માટી માખત નથી, કેમકે સૂક્ષ્મ પરિણામવાળા પરમાણુની છની સાથે તે શું પણ છસેાની સાથે અરે કરેાડાની સાથે સમાનદેશતા સ્વીકારવામાં અમને (જૈનોને) જરા પણ અડચણ નથી. કદાચ કહેશેા કે મૂર્તીમાં સમાનદેશપણુ માનવું એ વિરાધાત્મક કથન છે તે તે વાત પણ ઠીક નથી, કેમકે ખૂણારૂપ આકાશ-પ્રદેશમાં ઘણા દીવાઓની પ્રભા અને પવન વગેરે સ્થૂલ અવયવીએની સમાનદેશતા તેમજ તપાવેલા લેખંડના પિંડ વગેરેમાં લાખડ અને તેજની સમાનદેશતા જોવાય છે એટલે પરમાણુના સંબંધમાં સમાનદેશતા માનવામાં કશે। વાંધા નથી. આથી કદાચ એમ કહેવા તત્પર થશે કે એથી તે પરમાણુમાં છ અશતાની આપત્તિ આવવાની તા એ કથન સમુચિત નથી; કેમકે છએની સમાનદેશતાને લઈને મધ્ય પરમાણુની સાથે છ દિશાના સંચાગને જ અભાવ છે. હુંવે બીજો પક્ષ પણ ગ્રાહ્ય નથી, કેમકે સંયેાગવાદીઓને પદાર્થાંના અંશદ્વારક સંચાળ ઇષ્ટ નથી, પર ંતુ તેમને સ્વરૂપ દ્વારક સયાગ માન્ય છે, છતાં પણ અ’શ દ્વારા સંચેાગ માનવા જશે તે નિરશ એવા આકાશાદિકમાં તેના અભાવની આપત્તિ આવવાની. એથી કરીને જેમ આકાશાક્રિના સ્વરૂપથી સંચાગ છે તેમ એક પરમાણુના બીજા પરમાણુઓના સ્વરૂપથી સંચેાગ માનવામાં કશી અડચણુ જણાતી નથી. ત્રીજો પક્ષ તા વિચારવાની જરૂર જ નથી, કેમકે એ પક્ષ તે વાદી કે પ્રતિવાદી એમાંથી એકેને માન્ય નથી. પરમાણુઓનું મિલન અને સ્કંધાના ભેદ- એ પરમાણુ એકરૂપે એકઠા થઇ શકે અને તેમ થતાં તેને દ્વિપ્રદેશિક સ્કંધ થાય, જે ૧ આ પ્રમાણેનુ આ સમગ્ર વિવરણ પ'લિંગીની બૃહદ્ વૃત્તિ અનુસાર અત્ર આલેખ્યુ* છે. નાનાદ્વૈતવાદના નિરસન માટે અને પુદ્ગલની સિદ્ધિ અર્થે જે ઊહાપાષ ત્યાં કરવામાં આવ્યા છે તેને આ એક ભાગ છે; અવશિષ્ટ ભાગના સારાંશના જિજ્ઞાસુને વૈરાગ્યરસમાંજરીનુ મારૂ' સ્પષ્ટીકરણ ( પૃ૦ ૩૮૦-૩૯૩ ) જોવા ભલામણ છે. તે વિવરણ તેમજ આ એ બંને પ્રસ્તુત ગ્રંથકારની કૃપાનું ફળ છે, કેમકે મારી વિનતિ અનુસાર આવશ્યક વિભાગને તેમણે અનુવાદ લખી માલ્યા હતા કે જે મે' મારી શલીમાં અત્ર રજુ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy